પુત્રીઓ પણ બની ગઈ છે અભિનેત્રીઓ, પરંતુ છતા પણ આ 5 અભિનેતાઓ અન્ય અભિનેત્રી સાથે કરી રહ્યા છે રોમાંસ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

દુનિયાભરમા એક માણસ ઘણા પ્રકારના સંબંધોમાં બંધાય છે અને ઘણા સંબંધો જન્મ થતાની સાથે જ જોડાઈ જાય છે. ધરતી પર રહેલા ખાસ સંબંધોમાં પિતા અને પુત્રીનો સંબંધ પણ શામેલ છે. આ સંબંધ ખૂબ જ સુંદર અને અલગ છે. ઘણીવાર જોવા મળે છે કે પિતા અને પુત્રીના સંબંધોમાં ઘણો પ્રેમ હોય છે. બોલીવુડમાં પણ તમને પિતા-પુત્રીની જોડીના વિશેષ અને મજબૂત બોન્ડિંગ વાળા સંબંધ જોવા મળશે. આજે અમે તમને બોલીવુડની એવી પિતા અને પુત્રીની જોડીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેને જોઈને ક્યારેય એવું નથી લાગતું કે તેમની વચ્ચે પિતા અને પુત્રીનો સંબંધ છે. બોલિવૂડની આ અભિનેત્રીઓ આજના સમયની છે જ્યારે તેમના પિતા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને આજે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે.

સોનમ કપૂર અને અનિલ કપૂર: બોલીવુડની આ પિતા-પુત્રીની જોડી વિશે દરેક જાણે છે. પોતાના સમયના સુંદર અભિનેતાઓમાં શામેલ રહી ચુકેલા અનિલ કપૂર આજે પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. અનિલ કપૂર 64 વર્ષના થઈ ચુક્યા છે, પરંતુ તેની યુવાની આજે પણ અકબંધ છે. અનિલ કપૂર આગામી દિવસોમાં મલંગ અને તખ્ત ફિલ્મ્સમાં જોવા મળશે. તે જ સમયે તેમની 35 વર્ષની પુત્રી સોનમ કપૂર 2007 થી બોલિવૂડમાં કામ કરી રહી છે. જણાવી દઈએ કે, છેલ્લી વખત સોનમ ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી.

ચંકી પાંડે અને અનન્યા પાંડે: બોલિવૂડના જાણીતા અભિનેતા ચંકી પાંડે 58 વર્ષના થઈ ચુક્યા છે અને તે આજે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. વર્ષ 2019 માં ચંકીની 4 ફિલ્મો આવી હતી અને તેની બધી ફિલ્મો સફળ રહી હતી. ચંકી આજ સુધી ઘણી સુંદર ફિલ્મોનો ભાગ રહી ચુક્યા છે. ત્યારે તેમની પુત્રી અનન્યા પાંડેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત જ થઈ છે. તેણે હાલમાં માત્ર થોડીક જ ફિલ્મોમાં કામ કર્યું છે. 22 વર્ષીય અનન્યા પાંડેએ વર્ષ 2019 માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 સાથે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અનન્યાની આગામી ફિલ્મ ‘ફાઇટર’ છે.

સૈફ અલી ખાન અને સારા અલી ખાન: અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી સારા અલી ખાનની જોડી પિતા-પુત્રી જોડીમાં પણ ખૂબ જાણીતી છે. સૈફ અલી ખાને 1993 માં આવેલી ફિલ્મ ‘પરંપરા’ થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે આજે પણ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. 50 વર્ષિય સૈફે આજ સુધી ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની 25 વર્ષની પુત્રી સારા અલી ખાન વર્ષ 2018 થી બોલિવૂડમાં કામ કરી રહી છે. તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ હતી. સારાની આગામી ફિલ્મ અતરંગી રે છે. જેમાં તે દિગ્ગઝ અભિનેતા અક્ષય કુમાર અને સાઉથ સ્ટાર ધનુષની સાથે જોવા મળશે. જણાવી દઈએ કે સારા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી છે.

સુનીલ શેટ્ટી અને આથિયા શેટ્ટી: વર્ષ 1992 માં આવેલી ફિલ્મ બલવાનથી હિન્દી સિનેમામાં પગ મૂકનાર જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી પણ એક બોલિવૂડ અભિનેત્રી છે. આજે સુનીલ શેટ્ટી 58 વર્ષના છે, પરંતુ તેની બોડીને જોઈને તેની ઉંમરનો અંદાજ લગવી શકાતો નથી. આ ઉંમરે પણ સુનીલ શેટ્ટીએ પોતાને ખૂબ ફીટ રાખ્યા છે. અહેવાલ છે કે ચાહકો સુનીલને આવનારા દિવસોમાં ફિલ્મ હેરા ફેરી 3 માં જોઈ શકે છે. આથિયા શેટ્ટીની વાત કરીએ તો 28 વર્ષિય આથિયા આજ હજી સુધી બોલિવૂડમાં કંઇ ખાસ કમાલ કરી નથી. છેલ્લે તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ મોતી ચુર ચકનાચુર માં જોવા મળી હતી. વર્ષ 2015 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર આથિયાના ખાતામાં આજ સુધી કોઈ મોટી હિટ ફિલ્મ શામેલ થઈ નથી.