આમિર ખાનના છુટાછેડા પછી પુત્રી આયરા એ રસ્તા પર બોયફ્રેંડ સાથે લીધી મજા, જુવો આ ગજબનો નજારો

બોલિવુડ

આયરા ખાન એક પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંથી છે. આયરા અભિનેતા આમિર ખાનની પુત્રી છે. જણાવી દઈએ કે આયરા ફિલ્મી દુનિયાથી દૂર છે, છતા પણ ઘણીવાર તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તેના અફેયરને લઈને તો ક્યારેક પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી તે ચર્ચામાં રહે છે.

હાલમાં આયરા ખાન તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે જોવા મળી છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખરેખર આયરા તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ નૂપુર સાથે શોપિંગ પર ગઈ હતી. અને હવે આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે આમિર ખાનની પુત્રી આયરા ખાનનું મુંબઈના રસ્તા પર ફરવું કોઈ સામાન્ય વાત નથી. હેડલાઇન્સથી દૂર રહેતી આયરા નૂપુર શિખર સાથે બાંદ્રામાં જોવા મળી હતી. જ્યાં બંને એક બીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને તેમના પર ઘણી કમેંટ્સ આવી રહી છે. આયરા બ્લુ સ્કર્ટ, વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લેક શ્રગમાં જોવા મળી હતી. તેના હાથમાં એક શોપિંગ બેગ પણ જોવા મળી રહી છે. જ્યારે નૂપુર તેની ગર્લફ્રેંડ સાથે કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.

કોણ છે નુપુર શિખરે: જણાવવામાં આવે છે કે નૂપુર શિખર આમિર ખાન અને આયરાનો ફિટનેસ કોચ છે. આયરા તેના પિતાના અને તેના ફિટનેસ કોચને દિલ આપી બેઠી છે. બંને લગભગ એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે અને તેના અફેરને કારણે આમિર ખાનની પુત્રી ચર્ચામાં આવી જાય છે.

ખુલ્લેઆમ કર્યો હતો પ્રપોઝ: આયરા ખાને પોતાના પ્રેમને દુનિયાની સામે ખુલીને સ્વીકાર્યો હતો. આ વર્ષે વેલેન્ટાઇન ડે વીક દરમિયાન તેણે પોતાના અને નૂપુરના સંબંધો પર હિન્ટ આપી હતી. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નૂપુર સાથે ઘણી તસવીરો શેર કરી અને કેપ્શન હેઠળ નુપુર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આ વર્ષે પ્રોમિસ ડે પર તેમણે તસવીરો શેર કરવાની સાથે લખ્યું હતું કે, “તારી સાથે અને તારા માટે વચન આપવું મારા માટે સમ્માનની વાત છે.”

જણાવી દઈએ કે તાજેતરમાં આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા થયા છે. બંનેએ સંયુક્ત નિવેદન જાહેર કરીને છૂટાછેડાની ઘોષણા કરી હતી. તેના થોડા દિવસો પછી આમિરની પુત્રી રસ્તા પર તેના બોયફ્રેન્ડ સાથે ફરતા જોવા મળી હતી.

નોંધપાત્ર વાત એ છે કે આમિર ખાને વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2011 માં બંને એક પુત્ર આઝાદ રાવ ખાનના માતાપિતા બન્યા. ગયા શનિવારે આમિર અને કિરણ રાવે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને પોતાના 15 વર્ષ જૂના લગ્ન તોડી નાખ્યા અને છુટાછેડાની ઘોષણા કરી. કિરણ આમિરની બીજી પત્ની હતી.

આમિરે વર્ષ 1986 માં રીના દત્તા સાથે પહેલા લગ્ન કર્યા હતા. વર્ષ 2002 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેની એક પુત્રી આયરા અને એક પુત્ર જુનેદ ખાન છે.