બોલિવૂડ ફિલ્મ “ધ કશ્મીર ફાઇલ્સ” 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ કશ્મીરી પંડિતોના હિજરત પર બનેલી છે. આ ફિલ્મની ચર્ચા સતત થઈ રહી છે. ભલે આ ફિલ્મનું વધારે પ્રમોશન થયું નથી, પરંતુ છતાં પણ આ ફિલ્મ સફળતાના ઝંડા લહેરાવી રહી છે અને બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે.
‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મમાં દરેક પાત્રની સખત મહેનતની બધા લોકો ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અનુપમ ખેરથી લઈને પલ્લવી જોશી સુધી દરેક પાત્રની એક્ટિંગની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મમાં દર્શન કુમાર કૃષ્ણા પંડિતના પાત્રમાં જોવા મળી રહ્યા છે અને તેમની એક્ટિંગની પણ લોકો ખૂબ પ્રસંશા કરી રહ્યા છે.
દર્શન કુમાર એક એવા ભારતીય ફિલ્મ અભિનેતા છે જેમણે પોતાની કારકિર્દીમાં ખૂબ મહેનત અને ઉતાર-ચઢાવ જોયા પછી સફળતા મેળવી છે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’માં મુખ્ય ભુમિકા નિભાવનાર દર્શન કુમારનું પ્રદર્શન ફિલ્મમાં ખૂબ જ પ્રભાવશાળી છે. એક્ટિંગના ક્ષેત્રમાં દર્શન કુમારની સફર ખૂબ જ મુશ્કેલ અને સંઘર્ષપૂર્ણ રહી છે. આજે અમે તમને આ લેખ દ્વારા દર્શન કુમારના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
જેમ કે આપણે લોકો જાણીએ છીએ કે મુંબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે. આ એક એવું શહેર છે જ્યાં દરરોજ હજારો લોકો તેમના સપના સાકાર કરવા આવે છે. દર્શન કુમાર પણ 24 વર્ષની ઉંમરમાં મુંબઈમાં આવ્યા હતા. દર્શન કુમાર દક્ષિણ દિલ્હીના કિશનગઢ ગામમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં મોટા થયા હતા. જ્યારે તે એક્ટિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવ્યા હતા ત્યારે તેને અહીં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.
દર્શન કુમારે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સૌથી પહેલા 5 વર્ષ સુધી સહજ થિયેટર ગ્રુપ સાથે કામ કર્યું. અહીં દર્શન કુમારને દિગ્ગઝ અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે કામ કરવાની તક મળી. તેમણે 2001 માં “મુઝે કુછ કહના હૈ” માં એક નાની ભુમિકા સાથે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. દર્શન કુમારે પોતાનું નામ બનાવવા માટે 20 વર્ષથી સખત મહેનત કરવી પડી છે. વર્ષ 2003માં સલમાન ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ‘તેરે નામ’નો પણ તે ભાગ બન્યા હતા.
દર્શન કુમારે વર્ષ 2008માં ઝી ટીવીના શો ‘છોટી બહુ’માં કામ કર્યું હતું. ત્યાર પછી તેણે અન્ય ઘણી સિરિયલોમાં એક્ટિંગ કરી. ત્યાર પછી તેણે અન્ય ઘણી સિરિયલોમાં કામ કર્યું. વર્ષ 2011માં આવેલી સિરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં તેમણે શુક્રાચાર્યની ભૂમિકા નિભાવી હતી. દર્શન કુમારને પોતાનો દરેક રોલ મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે તેને તેની સાચી ઓળખ ‘મેરી કોમ’ થી મળી. મેરી કોમના જીવન પર બનેલી આ ફિલ્મમાં દર્શન કુમારને મેરી કોમના પતિ ઓનલર કોમની ભુમિકા મળી. પરંતુ હવે “ધ કાશ્મીર ફાઇલ્સ” માં તેની એક્ટિંગથી તેમને વધુ ખ્યાતિ મળી છે.
દર્શન કુમારે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં તેમને સંઘર્ષ કરવો પડ્યો. ઓડિશન માટે ઘણા કિલોમીટર પગપાળા ચાલ્યા કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે દરરોજ બસની ટિકિટના પૈસા ન હતા. બસની ટિકિટના પૈસાથી તે પારલેજી બિસ્કિટ ખરીદતા હતા. તેમણે જણાવ્યું કે હું પાણીમાં બિસ્કિટ બોળીને ખાઈ લેતો હતો. હું આખો દિવસ તેનાથી પસાર કરતો હતો.
એક ઈન્ટરવ્યુ દરમિયાન દર્શન કુમારે “ધ કશ્મીર ફાઇલ્સ” નો પોતાનો અનુભવ શેર કર્યો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન દર્શન કુમારે જણાવ્યું કે તેમને ફિલ્મમાં કેવી રીતે કામ મળ્યું અને તેમનો અનુભવ કેવો રહ્યો. દર્શન કુમારે જણાવ્યું કે, તેમને સૌથી પહેલા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી સર અને મેડમ પલ્લવી દ્વારા પીડિતોના વીડિયો બતાવવામાં આવ્યા હતા જેથી તે ચીજો સમજી શકે. તેમણે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમણે વીડિયોમાં લોકોના દુઃખને જોઈને આ ભુમિકા નિભાવવાનો નિર્ણય લીધો. આ ભુમિકાની તેના પર એટલી અસર થઈ કે તે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા.
દર્શન કુમારે ઈન્ટરવ્યુ દરમિયાનએ જણાવ્યું કે, આ લાગણીમાંથી બહાર આવવા માટે તેમણે લગભગ 2 અઠવાડિયા સુધી ધ્યાન કર્યું. તેમણે કહ્યું કે જ્યારે લોકો ફિલ્મો જોઈને સિનેમાઘરોમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તે પોતાની લાગણીઓ પર કંટ્રોલ કરી શક્યા નહિં અને રડતા બહાર આવ્યા. પરંતુ તે પાત્ર 40 દિવસ સુધી જીવિત રહ્યું. તેમણે આગળ જણાવ્યું કે તે ખૂબ જ દુઃખદ હતું. તેમણે પોતાના જીવનમાં અત્યાર સુધી નિભાવેલા બધા પાત્રમાં આ પાત્રને મુશ્કેલ જણાવ્યું.