‘દંગલ’ ની આ નાની છોકરી સુંદરતાની બાબતમાં સારા-જાનવી ને પણ આપે છે ટક્કર, જુવો તેની હાલની સુંદર તસવીરો

બોલિવુડ

ફિલ્મ ‘દંગલ’ને કમાણીની બાબતમાં હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા અભિનેતા આમિર ખાને નિભાવી હતી. આ ફિલ્મમાં આમિરે કુસ્તીબાજ મહાવીર સિંહ ફોગાટની ભૂમિકા નિભાવી હતી.

આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું હતું. આ ફિલ્મમાં આમિરની સાથે મુખ્ય ભુમિકામાં ઝાયરા વસીમ, સાક્ષી તંવર, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા અને સુહાની ભટનાગરે કામ કર્યું હતું. આજે અમે વાત કરી રહ્યા છીએ આ ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી સુહાની ભટનાગર વિશે.

જણાવી દઈએ કે સુહાની ‘દંગલ’માં બબીતા ​​ફોગાટના પાત્રમાં જોવા મળી હતી. તેણે બબીતા ​​ફોગાટના બાળપણનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મના દરેક પાત્રને ખૂબ લોકપ્રિયતા મળી હતી, જોકે 6 વર્ષ પહેલા આવેલી આ ફિલ્મ પછી સુહાની ગાયબ થઈ ગઈ હતી. તેના વિશે વધુ ચર્ચા ન થઈ.

સુહાની ભટનાગર 18 વર્ષની થઈ ચુકી છે. ફિલ્મ ‘દંગલ’ના રિલીઝ સમયે તે લગભગ 12 વર્ષની હતી. હવે તે ખૂબ મોટી થઈ ચુકી છે અને સુહાની ખૂબ જ સુંદર પણ દેખાવા લાગી છે. સુહાનીની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે. તેને હજારોની સંખ્યામાં સોશિયલ મીડિયા પર લોકો ફોલો કરે છે.

સુહાની સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 15 હજારથી વધુ ફોલોઅર્સ છે. સાથે જ તે પોતે 243 લોકોને ફોલો કરે છે. ‘દંગલ’ની આ અભિનેત્રીએ અત્યાર સુધીમાં 36 થી વધુ પોસ્ટ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે.

સુહાનીએ લગભગ 6 મહિનાથી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કોઈ પોસ્ટ શેર કરી નથી, જોકે આ પહેલા તે ઘણી પોસ્ટ શેર કરી ચૂકી છે. તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી હતી, જેમાં તેની સુંદરતાની ખૂબ ચર્ચા થતી હતી. મોટી થઈને હવે સુહાની વધુ સુંદર અને હોટ દેખાવા લાગી છે.

સુહાનીની તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરે છે. સાથે જ તેના ફોલોઅર્સ તેની તસવીરો પર કમેંટ કરવાથી બચતા નથી. જણાવી દઈએ કે ‘દંગલ’ પછી સુહાની ભટનાગરને કોઈ મોટો પ્રોજેક્ટ મળ્યો નથી. આ ફિલ્મથી મળેલી લોકપ્રિયતા પછી તે ગુમ થઈ ગઈ.

ટીવી એડ્સમાં પણ કરી ચુકી છે કામ: ફિલ્મ ‘દંગલ’ માં કામ કરતા પહેલા સુહાની જાહેરાતોમાં જોવા મળી હતી. તે પહેલા ઘણી ટીવી એડ્સમાં કામ કરી ચૂકી છે.

ફિલ્મ દંગલ વર્ષ 2016માં 23 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આમિર ખાન, ફાતિમા સના શેખ, ઝાયરા વસીમ, સાન્યા મલ્હોત્રા, સુહાની ભટનાગર અને સાક્ષી તંવરની આ ફિલ્મ એ હિન્દી સિનેમામાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.

આ ફિલ્મ આમિર ખાનની સાથે હિન્દી સિનેમાની પણ સૌથી સફળ ફિલ્મ બની હતી. આ ફિલ્મ એ દુનિયાભરમાંથી કુલ 2000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મને ભારત ઉપરાંત વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આમિરે ફિલ્મ માટે પોતાનો લુક પણ બદલી નાખ્યો હતો.