કેએલ રાહુલ અને આથિયા ના લગ્નમાં સલમાન ખાનની ફિલ્મના ગીત પર ખૂબ થયો ડાંસ, જુવો આ તસવીરો અને વીડિયો

બોલિવુડ

ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી આજે મુંબઈના ખંડાલામાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ બંને કપલના લગ્નની સેરેમની ની શરૂઆત 21 જાન્યુઆરીના રોજ શરૂ થઈ ગઈ હતી અને આજે આ લગ્ન સેરેમનીનો ત્રીજો દિવસ છે.

જોકે, આ લગ્નમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના ખૂબ જ નજીકના સંબંધીઓ અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લગ્નને મીડિયા અને સામાન્ય લોકોથી સીક્રેટ રાખવામાં આવ્યા છે.

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા બંગલામાં આયયોજિત કરવામાં આવી રહ્યા છે. જો કે આ લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો ‘મુઝસે શાદી કરોગી’ ગીત પર ખૂબ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ચાહકો સતત કમેન્ટ્સ દ્વારા પોતાના રિએક્શન આપી રહ્યા છે. સાથે જ આ લગ્નમાં બોલિવૂડ સહિત દેશની ઘણી પ્રખ્યાત અને મોટી હસ્તીઓ પોતાની હાજરી આપી રહી છે.

નોંધપાત્ર છે કે ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી રિલેશનશિપમાં છે. આ દરમિયાન બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા અને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી.

આ ઉપરાંત આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ઈન્ડિયાની મેચ દરમિયાન આથિયા શેટ્ટી કેએલ રાહુલને સપોર્ટ કરતા જોવા મળી હતી. આ દરમિયાન આથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી પણ જોવા મળ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નમાં લગભગ 100 મેહમાનો શામેલ થશે. આ લગ્નમાં મહેમાનો તરીકે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ શામેલ થશે. સાથે જ બોલિવૂડના પ્રખ્યાત કલાકારો સલમાન ખાન, શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર પણ આ લગ્નમાં શામેલશે.