નંદી દ્વારા આપવામાં આવેલો શ્રાપ બન્યું હતું રાવણના સર્વનાશનું કારણ, જાણો શા માટે આપ્યો હતો શ્રાપ

ધાર્મિક

રાવણની ભગવાન શિવજીના સૌથી મોટા ભક્તોમાં ગણતરી થાય છે અને એવું કહેવામાં આવે છે કે રાવણ શિવજીની પૂજામાં હંમેશા લીન રહેતો હતો. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક પૂજાઓ અને તપસ્યાઓ પણ કરી હતી. એટલું જ નહીં, તેમણે શિવ તાંડવ સ્ત્રોતની રચના પણ કરી, જે ભગવાન શંકરની પૂજામાં ઉપયોગ થતો સૌથી મોટો મંત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રાવણનો સર્વનાશ શંકર ભગવાનના પ્રમુખ ગણ માનવામાં આવતા નંદી દ્વારા થયો હતો, અને નંદી દ્વારા આપવામાં આવેલો શ્રાપ રાવણ માટે વિનાશકારી સાબિત થયો હતો.

કોણ છે નંદી: રાવણની જેમ, નંદી પણ ભગવાન શિવના ભક્ત હતા અને નંદીએ કઠોરતા તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. ત્યાર પછી ભગવાન શંકરે તેમને પોતાનો દ્વારપાળ અને વાહન બનાવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે નંદી શિલાદ ઋષિના પુત્ર હતા અને નંદીને મેળવવા માટે તેના પિતાએ તપ કર્યું હતું અને તપ સફળ થયા પછી તેને નંદી પુત્રના રૂપમાં પ્રાપ્ત થયા હતા. તો નંદી નાનપણથી જ શિવ ભક્ત હતા, અને એક દિવસ નંદીએ શિવજીને મળવા માટે તીવ્ર તપ શરૂ કર્યું. નંદીનું આ કઠોર તપ જોઈને ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે નંદીને દર્શન આપ્યા. શિવજીનાં દર્શન મેળવીને નંદી ખૂબ ખુશ થયા અને જ્યારે શિવજીએ નંદીને વરદાન માંગવા કહ્યું ત્યારે નંદીએ શિવને કહ્યું કે તે તેની સાથે રહેવા માંગે છે. નંદીએ માંગેલા આ વરદાનને શિવજીએ પૂર્ણ કર્યું અને તેમને બળદનો ચહેરો આપ્યો અને પોતાનું વાહન બનાવ્યું. આ સાથે શિવજી નંદીને પોતાની સાથે કૈલાસ લઈ ગયા અને ત્યાં ગયા પછી શિવજીએ તેમને તેમનો દ્વારપાળ પણ બનાવ્યો. આને લીધે, જેના કારણે જે પણ ભગવાન શંકરને મળવા આવતા હાતા તેને સૌથી પહેલા નંદીને મળવું પડતું હતું.

રાવણને આપ્યો શ્રાપ: એવું કહેવામાં આવે છે કે એકવાર રાવણ ભગવાન શિવને મળવા માટે તેમના નિવાસસ્થાન, કૈલાસ આવ્યા, અને કૈલાસ આવતાની સાથે જ રાવણનો સામનો સૌથી પહેલા નંદી સાથે થયો. નંદીને જોઈને રાવણ હસી પડ્યો. કારણ કે નંદીનું રૂપ એક આખલા જેવું હતું. તે જ સમયે રાવણને પોતાના પર હસતો જોઈને નંદીને ગુસ્સો આવ્યો અને નંદીએ ગુસ્સામાં આવીને રાવણને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમારો વિનાશ કોઈ વાનર દ્વારા જ થશે અને તમારો નાશ થશે.

જોકે નંદીએ આપેલા આ શ્રાપ પર રાવણે તે સમયે વધારે ધ્યાન આપ્યું ન હતું. પરંતુ આગળ જઈને રાવણનો વધ અને રાવણના રાજ્યનો નાશ કરવામાં, રામજી સાથે હનુમાન સહિત ઘણા વાનરો એ સાથ આપ્યો હતો અને આ રીતે નંદીએ આપેલો શ્રાપ સાચો થયો અને વાનરોએ રાવણનો નાશ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. .

Leave a Reply

Your email address will not be published.