260 કરોડના પ્રાઈવેટ જેટમાં સફર કરે છે ધોની, જાણો સચિન-વિરાટના જેટની કિંમત અને જુવો તેમના જેટની અંદરની તસવીરો

રમત-જગત

દુનિયાભરમાં ફિલ્મી સ્ટાર્સની જેમ ક્રિકેટરોને પણ ખૂબ પ્રેમ અને સન્માન પણ મળે છે. ફૂટબોલ પછી ક્રિકેટ દુનિયાની સૌથી લોકપ્રિય રમત છે અને ફિલ્મી સ્ટાર્સની જેમ ક્રિકેટરોની એક ઝલક જોવા પણ ચાહકો આતુર રહે છે અને તેમને પૈસા ખર્ચ કરીને સ્ટેડિયમમાં જોવા માટે જાય છે. ક્રિકેટરોને પસંદ કરનારા લોકોની સંખ્યા પણ ફિલ્મ સ્ટાર્સની જેમ લાખો અને કરોડોમાં છે.

વાત ભારતની કરીએ તો ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોની ગજબની દીવાનગી જોવા મળે છે. ક્રિકેટને ભારતમાં ધર્મ તરીકે જોવામાં આવે છે અને ક્રિકેટમાં અહીંના લોકો કોઈપણ તહેવારની જેમ રસ લે છે. સાથે જ ભારતના ક્રિકેટરો પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, ભારતને વર્ષ 1983 માં પહેલો વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવ, ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વર્તમાન ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીને તો દુનિયા સારી રીતે જાણે છે.

સાથે જ તમને જણાવી દઈએ કે આ ચારેય મહાન ક્રિકેટર પોતાની રમતની સાથે પોતાની અમીરીમાં પણ આગળ રહ્યા છે. જણાવી દઈએ કે તે બધા પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે જેની કિંમત અબજોમાં છે. તો ચાલો એક નજર તેના પ્રાઈવેટ જેટ્સની કિંમત પર કરીએ.

વિરાટ કોહલી: આ નામ તો ક્રિકેટની દુનિયામાં એક દાયકાથી ગુંજી રહ્યું છે અને આગળ પણ વર્ષો સુધી ગુંજતું રહેશે. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને આખી દુનિયામાં વિરાટનું નામ છે. તે કોઈ ઓળખના મોહતાજ નથી. પોતાની રમતથી તો તેમણે ચાહકોની સાથે જ દુનિયાભરના ક્રિકેટ દિગ્ગઝો ને તો મુરીદ બનાવ્યા જ છે તે કમાણી અને અમીરીની બાબતમાં પણ પોતાની આસપાસ કોઈને ભટકવા દેતા નથી. માહિતી મુજબ વિરાટ કોહલી 125 કરોડ રૂપિયાની કિંમત વાળા પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરે છે. માહિતી મુજબ વિરાટ અને તેની પત્ની અનુષ્કા શર્મા પાસે સેસ્ના 680 સિટેશન સાવરેન જેટ છે.

મહેન્દ્ર સિંહ ધોની: મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટન અને વિકેટકીપર્સમાં થાય છે. તેમની કેપ્ટનશિપ હેઠળ ભારતે વર્ષ 2007 માં પહેલો ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો, અને ત્યાર પછી વર્ષ 2011 માં 28 વર્ષ પછી ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના અમીર ક્રિકેટરોમાં થાય છે. તેના પ્રાઇવેટ જેટની વાત કરીએ તો મહેન્દ્ર પાસે જે જેટ છે તેની કિંમત મીડિયા રિપોર્ટ મુજબ 260 કરોડ રૂપિયા છે.

સચિન તેંડુલકર: જ્યારે પણ ક્રિકેટની વાત આવે છે ત્યારે સચિન તેંડુલકરનું નામ તો આવે જ છે. માત્ર 16 વર્ષની નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર સચિન તેંડુલકર આગળ જઈને ‘ક્રિકેટના ભગવાન’ કહેવાયા. તેનાથી મોટી સિદ્ધિ કોઈ ક્રિકેટર માટે શું હશે. માસ્ટર-બ્લાસ્ટરના નામથી આખી દુનિયામાં પ્રખ્યાત સચિને ખૂબ ખ્યાતિની સાથે જ ખૂબ સંપત્તિ પણ મેળવી છે. ખૂબ જ લક્ઝરી જીવન જીવતા સચિન તેંડુલકર પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ છે. તેમના જેટની કિંમત પણ મીડિયા રિપોર્ટ્સમાં 260 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. જોકે આ વિશે ઓફિશિયલ રીતે કંઈ કહી શકાય નહીં.

કપિલ દેવ: એવું કહેવામાં આવે છે કે ભારતના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર કપિલ દેવ પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ છે, જોકે તેમના જેટની કિંમત વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.