કમાણીની બાબતમાં સૌથી આગળ છે વિરાટ કોહલીનું બેટ, જાણો અન્ય ક્રિકેટર કેટલી કમાણી કરે છે પોતાના બેટમાંથી

Uncategorized

ભારતીય ટીમના કેપ્ટન રહી ચુકેલા મહેંદ્ર સિંહ ધોની ભલે કમાણીની બાબતમાં સૌથી આગળ હોય પરંતુ હવે તેમને વિરાટ કોહલી તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. બેટમાંથી કમાણીની બાબતમાં કોહલીએ ધોનીને પાછળ છોડી દીધો છે. જોકે ધોની મેદાનની બહાર જાહેરાતોથી કમાણી કરવામાં કોહલી કરતા આગળ છે. ધોની ટીવી જાહેરાતો વગેરે દ્વારા આઠ કરોડ રૂપિયાની કમાણી કરે છે. તો કોહલીની કમાણી પાંચ કરોડ રૂપિયા છે.

અજિંક્યા રહાણેને બેટ, શૂઝ અને કપડા માટે 1.5 કરોડ રૂપિયા મળે છે. રહાણે બેટ પર નાઇકે નું સ્ટીકર લગાવે છે.

રોહિત શર્માનો પણ સીએટી સાથે કરાર છે. તેના બદલામાં તેમને 3 કરોડ રૂપિયા મળે છે. સીએટી પહેલા રોહિતે એમઆરએફ સાથે કરાર કર્યો હતો.

ડાબા હાથના ઓલરાઉન્ડર યુવરાજસિંહ બેટ, કપડાં અને શૂઝના એન્ડોઝમેન્ટના બદલામાં 4 કરોડ રૂપિયા લે છે. યુવીએ પુમા સાથે કરાર કર્યો છે.

બેટ્સમેન શિખર ધવનને એમઆરએફનું સ્ટીકર બેટ પર લગાવવા માટે 3 કરોડ રૂપિયા મળે છે. તે લાંબા સમયથી એમઆરએફના બેટથી રમી રહ્યા છે.

બેટ્સમેન ક્રિસ ગેલને બેટ પર સ્પાર્ટનનો લોગો લગાવવા માટે 3 કરોડ રૂપિયા મળે છે. ગેલ સ્પાર્ટનના અલગ-અલગ પ્રકારના બેટનું પ્રમોશન પણ કરે છે.

ભારતીય વનડે અને ટી 20 ટીમના કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્રસિંહ ધોનીને સ્પાર્ટન સ્ટીકર માટે છ કરોડ રૂપિયા મળતા હતા.

વિરાટ કોહલી તેના બેટ પર એમઆરએફનો લોગો લગાવવાના બદલામાં આઠ કરોડ રૂપિયા લે છે. આ સિવાય કોહલીને ડ્રેસ અને શૂઝ માટે પણ બે કરોડ રૂપિયા મળે છે.

Leave a Reply

Your email address will not be published.