ભારતમાં જો કોઈ રમત સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, તો તે ક્રિકેટ છે. ક્રિકેટની રમતમાં ઘણા એવા દિગ્ગઝ ખેલાડીઓ આવ્યા છે જેમણે પોતાની દમદાર બેટિંગ અથવા બોલિંગના આધારે પોતાની એક અલગ જ સ્ટોરી લખી છે અને દેશને ગર્વ અપાવ્યું છે. આ સાથે જ ક્રિકેટ જગતના કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેઓ પોતાની રમતની સાથે-સાથે સરકારી નોકરી પણ કરે છે. ખરેખર આ ખેલાડીઓને ક્રિકેટની રમતમાં તેમના અતુલ્ય યોગદાન માટે સરકારી નોકરીઓ આપવામાં આવી છે. જેના કારણે આ ખેલાડીઓ કરોડો રૂપિયાની કમાણી કરવાની સાથે સાથે સરકારી નોકરી પણ કરે છે, તો ચાલો જાણીએ ક્રિકેટ જગતના આ ખેલાડીઓ વિશે.
એમએસ ધોની: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોની કોઈ ઓળખના મોહતાજ નથી, આ ખેલાડી ક્રિકેટમાં પોતાની જબરદસ્ત બેટિંગની સાથે સાથે પોતાની શ્રેષ્ઠ વિકેટકીપિંગ માટે પણ પ્રખ્યાત છે. તેણે ભારતીય ક્રિકેટ ટીમને ઘણી ઐતિહાસિક જીત પણ અપાવી છે. જ્યાં સુધી ધોની ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા ત્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમે બે વર્લ્ડ કપ મેચ જીતી હતી અને સાથે જ ટીમ ટેસ્ટ મેચની નંબર વન ટીમ રહી હતી. પરંતુ એમએસ ધોનીને કેટલીક સફળતા પછી ભારતીય સેનામાં લેફ્ટનન્ટના પદથી નવાજવામાં આવ્યા છે. અવારનવાર માહી જ્યારે ફ્રી હોય છે ત્યારે તે પોતાનો મોટાભાગનો સમય ભારતીય સેના સાથે પસાર કરે છે.
સચિન તેંડુલકર: માહિતી માટે તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકરને ગોડ ઓફ ધ ક્રિકેટના નામથી પણ ઓળખવામાં આવે છે. પોતાની સુંદર બેટિંગના દમ પર તેણે માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડી છે. ભારતીય ક્રિકેટ ટીમમાં આટલી સફળતા મેળવ્યા પછી, સચિન તેંડુલકરને ભારતીય વાયુસેના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે તેમને વાયુસેનામાં ગ્રુપ કેપ્ટનના પદથી પણ નવાજવામાં આવ્યા હતા.
હરભજન સિંહ: હરભજન સિંહ પણ ભારતીય ક્રિકેટ ટીમના એક દમદાર બોલર રહી ચૂક્યા છે, તેણે પોતાની દમદાર બોલિંગના આધારે ઘણી વખત ભારતને જીત અપાવી છે, ત્યાર પછી હરભજન સિંહને પંજાબ પોલીસમાં ડીએસપીનું પદ આપવામાં આવ્યું હતું. ક્રિકેટથી કરોડો રૂપિયાની કમાણી કરવાની સાથે હરભજન સિંહ પોતાની સરકારી નોકરી પણ કરી રહ્યા છે.
કપિલ દેવ: તમે દરેક લોકોએ કપિલ દેવના જીવન પર બનેલી 83 ફિલ્મ જોઈ હશે. તો તમે બધા લોકો એ વાત જાણતા હશો કે 1983ના વર્લ્ડ કપની મેચ જીતવા માટે કપિલ શર્માએ ખૂબ મહેનત કરી હતી. અને તેમની મહેનતનું જ પરિણામ હતું કે ભારતીય ક્રિકેટ ટીમે પહેલી વખત વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી. ત્યાર પછી કપિલ દેવે ભારતીય ક્રિકેટ ટીમમાંથી નિવૃત્તિ લીધી અને તેમને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદથી નવાજવામાં આવ્યા હતા.
જોગીન્દર શર્મા: વર્ષ 2007માં ભારતીય ક્રિકેટ ટીમે જે વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી હતી તે મેચ જીતવામાં જોગીન્દર શર્માનો મોટો હાથ હતો. જોગીન્દર શર્મા એક દમદાર બોલર છે. તેણે 2007ની ક્રિકેટ મેચ દરમિયાન જે લાસ્ટ ઓવર ફેંકી હતી, તે દરેકને યાદ હશે, તે જ ઓવર એ ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ત્યાર પછી જોગીન્દર શર્મા ફરી ક્યારેય ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા મળ્યા નથી. હવે તે હરિયાણામાં ડીએસપીની પોસ્ટ પર છે અને ખૂબ જ નિષ્ઠાથી પોતાનું કામ કરી રહ્યા છે.