બોલિવૂડની આ 7 કપલે સાબિત કરી દીધું કે ‘પ્રેમ આંધળો હોય છે’, તસવીરો જોઈને આવી જશે વિશ્વાસ

બોલિવુડ

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે. તે ઉંમર, રંગ, શારીરિક બનાવટ, જાતિ, ધર્મ તરફ જોતો નથી. પ્રેમ કોઈને પણ, કોઈ પણ સાથે, ગમે ત્યાં થઈ શકે છે. બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવતા કેટલાક કલાકારો સાથે પણ આવું જ બન્યું છે. આજે અમે તમને એવી જ 7 પ્રખ્યાત જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બિલકુલ મેચ થતી નથી. તો ચાલો જાણીએ તે 7 જોડી વિશે.

જુહી ચાવલા – જય મહેતા: 90 ના દાયકાની સૌથી વધુ ચર્ચિત અભિનેત્રીઓમાં જૂહી ચાવલાનું નામ પણ શામેલ છે. જૂહીએ વર્ષ 1995 માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા. જય મહેતા લૂકમાં ઝૂહી કરતા વધુ મોટા લાગે છે, જ્યારે ઝૂહીની સુંદરતા આજે પણ અકબંધ છે.

રાની મુખર્જી – આદિત્ય ચોપડા: અભિનેત્રી રાની મુખર્જી બોલિવૂડનું એક જાણીતું નામ છે. રાનીએ વર્ષ 2014 માં યશ રાજ ફિલ્મ્સના ચેયરમેન આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. બંનેની જોડી ખૂબ જ અલગ લાગે છે. રાનીની ઉંમર જ્યારે 42 વર્ષ છે, તો આદિત્યની ઉંમર 49 વર્ષ છે. બંનેની જોડી બિલકુલ મેચ થતી નથી. બંનેની જોડીની ગણતરી સુંદર કપલમાં થતી નથી. આદિત્ય અને રાની એક પુત્રી, આદીરાના માતાપિતા છે.

શ્રીદેવી – બોની કપૂર: દિગ્ગઝ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવી હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર તરીકે જાણીતી છે. શ્રી દેવીએ પહેલા લગ્ન 1985 માં મિથુન ચક્રવર્તી સાથે કર્યા હતા, જ્યારે બોનીએ પહેલા લગ્ન મોના કપૂર સાથે કર્યા હતા. શ્રીદેવી 1988 માં મિથુનથી અલગ થઈ ગઈ હતી. તો ટૂંક સમયમાં જ બોનીએ પણ મોનાથી અંતર બનાવી લીધું હતું. ત્યાર પછી શ્રીદેવી અને બોનીએ વર્ષ 1996 માં લગ્ન કર્યા. પરંતુ આ જોડી બિલકુલ મેચ થતી નથી. બોની ઉંમરમાં ખૂબ મોટો લાગે છે, જ્યારે શ્રીદેવી ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગતી હતી.

ફરાહ ખાન – શિરીષ કુંદર: ફરાહ ખાન તેના પતિ શિરીષ કુંદરથી લગભગ આઠ વર્ષ મોટી છે. ઉંમરમાં મોટી હોવાની સાથે જ ફરાહ શિરીષથી શારીરિક રૂપમાં પણ ખૂબ મોટી લાગે છે. ફરાહ અને શિરીષની જોડી પણ બિલકુલ મેચ થતી નથી. જણાવી દઈએ કે ફરાહ કોરિયોગ્રાફર-ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર છે, જ્યારે શિરીષ કુંદર એક ફિલ્મ એડિટર છે. બંનેએ વર્ષ 2004 માં સાત ફેરા લીધા હતા. આજે બંને બે પુત્રીઓ અને એક પુત્રના માતા-પિતા છે.

અર્પિતા ખાન – આયુષ શર્મા: અર્પિતા ખાન અભિનેતા સલમાન ખાનની બહેન છે. અર્પિતા અને અભિનેતા આયુષ શર્માની જોડી બિલકુલ મેચ થતી નથી. અર્પિતા ખાન અને આયુષ શર્માની જોડીને પણ ઘણીવાર ટ્રોલિંગનો શિકાર થવું પડે છે. 31 વર્ષીય અર્પિતા ખાને વર્ષ 2014 માં આયુષ શર્મા સાથે સાત ફેરા લીધા હતા. બંને આજે આહિલ નામના પુત્રના માતા-પિતા છે.

નીતિ ટેલર – પરીક્ષિત બાવા: નીતિ ટેલર એક ટીવી અભિનેત્રી છે. નીતિએ ઓગસ્ટ 2020 માં તેના મંગેતર પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યા હતા. આ કપલ પણ ચાહકોને બિલકુલ પસંદ નથી કરતું. બંનેની ઉંમરમાં મોટો તફાવત હોવાની સાથે, બંનેની શારીરિક રચના પણ બંનેની જોડીને મિસમેચ બનાવવાનું કામ કરે છે.

ટ્યૂલિપ જોશી – કેપ્ટન નાયર: 41 વર્ષીય ટ્યૂલિપ જોશી લૂકમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે. લોકો તેમની સુંદરતાના દિવાના છે. કેપ્ટન નાયરને જોઇને એવું બિલકુલ લાગતું નથી કે તે ટ્યૂલિપનો પતિ છે. બંનેની જોડી પણ મિસમેચ કપલ કહેવાય છે. રંગમાં તફાવત હોવાની સાથે આ કપલની હાઈટમાં પણ તફાવત છે. ટ્યૂલિપ તેના પતિ કેપ્ટન નાયર કરતા હાઈટમાં ઉંચી છે.

સિમોન સિંહ – ફરહાદ સમર: ટીવીની સુંદર અને જાણીતી અભિનેત્રીઓમાં સિમોન સિંહનું નામ પણ શામેલ છે. 46 વર્ષની ઉંમરે પણ પોતાની સુંદરતાથી સિમોન ગજબ કહેર ફેલાવે છે. સિમોન સિંહનું દિલ ફરહાદ સમર પર આવ્યું. સિમોને વર્ષ 2000 માં ફરહાદ સમર સાથે લગ્ન કર્યા હતા. બંનેની જોડી અન્ય બધી જોડીની જેમ મિસમેચ છે. સિમોન લૂકમાં ખૂબ જ સુંદર છે, તેથી ફરહાદ તેમનાથી એકદમ અલગ લાગે છે.

2 thoughts on “બોલિવૂડની આ 7 કપલે સાબિત કરી દીધું કે ‘પ્રેમ આંધળો હોય છે’, તસવીરો જોઈને આવી જશે વિશ્વાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *