આ છે ટેલીવિઝનની દુનિયાની 10 બેમેળ જોડીઓ, છતા પણ તેમને દર્શકોનો મળ્યો ખૂબ પ્રેમ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

મનોરંજન

ભારતીય સિનેમાની એક પરંપરા છે. કોઈ પણ ફિલ્મ કે સિરિયલ લવ સ્ટોરી વગર ન તો શરૂ થાય છે કે ન તો સમાપ્ત. આવી સ્થિતિમાં ઘણી વાર અભિનેતાઓ અને અભિનેત્રીઓએ પોતાનાથી મોટી ઉંમરના કલાકારો સાથે રોમાંસ કરવો પડે છે. આ રોમાંસ સ્ક્રીન થી લઈને ઓફસ્ક્રીન સુધી ચર્ચાનો વિષય બને છે. કેટલીકવાર શૂટ કરવું સ્ટાર્સ માટે ઓફ કેમેરા પર સરળ નથી હોતું પરંતુ ઘણી એવી જોડીઓ છી જેમણે બેમેળ હોવા છતા પણ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

ચાલો જાણીએ આવી જ કેટલીક કપલ વિશે. જે ઉંમરની દ્રષ્ટિએ તો સ્ક્રીન પર ફિટ બેઠી નથી, પરંતુ તેમને પોતાના પાત્રના બળ પર દર્શકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી છે.

પ્રિયલ મહાજન અને અમર ઉપાધ્યાય: પ્રિયલ મહાજન અને અમર ઉપાધ્યાય શો ‘મોલ્કી’માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળે છે. બંનેની બોન્ડિંગ અને કેમિસ્ટ્રી ચાહકોને ખરેખર આકર્ષક લાગે છે. શોની વાત કરીએ તો, પ્રિયલ અમરની બીજી પત્નીનું પાત્ર નિભાવી રહી છે, જે તેના કરતા ઘણી નાની છે. જણાવી દઈએ કે બંનેની ઉંમરમાં લગભગ 25 વર્ષનો તફાવત છે. પરંતુ બંનેએ તેમની કલાકારીથી દર્શકોનું દિલ જીતી લીધું છે.

અનુષ્કા સેન અને વિકાસ મનકતલા: સીરીયલ ‘ઝાંસી કી રાની’ ની અભિનેત્રી અનુષ્કા સેન અને અભિનેતા વિકાસ મનકતલાની જોડી બેસ્ટ કપલના લિસ્ટમાં શામેલ થાય છે. બંનેની કેમિસ્ટ્રી ચાહકોને પણ ખૂબ પસંદ આવે છે. બંનેનું પાત્ર પણ તેમના પર ખૂબ સૂટ થાય છે. અનુષ્કા અને વિકાસની ઉંમરમાં લગભગ 18 વર્ષનો તફાવત છે. જ્યારે અનુષ્કા 18 વર્ષની અને વિકાસ 36 વર્ષનો છે.

રીમ શેખ અને સેહબાન આઝીમ: શો ‘તુઝસે હૈ રાબતા’ દરેકનો ફેવરિટ શોમાંથી એક છે. આ શોની સ્ક્રિપ્ટથી લઈને પાત્રો સુધી દરેક ચાહકોને ખૂબ પસંદ આવે છે. શોમાં રીમ શેખ અને સેહબાન અઝીમની જોડી ચાહકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે બંને વચ્ચે 17 વર્ષનો તફાવત છે.

અવિકા ગૌર અને મનીષ રાય સિંઘન: ટેલિવિઝન શો સસુરાલ સિમર કા પણ બેસ્ટ શોના લિસ્ટમાં શામેલ છે. શોમાં અવિકા ગૌર અને મનીષ રાયસિંઘનની કેમિસ્ટ્રી ખૂબ સારી છે. જણાવી દઈએ કે બંને ઘણા વર્ષો સુધી આ શોનો ભાગ રહી ચુક્યા છે. જ્યારે આ શોમાં બંને સાથે કામ કરી રહ્યા હતા ત્યારે અવિકા 22 વર્ષની હતી અને મનીષ 44 વર્ષનો હતો.

શાહિર શેખ અને રિયા શર્મા: ‘યે રિશ્તે હૈ પ્યારે કે’માં શાહિર શેખ અને રિયા શર્માની જોડી દરેકને ખૂબ જ પસંદ આવે છે. બંનેની ઉંમરમાં લગભગ 12 વર્ષનો તફાવત છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન રિયાએ એ આ ખુલાસો પણ કર્યો હતો કે તે હંમેશાં તેના બાળપણના ક્રશ શાહિર સાથે કામ કરવા ઈચ્છતી હતી.

પ્રવિષ્ટ મિશ્રા અને ઔરા ભટનાગર: ‘બેરિસ્ટર બાબુ’ શો વિશે દરેક જાણો છો. આ સિરિયલમાં પ્રવિષ્ટ મિશ્રા અને ઔરા ભટનાગર મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળે છે. જણાવી દઈએ કે બંનેની ઉંમરમાં ઘણો તફાવત છે, જ્યાં ઔરા ભટનાગર 10 વર્ષની છે, તો પ્રવિષ્ટ મિશ્રા 27 વર્ષનો છે, પરંતુ બંનેની જોડી ઓન સ્ક્રીન ધમાલ મચાવવામાં સફળ રહી છે.