મિસાલ બની આ સેલિબ્રિટી કપલ, માત્ર આટલા જ રૂપિયામાં કર્યા લગ્ન અને બચેલા પૈસા કોરોના દર્દીને કરશે દાન

Uncategorized

બોલીવુડ અથવા ટીવી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ લગ્ન થાય છે ત્યારે તે લગ્ન ખૂબ જ ધામધૂમ રીતે અને લક્ઝરી રીતે થાય છે. સામાન્ય રીતે આ સેલિબ્રિટી પોતાના લગ્નમાં દેખાડાના ચક્કરમાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ તેનાથી વિરુધ, એક ટીવી કપલ એવી પણ છે જેણે માત્ર 150 રૂપિયામાં લગ્ન કર્યા. ખરેખર ‘નામકરણ’ ફેમ વિરાફ પટેલ અને અભિનેત્રી સલોની ખન્ના તાજેતરમાં જ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છે.

વિરાફ પટેલ અને સલોની ખન્નાએ મુંબઈની બાંદ્રા કોર્ટમાં 6 મેના રોજ ખૂબ જ સરળતા સાથે લગ્ન કર્યા છે. આ નિર્ણય પાછળ એક સારું કારણ પણ છે. તેણે તેના લગ્ન માટે જે બચત કરી હતી, તેને હવે આ કપલ કોરોના દર્દીને મદદ કરવા માટે દાનમાં આપી રહ્યા છે.

મીડિયા સાથે વાત કરતાં વિરાફે જણાવ્યું કે તેણે આ લગ્ન માત્ર 150 રૂપિયામાં કેવી રીતે કર્યા. તેમાં મેરેજ રજિસ્ટરને તેમને 100 રૂપિયા ફી ચૂકવવી પડી હતી જ્યારે 50 રૂપિયા ફોટો કોપી કરવામાં ખર્ચ કરવામાં આવ્યા હતા. તેમણે આગળ કહ્યું કે અમે લગ્ન માટે જે સેવિંગ કરી હતી અમે તેનો ઉપયોગ કોરોના સાથે લડતા લોકોની સહાય માટે કરીશું. આશા છે કે તેનાથી અમારા સાથને વધુ અર્થ મળશે.

બીજી રસપ્રદ વાત એ છે કે વિરાફ પટેલે પોતાની જીવનસાથી સલોનીને લગ્નમાં કિંમતી રિંગની જગ્યાએ રબર્ડ બેન્ડ પહેરાવી. તેણે જણાવ્યું કે લોકડાઉનને કારણે તેને કોઈ રિંગ મળી રહી ન હતી, તેથી તેણે રબર બેન્ડની વીંટી બનાવીને તેની પત્ની પહેરાવી.

વિરાફની સાથે તેની પત્ની સલોની ખન્નાને પણ આ લગ્ન ખૂબ પસંદ આવ્યા. તેણે કહ્યું કે ‘હું થોડી નર્વસ પણ છું પરંતુ ઉત્સાહિત પણ છું. મને સારાની આશા છે. મે જેટલું વિચાર્યું હતું આ લગ્ન તેનાથી પણ વધારે યાદગાર સાબિત થયા.’ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, વિરાફ સલોનીએ થોડા લોકોને તેમના લગ્નમાં આમંત્રણ આપ્યું. તેમાં વિરાફ અને સલોનીના નિકટના મિત્રો સાકેથ સેઠી, આરતી અને નીતિન મીરાણી શામેલ થયા હતા.

 

સાકેત શેઠીએ વિરાફ સલોનીના લગ્નની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર શેર કરી છે. ચાહકો દ્વારા તેના લગ્નની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જ્યારે લોકોને જાણ થઈ કે બંને એ 150 રૂપિયામાં લગ્ન કરીને બાકીની રકમ કોરોના દર્દીને દાનમાં આપવાનું નક્કી કર્યું છે તો દરેક તેમની પ્રસંશા કરી રહ્યા છે. લોકોએ કહ્યું કે બધા સેલિબ્રિટી એ આ કપલ પાસેથી કંઈક શીખવું જોઈએ.