ઘરના આ ખુણામાં લગાવો અરીસો, બદલી જશે તમારું નસીબ અને મળવા લાગશે ધન લાભ

ધાર્મિક

વાસ્તુ શાસ્ત્રમાં અરીસા સાથે જોડાયેલી ઘણી ખાસ ટીપ્સ જણાવવામાં આવી છે. જેની મદદથી આર્થિક તંગી દૂર થઈ શકે છે. ઘરમાં અરીસો લગાવતી વખતે જો વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં ક્યારેય પણ પૈસાની અછત થતી નથી અને ઘર હંમેશા પૈસાથી ભરેલું રહેશે. તો ચાલો જાણીએ અરીસા સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ વિશે.

જે લોકોને પૈસાની અછત છે અને ઘરમાં પૈસાની તંગી ચાલી રહી છે. તે લોકો ડાઈનિંગ ટેબલની સામે અરીસો લગાવવો જોઇએ. અરીસો એ રીતે લગાવો જેમાં આખું ડાઇનિંગ ટેબલ દેખાય. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ કરવાથી ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ થતી નથી અને પૈસામાં વધારો થવા લાગે છે.

ધન લાભ મેળવવા માટે ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશાની દીવાલ તરફ અરીસો લગાવો. આ દિશાને શુભ માનવામાં આવે છે અને આ દિશામાં અરીસો લગાવવાથી ધંધામાં આવતી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જ અચાનક ધન લાભ પણ મળે છે.

પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે બેડરૂમના દરવાજાની બરોબર સામે અરીસો લગાવી દો. આ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ ઉપરાંત જો કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે પણ મળી શકે છે.

રાખો આ બાબતોનું ધ્યાન: વાસ્તુ શાસ્ત્ર મુજબ જો અરીસો ખોટી જગ્યાએ લગાવવામાં આવે તો મુશ્કેલીઓ વધી જાય છે. તેથી જ્યારે પણ તમે ઘરમાં અરીસો લગાવો છો ત્યારે દિશાનું ધ્યાન જરૂર રાખો અને ખોટી દિશામાં લગાવવાથી બચો. એવું માનવામાં આવે છે કે ખોટી દિશામાં અરીસો લગાવવાથી પૈસાનું નુક્સાન થવા લાગે છે અને પૈસા ટકતા નથી.

વાસ્તુ મુજબ ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય અરીસો ન લગાવવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. ઘરમાં ક્યારેય બે અરીસાને સામ-સામે ન લગાવવા જોઈએ તેનાથી લડાઈ વધે છે.

બેડરૂમમાં ક્યારેય પણ બેડની સામે અથવા બેડની પાછળ અરીસો ન લગાવવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે. ઘરમાં જ્યારે પણ અરીસો લગાવો ત્યારે આ વાતનું જરૂર ધ્યાન રાખો કે અરીસો તૂટેલો ન હોવો જોઇએ. તૂટેલા અરીસાથી શુભ ફળ મળતું નથી અને ઘરના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.