કિચનમાં રસોઈ બનાવ્યા પછી ચૂલ્હા પર રાખી દો આ વિશેષ ચીજ, ઘરમાં આવતા રહેશે પૈસા જ પૈસા

ધાર્મિક

દરેક વ્યક્તિની ઇચ્છા છે કે તેના ઘરમાં હંમેશા પ્રગતિ થતી રહે. જો કે આવું દરેક સાથે થાય તે જરૂરી નથી. એવું નથી કે પોતાના ઘરની પ્રગતિ માટે કોઈ સખત મહેનત કરતા નથી. સામાન્ય રીતે દરેક વ્યક્તિ રાત-દિવસ કામ કરે છે અને તેમના પ્રયત્નો પણ એવા જ હોય છે તેમનો પરિવાર સુખ અને સુવિધાઓ સાથે રહે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે તમારું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે આ ખરાબ નસીબ હાથ-પગ ધોઈને કોઈની પાછળ પડી જાય છે તો બધા કામ વ્યર્થ બનવા લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારા ઘરના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકો છો.

અમારો આજનો ઉપાય તમારા ઘરના કિચન સાથે જોડાયેલો છે. કિચન એક એવી જગ્યા છે જેનું જોડાણ ઘરના બધા લોકો સાથે હોય છે. તેમાં બનતું ભોજન દરેકના પેટમાં જાય છે. આવી સ્થિતિમાં કિચનની અંદરની ઉર્જા આખા ઘરની આર્થિક અને માનસિક સ્થિતિ પર અસર કરે છે. બીજી વાત એ પણ છે કે દરેક કિચનમાં અન્નપૂર્ણા દેવીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં જો તમે તેમને પ્રસન્ન રાખવા ઈચ્છો છો તો કિચનમાં એક સકારાત્મક વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે. જો નકારાત્મક વાતાવરણ હોય તો અન્નપૂર્ણાજી ગુસ્સે થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ ભોજન બનાવ્યા પછી નાનુ કામ કરશો તો તમારી બધી સમસ્યાઓ એક સાથે હલ થઈ જશે અને ઘરની બરકત પણ ઓછી થશે નહિં.

લગભગ દરેક ઘરમાં રોટલી જરૂર બને છે. આવી સ્થિતિમાં જ્યારે તમારી રોટલી બની જાય અને તમે તવો બંધ કરો તો લોટનો એક નાનો ટુકડો ચપટો કરીને તેને તવા પર રાખી દો. તવો ગરમ રહેશે તેથી તે થોડા સમયમાં શેકાઈ પણ જશે. ત્યાર પછી આ શેકાઈ ગયેલા આ લોટના ટુકડાને તમે તમારા ગેસના ચુલા પર ભોગ સ્વરૂપે રાખી દો. આ ભોગ તમે તમારા કિચનમાં રહેલી સારી અને ખરાબ શક્તિઓને લગાવો છો. તેનાથી તે તમારા કામમાં અવરોધ લવશે નહિં અને તમારા ઘરમાં શાંતિ જાળવાઈ રહેશે. તમારા આ કામથી તે ખુશ થાય છે અને ઘરમાં કોઈ પણ નેગેટિવ ઉર્જા આવવા નહિં દે. આ રીતે કિચનમાં માત્ર પોઝિટીવ વાતાવરણ જ રહેશે જેનાથી અન્નપૂર્ણા દેવી પણ પ્રસન્ન થઈ જાય છે. આ રીતે તમારા ઘરની બરકત ઓછી થશે નહિં અને ઘર પ્રગત્તિ કરવા લાગશે.

અન્ય એક વાતનું ધ્યાન રાખો કે ચૂલા પર તમે જે લોટનો ટુકડો રાખ્યો છે તેને પછી ફેંકો નહિં પરંતુ કોઈ પ્રાણી જેમ કે કૂતરો, ગાય અથવા કાગડાને ખવડાવી દો. તેનાથી અન્નનું કોઈ નુકસાન થશે નહીં અને તમને પુણ્ય પણ મળશે. જે દિવસે તમારા ઘરે રોટી ન બને તે દિવસે તમે ચૂલા પર કોઈ અન્ય ખાદ્ય સામગ્રી પણ રાખી શકો છો. જો આ કામ તમે સવાર અને સાંજ બંને સમયે ભોજન બનાવ્યા પછી કરો છો તો તમને ખૂબ લાભ મળશે.