અભિનંદન બાબુરાવ! એનએસડીના અધ્યક્ષ બન્યા પરેશ રાવલ, આ ફિલ્મો દ્વારા ચાહકોના દિલ પર કર્યું રાજ 

બોલિવુડ

હેરા ફેરી, માલામાલ વીકલી, હંગામા અને ગરમ મસાલા જેવી ફિલ્મોથી લોકોને હસાવનાર દિગ્ગજ અભિનેતા પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. તેણે તેની કારકિર્દીની શરૂઆત એક વિલન તરીકે કરી હતી અને આવી ભૂમિકામાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

આ પછી પરેશ રાવલ એક હાસ્ય કલાકાર તરીકે ખૂબ લોકપ્રિય થયા. પોતાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરનાર પરેશ રાવલે લોકોને ખૂબ હસાવ્યા પણ છે. ફિલ્મ સર માં ખલનાયકની ભૂમિકા માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. આજે તમને જણાવીએ તેમની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મ વિશે.

સર

1993 માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘સર’ માં પરેશ રાવલે એક ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં તેમના સિવાય નસીરુદ્દીન શાહ, સોની રાઝદાન, પૂજા ભટ્ટ, ગુલશન ગ્રોવર જોવા મળ્યા હતા. ફિલ્મની સ્ટોરી એવા પરિવાર વિશે છે જે બે  ગેંગસ્ટરની લડત વચ્ચે આવી જાય છે અને તેમના પુત્ર નું મૃત્યુ થાય છે. આ ફિલ્મ માટે પરેશ રાવલે ફિલ્મફેયર ફોર બેસ્ટ સપોર્ટિંગ એકટરનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા નિભાવવા બદલ તેમણે રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો હતો.

હેરા ફેરી

બાબુ રાવ ગણપત રાવ આપટે ને કોણ નથી જાણતું. હેરા ફેરી શ્રેણીમાં બાબુરાવ ગણપત રાવ આપટેની ભૂમિકા નિભાવીને પરેશ રાવલે લોકોને ખૂબ હસવ્યા. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ રામજી રાવ કોલિંગની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં, ત્રણ જુદા જુદા લોકો એક સાથે રહે છે અને પછી તેમના જીવનમાં એક ખોટા કોલને કારને ખળભળાટ મચી જાય છે. આ સ્ટોરી  જેમ-જેમ આગળ વધી તેમ તેમ તેમ મનોરંજક થતી રહી. વર્ષ 2000 માં આવેલી આ ફિલ્મ માટે પરેશ રાવલે ફરી એકવાર ફિલ્મફેયર ફોર બેસ્ટ કૉમિક પર્ફોર્મન્સનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ફિલ્મની સફળતા બાદ પરેશ રાવલે ઘણી ફિલ્મોમાં કોમેડી રોલ નિભાવ્યા હતાં.

આંખે

વિપુલ અમૃતલાલ શાહ ના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આંખે માં  પરેશ રાવલ ઉપરાંત અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અર્જુન રામપાલ, સુષ્મિતા સેન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં પરેશે એક અંધ વ્યક્તિનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક બેંકને લૂંટવાની યોજના બનાવે છે જેમાં અક્ષય કુમાર, અર્જુન રામપાલ અને પરેશ રાવલ આંધળા થઈને આ ઘટનાને અંજામ આપે છે. ફિલ્મની સ્ટોરી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.જોકે પરેશ રાવલના પાત્રનું મૃત્યુ ક્લાઇમેક્સ પહેલા થઈ જાય છે, પરંતુ ફિલ્મમાં પરેશનું પાત્ર એ ફિલ્મની સ્ટોરીનો છેલ્લો એપિસોડ છે. તેની કોમેડીએ ફિલ્મનું ટેન્શન ઓછું કરવાનું કામ કર્યું હતું.

હંગામા

આ જબરદસ્ત કોમેડી ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું હતું. આ તેની જ મલયાલમ ફિલ્મ પોચ્ચાકોડુ મોકુટ્ઠીની સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં રિમિ સેન, અક્ષય ખન્ના, આફતાબ શિવદાસાની, શક્તિ કપૂર, રાજપાલ યાદવ અને પરેશ રાવલે મુખ્ય ભુમિકા નિભાવી હતી. તે એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં પરેશ રાવલનું પાત્ર ચાહકોને ખૂબ પસંદ આવ્યું. આ ફિલ્મ માટે પરેશ રાવલને ફરી એકવાર બેસ્ટ કોમિક પર્ફોર્મન્સ નો એવોર્ડ મળ્યો હતો.

વેલકમ

વર્ષ 2007 માં, અનીઝ બજમીની ફિલ્મ ‘વેલકમ’ સ્ક્રીન પર ખૂબ સફળ રહી હતી. આ ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર, કેટરિના કૈફ, નાના પાટેકર અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં પરેશ રાવલે એક એવા માણસનું પાત્ર નિભાવ્યું હતું જે તેના ભાણિયાના સંબંધને લઈને ચિંતિત રહે છે કારણ કે તેને એક એવી છોકરી જોઈતી હતી જેનો કોઈ ગુંડા પરિવાર સાથે કોઈ સંબંધ ન હોય. આ ફિલ્મમાં પરેશ રાવલના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેની કોમેડીએ ચાહકોનું દિલ જીતી લીધું.

Leave a Reply

Your email address will not be published.