કારકિર્દી સંપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી પણ કરિશ્મા કેવી રીતે ઉઠાવે છે પોતાના બાળકોનો ખર્ચ…? જાણો અહીં

બોલિવુડ

એક સમય હતો જ્યારે કરિશ્મા કપૂર બોલિવૂડની ટોપ અભિનેત્રી હોતી. 46 વર્ષની કરિશ્માએ 90 ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. જોકે લગ્ન કર્યા પછી કરિશ્મા કપૂરે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું અને તે પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ હતી. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી કરિશ્મા કપૂર પતિ સંજય કપૂરથી અલગ થઈ ગઈ હતી અને તેમણે છૂટાછેડા લીધા હતા.

લગ્નના ચાર વર્ષ પછી સંજય કપૂરને છોડીને કરિશ્મા તેના બાળકો સાથે મુંબઇ રહેવા લાગી. હાલમાં કરિશ્મા કપૂર તેના બંને બાળકો, સમાયરા અને કિયાન સાથે એકલી રહે છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે કરિશ્મા કેવી રીતે પોતાના બાળકોના ખર્ચ એકલા સંભાળી રહી છે.

ખરેખર કરિશ્મા ઘણા લાંબા સમયથી ફિલ્મના પડદાથી દૂર છે. જોકે તાજેતરમાં તે વેબ સિરીઝ ‘મેન્ટલહુડ’માં જોવા મળી હતી. આ વેબ સિરીઝ ઉપરાંત કરિશ્માએ કેટલીક જાહેરાતો પણ કરી છે. પરંતુ વેબ સીરીઝ અને જાહેરાતથી મળેલા પૈસાથી પોતાનો ખર્ચ ઉઠાવવો કરિશ્મા માટે સરળ નથી. આવી સ્થિતિમાં તેનો બધો ખર્ચ સંજય કપૂર ઉઠાવે છે.

સંજય અને કરિશ્માના છૂટાછેડાને બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા કહેવામાં આવે છે. સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા પછી, કરિશ્માએ એલિમની તરીકે ખૂબ મોટી રકમ લીધી હતી. કરિશ્મા કપૂર તેના બંને બાળકો સાથે ખારના જે ફ્લેટમાં રહે છે, તે સંજય સાથે છુટાછેડા લીધા પછી મળ્યો છે. આ ફ્લેટ સંજય કપૂરના પિતાનો હતો.

સંજયે તેના બંને બાળકોના નામે 14 કરોડના બોન્ડ ખરીદ્યા છે. જેનું વ્યાજ દર મહિને 10 લાખ રૂપિયા મળે છે. જે કરિશ્મા પાસે જાય છે. કરિશ્મા કપૂરના બંને બાળકો ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કરે છે. બાળકોના અભ્યાસ અને રહેવાનો ખર્ચ સંજય કપૂર ઉઠાવે છે.

સમાયરા અને કિયાન તેમના પિતાની ખૂબ નજીક છે અને ઘણી વાર તેમને મળવા માટે દિલ્હી પણ જાય છે. આટલું જ નહીં, બંને તેમના પિતા સાથે વિદેશમાં પણ રજાઓ પણ પસાર કરે છે.

સંજયની પત્ની પ્રિયા ચટવાલ પણ કિયાન અને સમાયરાની ખૂબ નજીક છે અને તે બંને સાથે સારી બોન્ડિંગ શેર કરે છે. તે જ સમયે સંજય કપૂર પણ બાળકોને મળવા માટે મુંબઈ આવે છે.

નોંધપાત્ર વાત એ છે કે, કરિશ્માએ વર્ષ 2003 માં સંજય સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી તે દિલ્લી શિફ્ટ થઈ ગઈ હતી. લગ્નના થોડા વર્ષો પછી જ કરિશ્મા અને સંજયના સંબંધોમાં અંતર આવવા લાગ્યું અને તે બંને અલગ થઈ ગયા. કરિશ્મા તેના બંને બાળકો સાથે દિલ્હીથી મુંબઇ આવી ગઈ અને સંજય સામે છૂટાછેડા માટે કેસ કર્યો હતો. ત્યાર પછી વર્ષ 2016 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. કરિશ્મા સાથે છુટાછેડા લીધા પછી સંજયે પ્રિયા સાથે લગ્ન કર્યા.

1 thought on “કારકિર્દી સંપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી પણ કરિશ્મા કેવી રીતે ઉઠાવે છે પોતાના બાળકોનો ખર્ચ…? જાણો અહીં

Leave a Reply

Your email address will not be published.