આ દિવસે આવી રહ્યો છે ભગવાન શ્રીકૃષ્ણનો 5248 મો જન્મોત્સવ, જાણો તિથિ મુહુર્ત અને પૂજા વિધિ

ધાર્મિક

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમ તિથિ પર રાહિણી નક્ષત્રમાં થયો હતો અને દર વર્ષે આ તિથિને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગ્રેગોરિયન પંચાંગ મુજબ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઘણી વખત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવે છે. બીજી બાજુ હિન્દુ પંચાંગમાં ઘણી વખત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી બે દિવસે આવે છે. આ બે તિથિઓ સ્માર્ત સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય છે. આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 30 ઓગસ્ટ 2021 ના રોજ આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરે છે તેમના ઘરમાં સુખ રહે છે. જે લોકોને સંતાન નથી તેને સંતાન મળે છે.

કૃષ્ણ જન્માષ્ટમી 2021 ન્નું શુભ મુહૂર્ત: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તિથિ આ વખતે 30 ઓગસ્ટ 2021 ના રોજ આવી રહી છે. આઠમ તિથી 29 ઓગસ્ટ, 2021 ના રોજ રાત્રે 11:25 વાગ્યાથી શરૂ થશે. જ્યારે તે 31 ઓગસ્ટ, 2021 ના રોજ સવારે 01:59 વાગ્યે સમાપ્ત થશે. રોહિણી નક્ષત્રની શરૂઆત 30 ઓગસ્ટ, 2021 ના રોજ સવારે 06:39 થી શરૂ થશે અને 31 ઓગસ્ટ, 2021 ના રોજ સવારે 09:44 વાગ્યે સમાપ્ત થશે. નિશિત કાળ 30 ઓગસ્ટ રાત્રે 11:59 વાગ્યાથી લઈને સવારે 12:44 સુધી રહેશે. અભિજિત મુહૂર્ત સવારે 11:56 વાગ્યાથી લઈને રાત્રે 12:47 વાગ્યા સુધી છે. ગોધૂલી મુહૂર્ત સાંજે 06:32 વાગ્યાથી લઈને સાંજે 06:56 સુધી છે.

ઇચ્છાઓથાય છે પૂર્ણ: ઘણી જગ્યાએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવાની સાથે તેમનું વ્રત પણ રાખવામાં આવે છે. જે ભક્ત આ દિવસે સાચા મનથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

ચંદ્રમાં બને છે મજબૂત: કુંડળીમાં ચંદ્રમા નબળો થવાથી લોકોને શારીરિક દુઃખ પહોંચે છે અને ત્વચા સાથે જોડાયેલા રોગ પણ થાય છે. જો કે જો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે વ્રત રાખવામાં આવે અને ખીરનું દાન કરવામાં આવે તો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે. ખરેખર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે અને તમને અનુકૂળ પરિણામ આપે છે. તેથી જો કુંડળીમાં આ ગ્રહ નબળો છે, તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત જરૂર રાખો.

મળે છે સંતાન: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખવાથી સંતાન પણ મળે છે. જે લોકોને સંતાન નથી. તે લોકો આ દિવસે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરો અને શ્રી કૃષ્ણને ઝુલા ઝુલવો. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણને ઝુલાવવાથી સંતાન પ્રાપ્ત થાય છે અને ઇચ્છિત ચીજ પણ મળી જાય છે.

આ રીતે કરો પૂજા: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાતના સમયે પૂજા કરવામાં આવે છે. રાત્રે તમે શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરો અને સૌ પ્રથમ પંચામૃતથી સ્નાન કરાવો. ત્યાર પછી તેમને જળથી સાફ કરો અને નવા વાઘા પહેરાવો. ત્યાર પછી ઝુલા પર બેસાડીને તેમની પૂજા કરો અને ફળ અને ફૂલ અર્પણ કરો. ત્યાર પછી શ્રી કૃષ્ણની આરતી ગાઓ. આરતી પછી શ્રી કૃષ્ણને અર્પણ કરેલા પંચામૃતને પ્રસાદ તરીકે વહેંચો.