આ દિવસે આવી રહી છે નરસિંહ જયંતિ, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણીક કથા

Uncategorized

વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ચૌદશ તિથિ પર નરસિંહ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે આ જયંતિ 25 મેના રોજ આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર નરસિંહનો જન્મ થયો હતો. નરસિંહ જયંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીની પણ પૂજા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી ભગવાન નરસિંહ પ્રસન્ન થાય છે અને દરેક દુઃખથી રક્ષા કરે છે.

નરસિંહ જયંતી શુભ મૂહુર્ત: વૈશાખ શુક્લ પક્ષ ચૌદશ તિથિ 25 મે 2021 ના રોજ સવારે 12:30 વાગ્યાથી શરૂ થશે. જે 25 મે 2021 ના રોજ રાત્રે 08:35 વાગ્યે સમાપ્ત થશે. બ્રહ્મ મુહૂર્ત 04:10 મિનિટથી 04:57 મિનિટ સુધી છે. અભિજિત કાળ સવારે 11:57 મિનિટથી બપોરે 12:50 મિનિટ સુધી છે અને અમૃત કાળ 08:27 મિનિટથી 09:51 મિનિટ સુધી છે.

પૂજાની રીત: આ દિવસે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. ભગવાનનું સ્મરણ કરો અને વ્રતનો સંકલ્પ કરો. ત્યાર પછી પૂજા સ્થાન પર ગાયનું છાણ લીપો અને કળશ સ્થાપિત કરીને અષ્ટદળ કમળ બનાવો. અષ્ટદળ પર સિંહ, ભગવાન નરસિંહ અને લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર પછી ભગવાન નરસિંહ અને મા લક્ષ્મીના ષોડશોપચારની પૂજા કરો અને તેમની જન્મ કથા વાંચો. બીજા દિવસે સવારે સ્નાન કરીને પૂજા કરો અને બ્રાહ્મણને ભોજન આપો. પછી વ્રતનું પારણ કરો.

નરસિંહ જયંતિની કથા: પ્રાચીન સમયમાં કશ્યપ નામનો રાજા હતો અને તેના બે પુત્રો હતા. જેમાંથી એકનું નામ હરિણ્યાક્ષ અને બીજુંજાનું નામ હિરણ્યકશિપુ હતું. હિરણ્યાક્ષ નો વધ ભગવાન શ્રી વિષ્ણુના હાથે થયો હતો. જેના કારણે હિરણ્યકશિપુને ભગવાન શ્રી વિષ્ણુ પસંદ ન હતા. ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે હિરણ્યકશિપુએ તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ તેમને ‘અજેય’ હોવાનું વરદાન આપ્યું. આ વરદાન મેળવીને હિરણ્યકશિપુએ લોકો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યુ. અને પોતાના રાજ્યમાં વિષ્ણુ પૂજા પર પ્રતિબંધ લગાવ્યો. જોકે હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ વિષ્ણુજીના ભક્ત હતા અને હંમેશા તેમની પૂજામાં લીન રહેતા હતા.

હિરણ્યકશિપુએ ઘણી વખત પ્રહલાદને વિષ્ણુની પૂજા કરવાથી અટકાવ્યા પરંતુ નિષ્ફળ રહ્યા. આવી સ્થિતિમાં હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાનું કાવતરું રચવાનું શરૂ કર્યું. એક દિવસ પ્રહલાદને હિરણ્યકશિપુએ દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે તે ‘મૂર્ખ! તમે ખૂબ જ અસ્પષ્ટ થઈ ગયા છો. તે કોના બળ પર મારી આજ્ઞાની વિરુદ્ધ કામ કર્યું છે? પ્રહલાદે કહ્યું- ‘પિતાજી! બ્રહ્મા થી લઈને તિનકે સુધી બધા નાના-મોટા, ચલ-અચલ જીવોને ભગવાને જ પોતાના વશમાં કરીને રાખ્યા છે.’

પ્રહલાદની વાત સાંભળી હિરણ્યકશિપુ ગુસ્સે ભરાયા અને પ્રહલાદને કહ્યું કે જો તારા ભગવાન સર્વત્ર છે. તો મને જણાવો આ થાંભલામાં શા માટે નથી દેખાતા? આટલું કહીને તેણે તલવારથી પુત્રને મારવાનો પ્રયત્ન કર્યો. ત્યારે થાંભલાની અંદરથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. તેમનું અડધું શરીર સિંહનું અન અડધુ શરીર મનુષ્યના રૂપમાં હતું. નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને પોતા જાંઘો પર લઈને તેની છાતીને પોતાના નખથી ફાડી નાખી અને તેનો વધ કરીને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી. જે દિવસે નરસિંહ ભગવાન પ્રગટ થયા તે દિવસે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચૌદશ તિથિ હતી. ત્યારથી આ દિવસ નરસિંહ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. નરસિંહ ભગવાન શ્રી વિષ્ણુજીના 12 અવતારોમાં છઠ્ઠા અવતાર છે. નરસિંહ ભગવાનની પૂજા કરવાથી દુઃખથી દુશ્મન પર જીત મળે છે.