આ નાનકડા શહેરોમાંથી આવીને, આ અભિનેત્રીઓએ બનાવી લીધું ઇન્ડસ્ટ્રીમાં જબરદસ્ત નામ,લુક અને અદાના છે લાખો ચાહકો

Uncategorized

ટીવી ઇન્ડસ્ટ્રી દેશની પ્રખ્યાત ઇન્ડસ્ટ્રીમાંની એક છે. આવી સ્થિતિમાં, દરેકની ઇચ્છા છે કે તે પણ આ નવી દુનિયામાં પગ રાખે અને પોતે પણ એક સફળ સ્ટાર બને. કંઈક આવું જ સપનું જોનારી અને નાના શહેરોમાંથી આવેલી અભિનેત્રીઓનો આજે અમે તમને પરિચય આપવા જઇ રહ્યા છીએ, જેઓ ફક્ત નાના શહેરોમાંથી જ આવી નથી, પણ તેઓએ ઇ’ન્ડસ્ટ્રીમાં પોતાનું નામ પણ બનાવ્યું છે. અને આજે, માત્ર ઇ’ન્ડસ્ટ્રીમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેના લાખો ચાહકો છે.

રૂબીના દિલાઈક:ટીવીની પ્રખ્યાત સિરિયલ “છોટી બહુ” માં અભિનેત્રી રૂબીના દિલાઈક મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી, રૂબીના એક બીજા શો “શક્તિ-એક અસ્તિત્વ” માં કામ કરી રહી છે. તેમના નિર્દોષ ચહેરાને લીધે, આજે ઘણા લોકો તેમને પસંદ કરે છે. તેમની રિયલ લાઇફ વિશે વાત કરીએ તો શિમલા તેમનું વતન છે. અને તેણે ટીવી અભિનેતા અભિનવ શુક્લા સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા.

દિવ્યાંકા ત્રિપાઠી:ટીવી દુનિયામાં સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ થી ચાહકોના દિલમાં સ્થાન બનાવનારી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ પોતાના લુક અને એક્ટિંગ બંનેથી પોતાનું નામ રોશન કર્યું છે. તેમના વતનની વાત કરીએ તો તે મધ્યપ્રદેશના ભોપાલ શહેરની છે. તેની સિરિયલની દુનિયામાં એન્ટ્રી ‘બનુ મેં તેરી દુલ્હન’ નામની સિરિયલથી થઈ હતી. તેણે ટીવી દુનિયાના અભિનેતા વિવેક દહિયા સાથે વર્ષ 2016 માં લગ્ન કર્યા, જે તેમના સીઓ એક્ટર પણ રહી ચૂક્યા છે.

શિવાંગી જોશી:પ્રખ્યાત ટીવી સીરિયલ “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” માં, નાયરા ની ભૂમિકામાં શિવાંગી જોશી જોવા મળે છે. તેમના શરૂઆતના સમયની વાત કરીએ તો તેમનો આ સમય ઉત્તરાખંડના દહેરાદૂનમાં પસાર થયો હતો. તેમના જન્મની વાત કરીએ તો શિવાંગીનો જન્મ પુણેમાં થયો છે. તેની એક્ટિંગની શરૂઆત તેણે વર્ષ 2013 માં કરી હતી, જેમાં તેણે લાઇફ ઓકેના શોમાં એક્ટિંગ કરી હતી. આ સિરિયલનું નામ “ખેલતી હૈ જિંદગી આંખો મોચોલી” હતું. આ પછી સિરીયલ “બેગુસરાય” માં પણ શિવાંગી જોવા મળી હતી.

સુરભી જ્યોતિ:અભિનેત્રી સુરભી જ્યોતિએ પ્રખ્યાત ટીવી સીરિયલ ‘કબુલ હૈ’ માં પોતાની જોરદાર એક્ટિંગથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા હતા. આ પહેલા પણ ઘણા લોકલ પંજાબી શોમાં કામ કરી ચુકી છે. અભિનેત્રી સુરભી જ્યોતિ પંજાબના જલંધર શહેરની છે. તેની સૌથી વધુ લોકપ્રિયતા વર્ષ 2018 માં વધી જ્યારે તેણે એકતા કપૂરની સિરીયલ “નાગિન 3” માં ઇચ્છાધારી નાગિનની  જોરદાર એક્ટિંગ કરી.

દેવોલિના ભટ્ટાચારજી:અભિનેત્રી દેવવોલીના ભટ્ટાચારજી તેના રિયલ નામ કરતા તેના સીરીયલ નામથી વધુ પ્રખ્યાત છે, જે “ગોપી” છે. તેણે સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ “સાથ નિભાના સાથિયા” માં “ગોપી બહુ” નું પાત્ર નિભાવીને એક વિશાળ ફેનબેસ બનાવ્યો છે. આસામના એક નાના ગામ નજીરાથી આવેલી અભિનેત્રી દેવોલિના આજે એક સફળ અભિનેત્રી તરીકે ઉભરી આવી છે. આટલું જ નહીં, તેમના આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ લાખો ફોલોવર્સ છે.

1 thought on “આ નાનકડા શહેરોમાંથી આવીને, આ અભિનેત્રીઓએ બનાવી લીધું ઇન્ડસ્ટ્રીમાં જબરદસ્ત નામ,લુક અને અદાના છે લાખો ચાહકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *