આ વખતે 2 દિવસ આવી રહી છે અપરા એકાદશી, જાણો 5 અને 6 જૂન માંથી ક્યા દિવસે વ્રત રાખવું છે શ્રેષ્ઠ

ધાર્મિક

જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને અચલા એકાદશી પણ કહે છે. અપરા એકાદશીના વ્રત કરવાથી દુઃખોનો અંત આવે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. તેથી તમારે અપરા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ અને આ દિવસે દાન પુણ્ય પણ કરવું જોઈએ. જો કે વર્ષ 2021 માં કયા દિવસે અપરા એકાદશી આવી રહી છે. તે અંગે થોડી મૂંઝવણ છે.

ખરેખર આ વખતે એકાદશી તિથિ બે દિવસ આવી રહી છે. જે 5 જૂન અને 6 જૂન છે. આવી સ્થિતિમાં, શનિવાર અને રવિવાર બે દિવસોમાંથી કયા દિવસે, એકાદશી તિથિનું વ્રત રાખવું વધુ સારું રહેશે તે દરેક જાણવા ઈચ્છે છે. જ્યારે આ વિશે પંડિતોને પૂછવામાં આવ્યું હતું. તો તેમણે કહ્યું કે રવિવારે એટલે કે 6 જૂને અપારા એકાદશીનો ઉપવાસ કરવો શ્રેષ્ઠ રહેશે. તેથી, તમારે 6 જૂને જ વ્રત અને પૂજા કરવી જોઈએ.

પંડિતો અનુસાર જે તિથિમાં સૂર્યોદય થાય છે. તે તિથિમાં જ વ્રત કરવું શ્રેષ્ઠ ફળ આપે છે. 5 તારીખે એકાદશી તિથિ સૂર્યોદય પહેલા શરૂ થશે અને બીજા દિવસે રવિવારે સૂર્યોદય પછી સુધી રહેશે. તેથી સૂર્યોદયની તિથિમાં એકાદશી વ્રત રાખવું શ્રેષ્ઠ રહેશે. આ વ્રતને તમે શુભ મુહૂર્ત દરમિયાન જ કરો.

અપરા એકાદશી 2021 શુભ મુહૂર્ત: એકાદશી તિથિ 05 જૂન 2021 ના સવારે 04:07 વાગ્યે શરૂ થશે. જે 06 જૂન, 2021 ના રોજ સવારે 06:19 સુધી રહેશે. અપરા એકાદશી વ્રત પારણ શુભ મુહૂર્ત 07 જૂન 2021 ના રોજ સવારે 05:12 થી સવારે 07:59 સુધી રહેશે. આવી સ્થિતિમાં, તમે 6 જૂનના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પૂજા કરીને વ્રતનો સંકલ્પ લઈ શકો છો. બીજી બાજુ 7 જૂને પારણના શુભ સમય દરમિયાન, આ ઉપવાસ તોડી શકો છો.

આ રીતે પૂજા કરો: એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને પોતાને શુદ્ધ કરો. જો શક્ય હોય તો નાહવાના પાણીમાં ગંગા જળ મિક્સ કરો. શુદ્ધ થયા પછી, મંદિરને સાફ કરો અને પૂજા માટે ચોકી સજાવો. ચોકી પર સ્વચ્છ કાપડ પાથરો અને તેના ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. વિષ્ણુજી સામે દીવો પ્રગટાવો અને તમારી પૂજા શરૂ કરો. સૌથી પહેલા ફૂલોની માળા અર્પણ કરો. યાદ રાખો કે ભગવાન વિષ્ણુની પૂજામાં, તેમને માત્ર પીળા ફૂલો ચળાવો.

હવે તેમને ચંદનનું તિલક કરો અને તુલસી પત્ર ચળાવો. સોપારી, લવિંગ, ધૂપ-દીપથી પૂજા કરો અને પંચામૃત, મીઠાઇઓ અને ફળો પણ ચળાવો. વ્રતનો સંકલ્પ કરો અને ભગવાનની પૂજા કરતી વખતે, તેમની સાથે જોડાયેલા પાઠ પણ વાંચો. જો શક્ય હોય તો ‘ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ મંત્રનો જાપ પણ કરો. પૂજા પુર્ણ થયા પછી આરતી કરો.

રાત્રે પણ ભગવાન વિષ્ણુની આ રીતે પૂજા કરો. આ દિવસે, ભોજનમાં માત્ર ફલાહાર કરો અને જમીન પર જ સૂવો. બીજા દિવસે સ્નાન કર્યા પછી કન્યા અથવા બ્રાહ્મણને ભોજન કરાવો. ત્યાર પછી પોતે પણ ભોજન કરો. યાદ રાખો કે વ્રત રાખનારા વ્યક્તિએ આ દિવસે છલ-કપટ અને ખોટું બોલવાથી બચવું જોઈએ.