પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર હંમેશા પોતાના શ્રેષ્ઠ કામથી દર્શકોના દિલ જીતી લે છે. બોલિવૂડ ફિલ્મો અને કોમેડી શોમાં જોવા મળી ચૂકેલા સુનીલ ગ્રોવરની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે. સુનીલ ગ્રોવર અવારનવાર સોશિયલ મીડિયા પર કોઈને કોઈ મજેદાર પોસ્ટ શેર કરતા રહે છે.
ક્યારેક તેઓ સોશિયલ મીડિયા પર કોઈ તસવીર શેર કરે છે તો ક્યારેક વીડિયો પોસ્ટ કરે છે. હાલમાં તેમની ચર્ચા તેમના એક વીડિયોના કારણે થઈ રહી છે. ખાસ વાત એ છે કે તેમાં તે રસ્તા પર લાગેલી દુકાન પર બેસીને ગ્રાહકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા.
જ્યારે ગ્રાહકે તેની પાસેથી સામાન ખરીદવા ઈચ્છ્યું ત્યારે તેમણે આપવાની મનાઈ કરી. સુનિલે કહ્યું કે તે વેચવા કે આપવા માટે નથી. તેમણે એક દુકાનના સામાનને પોતાનો પર્સનલ સામાન જણાવ્યો. અભિનેતાએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પર્સનલ’.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુનીલ ફૂટપાથ પર લાગેલી એક દુકાન પર બેઠો છે. સુનીલ નીચે જમીન પર બેઠો છે. તેમની સામે વિવિધ પ્રકારની જ્વેલરી રાખવામાં આવી છે. સાથે જ એક મહિલા તેમની પાસે નેકલેસ ખરીદવા માટે આવે છે તો તેને તે કોઈ સામાન વેચતા નથી. પરંતુ તે કંઈક એવું કહે છે જેના પર મહિલા હસવા લાગે છે.
View this post on Instagram
સાથે જ સુનીલ પણ મંદ-મંદ હસવા લાગે છે. એક મહિલા જ્યારે જ્વેલરીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સુનીલ પોતાના હાથથી તેનો હાથ હટાવવા લાગે છે. તે કહે છે કે આ વેચાણ માટે નથી, આ તેમનો પર્સનલ સામાન છે, તેને તેઓ વેચશે નહીં. સાથે જ છેલ્લે તેઓ પણ હસવા લાગે છે. તેમના આ વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયો પર અર્ચના પુરણ સિંહે પણ કમેન્ટ કરી છે. તેમણે કમેન્ટમાં લખ્યું છે કે, “હાહાહા. સુનિલ”. સાથે જ સિંગર હર્ષદીપ કૌરે કમેંટમાં લખ્યું કે, “તેણે તેને ખૂબ જ અંગત રીતે લીધું”. અભિનેત્રી નવનીત કૌર ઢિલ્લોને કમેંટ કરી કે, “કેટલું સારું પર્સનલ કલેક્શન છે”.
આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 63 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. યુઝર્સે પણ આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું કે, “ગર્લફ્રેન્ડ માટે ખરીદ્યું છે, નહીં આપો”. સાથે જ એકે લખ્યું કે, “હું આજે પણ ડૉ. મશહૂર ગુલાટીને એંજોય કરું છું”.
હવે વાત કરીએ સુનીલના વર્ક ફ્રન્ટની. જણાવી દઈએ કે આ દિવસોમાં સુનીલ ફિલ્મ ‘ગુડબાય’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મથી સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. 7 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, શિવિન નારંગ, પાવેલ ગુલાટી પણ જોવા મળશે.