દિવાળી પર રાશિ મુજબ પહેરો આ રંગના કપડા, માતા લક્ષ્મી થશે પ્રસન્ન, મળશે તેમના આશીર્વાદ

ધાર્મિક

રંગોનો તહેવાર દિવાળી 24 ઓક્ટોબર 2022 ના રોજ છે. આ દિવસે રાશિ મુજબ રંગોનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ તમારી રાશિ માટે કયો રંગ શુભ રહેશે.

મેષ રાશિ: મેષ રાશિના લોકો માટે આ દિવાળી પર લાલ અને ગોલ્ડન રંગ શુભ રહેશે. આ રાશિના સ્વામી મંગળ છે, આવી સ્થિતિમાં જો તમે આ શુભ પ્રસંગ પર લાલ રંગનો ઉપયોગ કરશો તો મંગળ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે. લાલ રંગ હિંમત નું પ્રતિક છે.

વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકોને દિવાળી પર સફેદ કે વાદળી રંગનો ઉપયોગ કરવાથી સુખ અને સમૃદ્ધિ મળશે. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક છે જ્યારે વાદળી રંગ શક્તિનું પ્રતીક છે.

મિથુન રાશિ: દિવાળી પર નારંગી રંગનો ઉપયોગ મિથુન રાશિના લોકો માટે શુભ ફળ લાવી શકે છે. નારંગી રંગથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

કર્ક રાશિ: કર્ક રાશિના સ્વામી ચંદ્ર માનવામાં આવે છે અને ચંદ્રનો પ્રિય રંગ સફેદ છે. આવી સ્થિતિમાં જો તમે દિવાળી પર સફેદ રંગની સાથે લાલ રંગના કપડા પહેરશો તો તમને ધનની સાથે સૌભાગ્યમાં વૃદ્ધિનું વરદાન મળશે.

સિંહ રાશિ: સિંહ રાશિના લોકો દિવાળી પર બ્રાઉન અથવા મરૂન રંગના કપડાં પહેરશે તો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે. આ રંગ આર્થિક તંગીમાંથી છુટકારાનું કારક બનશે.

કન્યા રાશિ: દિવાળી પર કન્યા રાશિના લોકો માટે લીલો રંગ શુભ રહેશે. લીલો રંગ પ્રકૃતિ અને કંઈક નવું કરવા માટે પ્રેરણા આપે છે. આ રંગના વસ્ત્રો પહેરવાથી માતા લક્ષ્મી તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે.

તુલા રાશિ: તુલા રાશિના સ્વામી શુક્ર છે, જેમને ગુલાબી અને તેજસ્વી સફેદ રંગ પસંદ છે. દિવાળીના દિવસે જો આ રાશિના લોકો આ રંગોના વસ્ત્રો પહેરીને માતા લક્ષ્મીની પૂજા કરે છે તો તેમને વૈભવ અને ખ્યાતિ મળે છે.

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના લોકો માટે દિવાળી પર પીળા અથવા લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ રહેશે. આ દિવસે આ રંગોનો વધુમાં વધુ ઉપયોગ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદથી ધનના માર્ગો ખુલી જશે.

ધન રાશિ: દિવાળીના દિવસે પીળો રંગ અથવા સોનેરી રંગ ધન રાશિના લોકો માટે સમૃદ્ધિના કારક બનશે. આ રંગના વસ્ત્રો પહેરીને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપશે. પીળો રંગ ઉત્સાહનું પ્રતિક છે.

મકર રાશિ: મકર રાશિના લોકો માટે દિવાળી પર સફેદ, જાંબલી કે વાદળી રંગના વસ્ત્રો પહેરવા શુભ રહેશે. મકર રાશિના સ્વામી શનિ છે જેમને કાળો અને વાદળી રંગ પસંદ છે. દિવાળી પર કાળો રંગ વર્જિત છે. વાદળી રંગ નિડરતા દર્શાવે છે.

કુંભ રાશિ: કુંભ રાશિના લોકો માટે દિવાળી પર રાખોડી રંગના કપડાં પહેરવા સારું રહેશે. ગ્રે અથવા રાખોડી રંગ બુરાઈઓનો નાશ કરનાર માનવામાં આવે છે. તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

મીન રાશિ: ગુલાબી રંગ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તે ગુલાબી રંગના કમળ પર બિરાજમાન છે, તેથી જો મીન રાશિના લોકો દિવાળી પર ગુલાબી રંગના વસ્ત્રો પહેરે છે, તો તેમને સુખી લગ્ન જીવનની સાથે અપાર સંપત્તિ પણ પ્રાપ્ત થશે.