ACP પ્રદ્યુમન થી લઈને દયા સુધી, કંઈક આવી છે CID ના કલાકારની રિયલ લાઈફ ફેમિલી, જુવો તસવીરો

Uncategorized

ટીવીની દુનિયામાં પ્રખ્યાત શો CID એ એક મોટું નામ કમાવ્યું છે. આ શો એ લગભગ 20 વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું. તેની શરૂઆત વર્ષ 1998 માં થઈ હતી. શોના તમામ પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવતા હતા. આજે અમે તમને આ પ્રખ્યાત શોના કલાકરની રિયલ લાઇફ ફેમિલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આદિત્ય શ્રીવાસ્તવ (અભિજિત): સીઆઈડીમાં ઇન્સ્પેક્ટર અભિજિતની ભૂમિકા નિભાવનારા કલાકારનું અસલી નામ આદિત્ય શ્રીવાસ્તવ છે. આદિત્ય શ્રીવાસ્તવ શોના સૌથી ચર્ચિત કલાકારોમાંથી એક છે. 52 વર્ષના આદિત્યની પત્નીનું નામ માનસી શ્રીવાસ્તવ છે. જણાવી દઈએ કે રિયલ લાઈફમાં ઈંસ્પેક્ટર અભિઝીત એટલે કે આદિત્ય શ્રીવાસ્તવ બે પુત્રીના પિતા છે. જેના નામ આરૂશી અને અદ્વિકા છે. સાથે જ માનસીને એક પુત્ર પણ છે.

દયાનંદ શેટ્ટી (ઇન્સ્પેક્ટર દયા): સીઆઈડીમાં ઇન્સ્પેક્ટર દયાની ભૂમિકા નિભાવનારા કલાકારનું અસલી નામ દયાનંદ શેટ્ટી છે. 51 વર્ષના દયાનંદ શેટ્ટી મૈસુર સાથે સંબંધ ધરાવે છે. જણાવી દઈએ કે તેમની પત્નીનું નામ સ્મિતા શેટ્ટી છે. તો કપલની એક પુત્રી પણ છે જેનું નામ વીવા છે. નોંધપાત્ર વાત એ છે કે શોમાં દયાના દરવાજા તોડવાની સ્ટાઇલ ખૂબ પ્રખ્યાત હતી. દયાનંદ બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

શિવાજી સાતમ (એસીપી પ્રદ્યુમ્ન): હવે આપણે આ શોના મુખ્ય પાત્રો માંથી એક એટલે કે એસીપી પ્રદ્યુમન વિશે વાત કરીએ. શોમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા નિભાવનારા કલાકારનું નામ શિવાજી સાતમ છે. 71 વર્ષના શિવાજી સાતમના લગ્ન અરુણા સાતમ સાથે થયા હતા. આ કપલને એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રનું નામ અભિજિત સાતમ છે. જણાવી દઈએ કે શિવાજી સાતમે બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે પહેલા બેંકમાં કેશિયર તરીકે પણ કામ કરી ચુક્યા છે.

દિનેશ ફડનીસ (ફ્રેડરિક્સ): દિનેશ ફડનીસે સીઆઈડીમાં ફ્રેડરિક્સનું પાત્ર નિભાવ્યું છે. 54 વર્ષના દિનેશ ફડનીસને તમે તેના પરિવાર સાથે જોઈ શકો છો. આ તસવીરમાં દિનેશ તેના માતા-પિતા સાથે જોવા મળી રહ્યો છે. દિનેશ સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે એક સારા અભિનેતા હોવા ઉપરાંત તે લેખક પણ છે.

જાનવી છેડા (ઇન્સ્પેક્ટર શ્રેયા): અભિનેત્રી જાનવી છેડા સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર શ્રેયાની ભૂમિકામાં જોવા મળી હતી. 37 વર્ષની જાનવી છેડાએ વર્ષ 2011 માં નિશાંત ગોપાલિયા સાથે લગ્ન કર્યા હતા. તે એક પુત્રી નીરવી ગોપાલિયાની માતા છે.

ડૉ. તારિકા (શ્રદ્ધા મુસાલે): સીઆઈડીમાં ડૉ. તારિકાની ભૂમિકા નિભાવનારી સુંદર અભિનેત્રીનું અસલી નામ શ્રદ્ધા મુસાલે છે. 37 વર્ષની શ્રદ્ધા મુસાલે 2012 માં લગ્નના બંધનમાં બંધાઈ હતી. તેણે લખનવના બિઝનેસમેન દીપક તોમર સાથે સાત ફેરા લીધા હતા.

ઋષિકેશ પાંડે (ઇન્સ્પેક્ટર સચિન): ઋષિકેશ પાંડે સીઆઈડીમાં ઇન્સ્પેક્ટર સચિનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ઋષિકેશની પત્ની ખૂબ જ સુંદર છે. કપલને એક પુત્ર પણ છે.

અંશા સઈદ (પૂર્વી): સીઆઈડીમાં પૂર્વી એટલે કે અંશા સઈદનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. વર્ષ 2015 માં સીઆઈડીમાં એન્ટ્રી લેનાર અંશા સઈદનો પરિવાર ઘણો મોટો છે, જે તમે તસવીરમાં પણ જોઈ શકો છો.