CID ના ઓફિસર્સની કંઈક આવી છે રિયલ લાઈફ, જુવો ACP પ્રદ્યુમન થી દયા-અભિજીત સુધી તેમના પરિવારની તસવીરો

Uncategorized

સીઆઈડી ટીવીની દુનિયામાં એક એવો શો જેને દરેક વ્યક્તિએ જોયો હશે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે આ સીરિયલ વિશે જાણતા નહિં હોય. આ શોમાં ઘણા કલાકારો વિવિધ પ્રકારના પાત્રો નિભાવતા જોવા મળે છે. આ સીરીયલમાં મુખ્ય પાત્ર નિભાવતા એસીપી પ્રદ્યુમન જેનું અસલી નામ શિવાજી સાતમ છે. શિવાજી સાતમ મરાઠી ફિલ્મોના મોટા અભિનેતા છે. મરાઠીમાં તે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. આ સાથે તેણે ઘણી હિન્દી સિનેમાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

શિવાજી સાતમનો જન્મ 21 એપ્રિલ 1950 ના રોજ મહારાષ્ટ્રના મહીમમાં થયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે સીઆઈડી ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબી ચાલનારી સિરિયલ રહી છે. તેનો પહેલો એપિસોડ 23 વર્ષ પહેલા 21 જાન્યુઆરી, 1998 ના રોજ સૌથી પજેલા ટીવી પર આવ્યો હતો. આ શો વર્ષ 2018 સુધી ચાલ્યો હતો. ત્યાર પછી, શોનો છેલ્લો એપિસોડ ઓક્ટોબર 2018 માં બતાવવામાં આવ્યો હતો. આ શોને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યો છે. આ શો આટલા વર્ષો સુધી ચાલ્યો હોવા છતા પણ અને આટલો પ્રખ્યાત હોવા છતા પણ ખુબ ઓછા લોકો આ અભિનેતાના અસલી નામ અને પરિવાર વિશે જાણતા હશે. તેથી અમે તમને તે અભિનેતાઓની પર્સનલ લાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શોએ આપણને ઘણી યાદગાર ચીજો આપી છે. પછી ભલે એસીપી પ્રદ્યુમનઓ ડાયલોગ “કુછ તો ગડબડ હૈ દયા” હોય કે દયાની દરવાજો તોડવાની સ્ટાઈલ. દરેક વ્યક્તિ આ બે ચીજોને ભૂલી શકતા નથી. જો કે હવે આ શો બંધ કરવામાં આવ્યો છે.

આ શોમાં સિનિયર ઈન્સ્પેક્ટર દયાનું અસલી નામ દયાનંદ શેટ્ટી છે. મૈસુર સાથે સંબંધ ધરાવતા દયાનંદની પત્નીનું નામ સ્મિતા અને પુત્રી વીવા છે. એસીપી પ્રદ્યુમનની જેમ અભિનેતા દયાએ પણ ફિલ્મોમાં કામ કર્યું છે.

શોમાં સિનિયર ઈન્સ્પેક્ટર અભિજિતનું પાત્ર ભજવનાર અભિનેતાનું અસલી નામ આદિત્ય શ્રીવાસ્તવ છે. આદિત્ય શ્રીવાસ્તવ ‘સત્યા’, ‘પાંચ’, અને ‘ગુલાલ’ જેવી ફિલ્મોમાં એક્ટિંગ બતાવી ચુક્યા છે. તેમની પત્નીનું નામ માનસી શ્રીવાસ્તવ છે. તે બંનેને બે પુત્રી આરૂષિ અને અદ્વિકા અને એક પુત્ર પણ છે.

ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સ ઉર્ફે ફ્રેડી ખૂબ કોમેડી કરતા જોવા મળે છે. તેનું અસલી નામ દિનેશ ફડનીસ છે, જે એક શ્રેષ્ઠ કોમેડિયન અને રાઇટર છે. આ અભિનેતાએ સરફરોશ અને મેલા જેવી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.

આ શોમાં શિવાજી સાતમે એસીપી પ્રદ્યુમ્નની ભૂમિકા નિભાવી હતી. એક્ટિંગમાં આવતા પહેલા શિવાજી સાતમ બેંકમાં નોકરી કરતા હતા. તેની પત્નીનું નામ આશા છે. શિવાજીએ બોલિવૂડમાં લગભગ 40 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમને એક પુત્રી અને એક પુત્ર છે.

સાથે જ આ શોમાં ઇન્સ્પેક્ટર સચિનની ભૂમિકા નિભાવનાર અભિનેતાનું અસલી નામ ઋષિકેશ પાંડે છે. ઋષિકેશ પાંડેની પત્ની અને એક પુત્ર છે. સાથે જ સીઆઈડીમાં જાનવી છેડાએ ઇન્સ્પેક્ટર શ્રેયાનું પાત્ર નિભાવ્યું હતું. તેના પતિનું નામ નિશાંત ગોપાલિયા છે. આ શોમાં ડૉ. તારિકાની ભૂમિકા ભજવનાર શ્રદ્ધા મૂસલે અમદાવાદની રહેવાસી છે. લખનઉના બિજનેસમેન દિપક તોમર સાથે શ્રદ્ધાએ 2012 માં લગ્ન કર્યા હતા.