પુત્ર રામ ચરણની ફિલ્મ જોઈને સ્તબ્ધ થઈ ગયા સુપરસ્ટાર ચિરંજીવી, ‘RRR’ ની પ્રસંશા કરતા કર્યું આવું ટ્વીટ

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મોના બે લોકપ્રિય સ્ટાર્સ રામ ચરણ અને જુનિયર એનટીઆરની પ્રખ્યાત ફિલ્મ ‘RRR’ 25 માર્ચે દુનિયાભરમાં 8000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે અને પહેલા જ દિવસે ફિલ્મે તાબડતોડ કમાણી કરી છે.

જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે બાહુબલી જેવી ઐતિહાસિક ફિલ્મ બનાવનાર પ્રખ્યાત ડિરેક્ટર એસએસ રાજામૌલી એ. કહેવામાં આવી રહ્યું છે કે ‘RRR’ 550 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બની છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ અને પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ પણ છે.

‘RRR’ તમિલ અને હિન્દી સહિત અન્ય ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે. ફિલ્મને એક માસ્ટરપીસ જણાવવામાં આવી રહી છે. ફિલ્મમાં રિલીઝ પહેલા જ 60 કરોડનું એડવાન્સ બુકિંગ લેવામાં આવ્યું હતું. સાથે જ ફિલ્મ ભારતની સાથે વિદેશમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ પર ફિલ્મ સ્ટાર્સના રિએક્શન પણ આવી રહ્યા છે.

હવે દક્ષિણ ભારતીય ફિલ્મોના દિગ્ગજ અભિનેતા ચિરંજીવીએ આ વિશે પોતાની વાત કહી છે. તમને જણાવી દઈએ કે ચિરંજીવીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે દક્ષિણ ભારતીય સિનેમાના મેગાસ્ટાર છે. સાથે જ ચિરંજીવી રામ ચરણના પિતા પણ છે. ફિલ્મની પ્રસંશા ચિરંજીવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરી છે.

ચિરંજીવીએ પોતાના ટ્વિટર પરથી એક ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં તેણે ‘RRR’ ની પ્રશંસા કરતા લખ્યું છે કે, “#RRR એક માસ્ટર સ્ટોરીટેલરનો માસ્ટર પીસ છે!! એક ચમકદાર અને મન ઉડાવનારી જુબાની. એસએસ રાજામૌલીનું અનોખું સિનેમેટિક વિઝન! આખી ટીમને સલામ!!” ચિરંજીવીના આ ટ્વિટની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચિરંજીવીએ પોતાના ટ્વિટમાં રાજામૌલી, રામ ચરણ, જુનિયર એનટીઆર અને અભિનેત્રી ઓલિવિયા મોરિસને પણ ટેગ કર્યા છે.

લાંબા સમયથી હતી ‘RRR’ની રાહ: જણાવી દઈએ કે દર્શકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. 25 માર્ચે રિલીઝ થતા પહેલા ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત બદલાઈ હતી. કોરોના મહામારીને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. આ વર્ષે પહેલા 7 જાન્યુઆરી એ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી હતી જોકે કોરોના સંક્રમણને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી.

પહેલા દિવસે દુનિયાભરમાંથી કરી 257 કરોડની કમાણી: ‘RRR’એ પોતાના બજેટ મુજબ પહેલા દિવસે કમાણી પણ કરી છે. ‘RRR’ એ પહેલા દિવસની કમાણી સાથે ભારતીય સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ એ પહેલા દિવસની કમાણી સાથે બાહુબલી અને બાહુબલી 2નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. દુનિયાભરમાં આ ફિલ્મ એ પહેલા જ દિવસે 257 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

જણાવી દઈએ કે સ્વતંત્રતા સેનાનીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત આ ફિલ્મ એ દરેક ક્ષેત્રમાંથી સારી કમાણી કરી છે. આ ફિલ્મે માત્ર આંધ્ર પ્રદેશ અને તમિલ રાજ્યોમાંથી 120.19 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. સાથે જ કર્ણાટકમાંથી 16.48 કરોડ, તમિલનાડુમાંથી 12.73 કરોડ અને કેરળમાંથી 4.36 કરોડની કમાણી પહેલા દિવસે કરી છે.

સાથે જ ફિલ્મ એ દેશના અલગ-અલગ ભાગોમાંથી કુલ 25.14 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. માહિતી મુજબ ફિલ્મ એ પોતાના હિન્દી વર્ઝનથી પહેલા દિવસે 25 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મના કલેક્શનના આંકડા મનોબાલા બિજયબાલને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ‘બૈટમેન’ ને પછાડી, ન્યુઝીલેન્ડ-યુકેમાં પણ ફેલાવ્યા જલવા: ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના એક ટ્વીટમાં જણાવ્યું કે ‘RRR’એ ઓસ્ટ્રેલિયામાં પહેલા દિવસે 4.03 કરોડની કમાણી કરીને હોલિવૂડ ફિલ્મ ‘બૈટમેન’ને પાછળ છોડી દીધી છે. જ્યારે ફિલ્મ એ ન્યુઝીલેન્ડ અને યુકેમાં પણ જલવા ફેલાવ્યા છે. યુકેમાં ફિલ્મની પહેલા દિવસની કમાણી 2.40 કરોડ રૂપિયાથી વધુ અને ન્યુઝીલેન્ડમાં પહેલા દિવસની કમાણી 37.07 લાખ રૂપિયા છે. હવે બધાની નજર ફિલ્મના વીકએન્ડ કલેક્શન પર છે.