પિતૃ પક્ષમાં જન્મેલા બાળકોનું કેવું હોય છે નસીબ? જાણો પરિવારપર કેવી પડે છે તેની અસર

ધાર્મિક

હિંદુ ધર્મમાં પિતૃ પક્ષમાં કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. સનાતન ધર્મની માન્યતાઓ મુજબ, વર્ષમાં પિતૃ પક્ષના 15 દિવસ એવા આવે છે, જ્યારે પૂર્વજોની આત્માઓ તેમના પરિવારોને મળવા અને આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ 15 દિવસોમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. પરંતુ જો પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં બાળકનો જન્મ થાય તો તેને શું માનવું જોઈએ. શ્રાદ્ધમાં જન્મેલું બાળક દુર્ભાગ્યનું પ્રતીક હોય છે કે સૌભાગ્યનું? તેના જન્મની કુટુંબ પર શું અસર પડે છે? ચાલો આજે અમે તમને આ વિશે વિગતવાર જણાવીએ.

દિવંગત પૂર્વજ ફરીથી લે છે જન્મ: એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં જન્મેલા બાળકો પરિવારના જ દિવંગત પૂર્વજો હોય છે, જેઓ કોઈ ખાસ હેતુ માટે પરિવારમાં ફરીથી જન્મ લે છે. એવું કહેવાય છે કે શ્રાદ્ધ દરમિયાન જન્મેલા બાળકો ખૂબ જ રચનાત્મક હોય છે અને તેઓ પરિવારનું નામ રોશન કરે છે. આવા બાળકો બુદ્ધિ અને કૌશલ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણવાન માનવામાં આવે છે.

પિતૃઓના રહે છે વિશેષ આશીર્વાદ: શાસ્ત્રો મુજબ પિતૃ પક્ષમાં જન્મેલા બાળકો ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ 15 દિવસોમાં જન્મેલા બાળકો પર પિતૃના આશીર્વાદ હોય છે. આવા બાળકો જીવનમાં આગળ જઈને દરેક પરીક્ષામાં સફળ થાય છે. શ્રાદ્ધ પક્ષમાં તેમનો જન્મ લેવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

અન્યની સરખામણીમાં વધુ સમજદાર: એવું કહેવાય છે કે પિતૃ પક્ષ દરમિયાન જન્મેલા બાળકો તેમની ઉંમરના અન્ય બાળકો કરતાં વધુ હોશિયાર હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી બધું શીખે છે. તેમને નાની ઉંમરમાં જ તેમની જવાબદારીનો અહેસાસ થાય છે. તેમની પાસે જ્ઞાનનો વિશાળ ભંડાર હોય છે. તેઓ પરોપકાર અને દયાનું પ્રતીક છે.

પોતાના પરિવાર સાથે ખૂબ લગાવ: જ્યોતિષ શાસ્ત્ર મુજબ પિતૃપક્ષમાં જન્મેલા બાળકોનો પરિવાર પ્રત્યે ખૂબ લગાવ હોય છે. તેઓ પરિવારના માન-સમ્માનને સમજે છે અને પોતાના વર્તનથી દરેક જગ્યાએ પરિવારનું માન વધારે છે. તેમના વ્યવહાર અને જ્ઞાનથી તેઓ સમાજમાં ખ્યાતિ મેળવે છે.

(નોંધ: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિઅત છે.)