બાળક એ રડતા-રડતા ટીચરને આપી ધમકી, કહ્યું-“મારા પાપા પુલિસમાં છે…..”, જુવો વાયરલ થયેલો આ વીડિયો

વિશેષ

સોશિયલ મીડિયાની દુનિયા પર આપણને ઘણા વાયરલ વીડિયો જોવા મળે છે, જેમાંથી કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક ઈમોશનલ પણ હોય છે. આટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો પણ જોવા મળે છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. જો કે, જોવામાં આવે તો ઇન્ટરનેટ પર બાળકોની નિર્દોષતાથી ભરેલા ઘણા વીડિયો છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક નાના નિર્દોષ વિદ્યાર્થીનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો, જેમાં તે પોતાની ગુસ્સે થયેલી મેડમને મનાવતા જોવા મળી રહ્યો હતો.

આ વીડિયો ક્લિપ પ્રયાગરાજના નૈનીમાં આવેલી સેઠ આનંદરામ જયપુરિયા કોલેજની ક્લાસ ટીચર વિશાખા ત્રિપાઠી અને તેના એલકેજી વિદ્યાર્થી અર્થવ સિંહની હતી. હવે આ દરમિયાન ટ્વિટર પર એક અન્ય વીડિયો સામે આવ્યો છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. જોકે તેની પુષ્ટિ નથી થઈ કે આ બબાત ક્યારની અને ક્યાંની છે. પરંતુ બાળકની સ્ટાઈલને લઈને લોકોનો મિશ્રિત રિસ્પોંસ મળી રહ્યો છે.

જ્યારે ટીચર પર ગુસ્સે થયો છોકરો: સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક તેની મેડમને કહે છે – “મારા પિતા પોલીસમાં છે.” ત્યાર પછી મેડમ કહે- “તો શું કરું?” ત્યાર પછી તે બાળક કહે છે કે “ગોળી મારી દેશે.” મેડમ કહે છે- “કોને?” બાળક જવાબમાં કહે છે- તમને. ત્યાર પછી મેડમ પૂછે છે- “ભણવું સારું નથી લાગતું?”

બાળકનો ક્યૂટ જવાબ તમને આશ્ચર્યચકિત કરવાની સાથે તમારા ચેહરા પર સ્માઈલ પણ લાવી દેશે. માત્ર 27 સેકન્ડની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

બાળકો એ જ બોલે છે જે તેઓ ઘરમાં જુએ છે: તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટથી 20 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે “મારા પિતા પોલીસમાં છે.” આ વીડિયોને અત્યાર સુધીમાં 56 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવી ચુક્યો છે. સાથે જ 2300 થી વધુ આ વિડિઓને લાઇક્સ મળી ચુકી છે. આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાના રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. કેટલાક યુઝર્સે મજાકમાં લખ્યું કે, “મારા કાકા ધારાસભ્ય છે.” જ્યારે કેટલાકે કહ્યું કે આ ફની નથી. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું, “બાળકો એ જ બોલે છે જે તેઓ ઘરમાં જુવે છે.” આ વીડિયો પર આ પ્રકારના લોકો તરફથી રિએક્શન આવી રહ્યા છે.

તમને યાદ છે ટીચરને મનાવવા વાળો વીડિયો: આ પહેલા પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો, જેમાં એક પ્રાથમિક વર્ગમાં એક ટીચર નાના બાળકથી નારાજ જોવા મળે છે. બાળક તેની મેડમને મનાવવા માટે તમામ પ્રયત્ન કરતા જોવા મળ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે ટીચર તે બાળકને એવું બતાવે છે કે તે તેના પર ગુસ્સે છે. આવી સ્થિતિમાં, દરેક પ્રયત્ન કરીને, બાળક તેની મેડમને મનાવતા જોવા મળે છે. ઘણા પ્રયત્નો પછી છેવટે મેડમ માની જાય છે અને બાળકને બંને ગાલ પર કિસ કરવાનું કહે છે. બાળક કહે છે કે “મૅમ હવે હું નહિં કરું તોફાન, પાક્કું.”