બોલીવુડના 7 મોટા સ્ટાર્સ પત્નીઓ સાથે કરી ચુક્યા છે છેતરપિંડી, પરણિત હોવા છતા અન્ય અભિનેત્રી પર આવ્યું હતું દિલ

બોલિવુડ

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે કે જેમણે પરણિત હોવા છતા પણ અન્ય અભિનેત્રીને પણ પ્રેમ કર્યો છે અને પોતાની પત્નીઓને દગો આપ્યો. આ કારણે તેમના લગ્ન જીવનમાં પણ ઉથલ-પાથલ મચી ગઈ હતી. પરંતુ પત્નીઓ હોવાથી તેમની એક ન ચાલી. ચાલો આજે તમને આવા જ સ્ટાર્સની પત્નીઓ વિશે જણાવીએ.

ગૌરી ખાન: લગ્ન પછી શાહરૂખ ખાનનું નામ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથે જોડાયું હતું. એક વખત શાહરૂખની પત્ની ગૌરી ખાને પોતાના મિત્ર કરણ જોહરના શોમાં કહ્યું હતું કે, ‘હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે જો અમારે સાથે નથી રહેવાનું, તો ભગવાન મને કોઈ અન્યને શોધવા આપો. બસ તે હેંડસમ હોય. આ સાચું છે. હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું.’

ટ્વિંકલ ખન્ના: ટ્વિંકલ ખન્ના બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારની પત્ની છે. અક્ષયે લગ્ન પહેલા ઘણી અભિનેત્રીઓ સાથે ઈશ્ક લડાવ્યો હતો, જ્યારે લગ્ન પછી તેનું અફેયર પ્રિયંકા ચોપડા સાથે ચાલ્યું હતું. ટ્વિંકલને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે અક્ષયની સાથે પ્રિયંકા પર પણ ખૂબ ગુસ્સે થઈ હતી અને જ્યારે અક્ષય અને પ્રિયંકા કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ટ્વિંકલ પ્રિયંકાને પાઠ ભણાવવા સેટ પર પહોંચી ગઈ હતી, પરંતુ તે સમયે પ્રિયંકા સેટ પર હાજર ન હતી. ત્યાર પછી અક્ષય અને પ્રિયંકાએ ક્યારેય સાથે કામ નથી કર્યું.

રીના દત્તા: આમિરે વર્ષ 1986 માં જ રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ એવું કહેવામાં આવે છે કે આ છતાં પણ તેણે પૂજા ભટ્ટ, મમતા કુલકર્ણી અને બ્રિટિશ પત્રકાર જેસિકા હિન્સ સાથે ઈશ્ક લડાવ્યું હતું. પરિણામ એ રહ્યું કે આમિર અને રીનાના લગ્ન જીવનમાં ઉથલ-પાથલ મચી ગઈ અને વર્ષ 2002 માં બંનેના છુટાછેડા થઈ ગયા હતા.

જયા બચ્ચન: જયા બચ્ચનને પણ તેના પતિ અમિતાભ બચ્ચન તરફથી દગો મળ્યો છે. સદીના સુપરસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચને પરણિત હોવા છતા રેખા સાથે પ્રેમ થયો હતો. બંનેનું અફેર લગભગ પાંચ વર્ષ ચાલ્યું. ધીરે ધીરે સમાચાર જયા સુધી પણ પહોંચ્યા અને તેણીએ આ બાબતને સરળતાથી શાંત કરી દીધી અને અમિતાભ અને રેખા વચ્ચેનો સંબંધ 1981 માં આવેલી ફિલ્મ ‘સિલસિલા’ દરમિયાન સમાપ્ત થયો. ત્યાર પછી રેખા અને બિગ બીએ ક્યારેય સાથે કામ ન કર્યું.

નીતુ કપૂર: મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવે છે કે લગ્ન પછી પણ દિવંગત અભિનેતા ઋષિ કપૂરનું દિલ જુહી ચાવલા અને દિવ્યા ભારતી જેવી અભિનેત્રીઓ માટે ધબક્યું હતું. પરંતુ મજાકની સ્ટાઈલમાં નીતૂ એ એક વખત ઋષિ કપૂર માટે કહ્યું હતું કે તે ક્યારેય કોઈને પ્રભાવિત કરી શકતા ન હતા. તેમણે કહ્યું કે તે બિલકુલ પણ રોમેંટીક ન હતા.

શોભા કપૂર: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર પણ તેની પત્ની શોભા કપૂરને દગો આપી ચુક્યા છે. લગ્ન પછી જીતેન્દ્રનું નામ શ્રીદેવી અને જયા પ્રદા સાથે જોડાયું હતું. એવું કહેવામાં આવે છે કે જીતેન્દ્રના શ્રીદેવી સાથે અફેયરથી તેના લગ્નજીવનમાં ઉથલ-પાથલ મચી ગઈ હતી.

કાજોલ: કાજોલ ને પણ પતિ અજય દેવગણ તરફથી દગો મળી ચુક્યો છે. અજયે એક વખત પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું એ નહિં કહું કે એક્સ્ટ્રા મેરિટલ અફેયર નથી હોતા પરંતુ ઘણીવાર મીડિયા બે લોકોને એક સાથે જોઈને ખોટું સમજી લે છે. હું કોઈને પણ મને કોઈની સાથે જોડાવાની તક આપતો નથી. મને મારું કામ અને ઘર પસંદ છે. નોંધપાત્ર વાત એ છે કે અજય દેવગણનું નામ અભિનેત્રી કંગના સાથે જોડાઈ ચુક્યું છે અને આ કારણે કાજોલે અજય દેવગનને ઘર છોડવાની ધમકી આપી હતી.