આ વ્યક્તિ માટે રાજીવ સેન ને છુટાછેડા આપી રહી છે ચારુ આસોપા, અભિનેત્રીએ પોતે જણાવ્યું આ સત્ય

બોલિવુડ

ખૂબ લાંબા સમયથી અભિનેત્રી ચારૂ આસોપા અને સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનનો સંબંધ ચર્ચામાં છે. નોંધપાત્ર છે કે લગ્ન પછી આ બંનેના સંબંધમાં અનબન શરૂ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, લાંબા સમયથી ચારુ આસોપા તેના પર ચૂપ હતી, પરંતુ હવે તે ટ્રોલર્સથી ખૂબ પરેશાન થઈ ગઈ છે અને તેણે એક વીડિયો શેર કરીને લોકો પર પણ ખૂબ પ્રહાર કર્યા છે. ચાલો જાણીએ અભિનેત્રીએ શું કહ્યું?

પુત્રી માટે લગ્ન તોડવા જઈ રહી છે ચારુ આસોપા: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચારુ અને રાજીવ ટૂંક સમયમાં જ એકબીજાને છૂટાછેડા આપી શકે છે. જો કે બંનેએ હજુ સુધી આ વિશે કોઈ ઓફિશિયલ ઘોષણા કરી નથી. આ દરમિયાન ચારુ અસોપાએ એક વીડિયો શેર કરતા કહ્યું કે, “લોકો મારા વિશે અલગ-અલગ વાત કરી રહ્યા છે. લોકો મને તાના મારી રહ્યા છે કે આ વખતે હું ખોટી છું. હું તે લોકોને જણાવવા ઈચ્છું છું કે હું મારી જગ્યાએ સાચી છું. મેં આ નિર્ણય લેવામાં ખૂબ સમય લીધો છે. હું કોઈ ભાવનામાં આવીને છુટાછેડા લઈ રહી નથી, પરંતુ જે કરી રહી છું મારી પુત્રી જિયાની માટે કરી રહી છું.”

ચારુએ કહ્યું કે, “આ નિર્ણય મેં ખૂબ વિચારીને લીધો છે. હું મારી પુત્રી માટે લગ્ન તોડવા જઈ રહી છું. દરેક સંબંધ જીવનભર ટકતો નથી. હું જાણું છું કે તમને મારા નિર્ણય વિશે શંકા અને સવાલ છે. આ ઉતાવળમાં કે લાગણીમાં આવીને લીધેલો નિર્ણય નથી. આ મારા માટે નથી, પરંતુ ઝિયાના માટે છે. મને વિશ્વાસ છે કે તમે મને સમજી શકશો અને મારો સાથ આપશો. હું માત્ર એ જ કહીશ કે, જો અફસાના છેલ્લે સુધી લાવવો શક્ય ન હોય, તો તેને એક સુંદર વળાંક આપીને છોડવો સારું છે.”

જણાવી દઈએ કે, ચારુ અસોપા અને રાજીવ સેને વર્ષ 2019માં પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2020માં જ તેમની વચ્ચે અનબનના સમાચાર આવવા લાગ્યા હતા. જો કે, ચારુનું કહેવું છે કે તેણે ઘણી વખત આ સંબંધને બચાવવાનો પ્રયત્ન કર્યો અને તેના માટે તેણે રાજીવ સેનને ઘણી તક પણ આપી. પરંતુ હવે વાત આગળ વધી રહી નથી અને તેણે રાજીવને હંમેશા માટે છોડી દેવાનો નિર્ણય લીધો છે.

કેવી રીતે શરૂ થઈ બંને વચ્ચે લડાઈ? ભૂતકાળમાં પણ ચારુએ એક વીડિયો શેર કરતા કહ્યું હતું કે, “લગ્નમાંહવે કંઈ બચ્યું નથી. દરેક વ્યક્તિ જાણે છે કે છેલ્લા ત્રણ વર્ષથી અમારા લગ્નજીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે. પરંતુ હું તેને તક આપતી રહી. પહેલા તે મારા માટે હતું અને પછી અમારી પુત્રી ઝિયાના માટે. પરંતુ તે એક તક આપતા-આપતા ત્રણ વર્ષ ક્યારે નીકળી ગયા કંઈ ખબર ન પડી.”

સાથે જ રાજીવ સેને કહ્યું હતું કે, “ચારુના પહેલા લગ્ન વિશે કોઈ જાણતું ન હતું. તે મારા માટે આઘાતની જેમ સામે આવ્યું અને તેણે મને ખરાબ રીતે હચમચાવી દીધો. લગ્નના ત્રણ વર્ષ સુધી મને કોઈ માહિતી ન હતી. હું સમજું છું કે તે તેનો ભૂતકાળ હતો, પરંતુ તેણે ઓછામાં ઓછું મને કહેવું જોઈતું હતું અને હું તેનો સમ્માન સાથે સ્વીકાર કરત.”