ખૂબ જ સુંદર છે ચારુ-રાજીવ ના સપનાનું ઘર, મુંબઈના આ પોશ એપાર્ટમેંટમાં રહે છે આ કપલ, જુવો તસવીરો

બોલિવુડ

ચારુ આસોપા આજના સમયમાં ટેલિવિઝનનો જાણીતો ચહેરો બની ચુકી છે. ચારુ આસોપા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે. તેમણે પોતાની ટેલિવિઝન કારકિર્દીમાં ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તે એક સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે, ચારુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે, ચારુ અસોપાએ ગયા વર્ષે સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા. ચારુ અને રાજીવે 16 જૂન 2019ના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. ચારુ અને રાજીવે બે વખત લગ્ન કર્યા હતા. તેમણે પહેલા કોર્ટ મેરેજ કર્યા અને ત્યાર પછી બંનેએ ગોવામાં સંપૂર્ણ રીત-રિવાજ સાથે રાજસ્થાની અને બંગાળી વિધિથી લગ્ન કર્યા. આ બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

તેમના લગ્નમાં ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેમના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ શામેલ થયા હતા. સુષ્મિતા સેનના પરિવારે ચારુને બંગાળી રિવાજ મુજબ ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. ચારુ અને રાજીવ એકબીજાથી ખૂબ જ ખુશ છે. ચારુ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ઘરની તસવીરો પણ શેર કરતી રહે છે. ચારુ આસોપાએ પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. ચારુ આસોપાનું ઘર ચારેય બાજુથી ખુલ્લું અને હવાવાળું છે. તેમના ઘરની દિવાલો અને ફર્નિચર લાઈટ રંગના છે.

ચારુ અસોપા અને રાજીવ સેન પાસે બે ડોગી છે. આ બંને પોતાના ડોગી ને ખુબ પ્રેમ કરે છે. ચારુએ પોતાના ઘરની દિવાલોની સજાવટ પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે. તેમણે પોતાના ઘરની દિવાલોને ખૂબ જ ખાસ રીતે સજાવી છે. ચારુએ તેના ઘરની દિવાલો પર મેટાલિક કલરની પ્લેટ લગાવી છે, જેના કારણે તેના ઘરની દિવાલોની સુંદરતા ચાર ગણી વધી ગઈ છે. ચારુ અને રાજીવ પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. ચારુ આસોપાની ઉંમર 29 વર્ષ છે. તે એક ખૂબ જ પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે. ચારુ અસોપા અત્યાર સુધી “મેરે આંગને મેં”, “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” અને “સંગીની” જેવી પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલોમાં કામ કરી ચુકી છે.

ચારુના પતિ રાજીવ સિંહ એક બિઝનેસમેન છે. તે જ્વેલરીનું કમ કરે છે. ભારતની સાથે-સાથે અન્ય દેશોમાં પણ રાજીવ સેન નો કરોડોનો બિઝનેસ ફેલાયેલો છે. રાજીવ મોટાભાગે દુબઈમાં રહે છે અને મુંબઈ આવતા-જતા રહે છે. થોડા સમય પહેલા રાજીવે દિલ્હીમાં પણ પોતાની જ્વેલરી શોપનો શોરૂમ પણ ખોલ્યો છે. તેમના શોરૂમનું નામ રેને છે. રાજીવ અને ચારુએ બે વખત લગ્ન કર્યા હતા. તેમનું હનીમૂન પણ ખૂબ લાંબું ચાલ્યું હતું. લગ્ન પછી બંને હનીમૂન માટે દાર્જિલિંગ ગયા હતા. ત્યાર પછી બંને થાઈલેન્ડ પણ ગયા હતા. પછી તેમણે પોતાનું ત્રીજું હનીમૂન યૂરોપમાં ઉજવ્યું. યૂરોપ થી ચારુ અને રાજીવ 15 દિવસની રજાઓ પસાર કરીને આવ્યા હતા.