બોલિવૂડ ફિલ્મો અને ગીતોનો ખૂબ જૂનો સંબંધ રહ્યો છે. અહીં બનતી લગભગ દરેક ફિલ્મમાં તમને એકને એક ગીત જરૂર જોવા મળી જશે. કેટલીકવાર આ ગીતો ફિલ્મની સ્ટોરી મુજબ હોય છે અને કેટલીકવાર એમ જ એડ કરવામાં આવે છે. ફિલ્મોમાં ગીત ઉમેરવાનો મોટો ફાયદો તેના પ્રખ્યાત થવા પર ફિલ્મને ફ્રીની પબ્લિસિટી મળવાનો હોય છે. પછી છેલ્લા કેટલાક સમયથી તો ફિલ્મોમાં એક આઈટમ નબર એડ કરવાનો ટ્રેંડ પણ ચાલી રહ્યો છે.
ઘણા ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મોમાં એક તડકતું ભડકતું આઈટમ સોંગ રાખવાનું પસંદ કરે છે. તેનાથી તેમની ફિલ્મનું ગ્લેમર વધી જાય છે. આ સાથે જ ફિલ્મનું સારું પ્રદર્શન પણ થઈ જાય છે. આ આઈટમ સોંગના આધારે આઈટમ ગર્લનો પણ જન્મ થયો છે. આજકાલ નાની હોય કે મોટી દરેક અભિનેત્રી ફિલ્મોમાં આઇટમ નંબર કરે છે. થોડી મિનિટોના આ આઈટમ સોંગના બદલામાં આ અભિનેત્રીઓને સારી રકમ મળે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ હિરોઇનો એક આઈટમ સોંગ માટે કેટલો ચાર્જ લે છે.
કરીના કપૂર: કરીના બોલિવૂડમાં એક ખૂબ મોટું નામ છે. તેની ગણતરી ટોપ અભિનેત્રીઓમાં થાય છે. છતા પણ તેમણે ફિલ્મોમાં આઈટમ નંબર કરવાનું ટાળ્યું નથી. તેમનું પહેલું આઈટમ સોંગ ડોન ફિલ્મનું ‘યે મેરા દિલ પ્યાર કા દીવાના’ હતું. ત્યાર પછી તે ફેવિકોલ સે, હલકટ જવાની જેવા ગીતોમાં પણ આઈટમ નંબર કરતા જોવા મળી હતી. કરીના એક આઈટમ સોંગ કરવા માટે 5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
મલાઈકા અરોરા: મલાઈકા અરોરાને બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રી માનવામાં આવે છે. તે ફિલ્મોમાં એક્ટિંગ માટે ઓછી અને પોતાના આઈટમ સોંગ માટે વધુ જાણીતી છે. ચલ છૈયા છૈયાથી લઈને મુન્ની બદનામ હુઇ સુધી મલાઇકાએ બોલિવૂડમાં ઘણા આઈટમ સોંગ્સ કર્યા છે. તે એક ગીત માટે 1 કરોડ રૂપિયા લે છે.
સની લિયોની: એક સમયે એડલ્ટ ફિલ્મોનો ભાગ રહી ચુકેલી સની લિયોની આજે બોલિવૂડમાં એક પ્રખ્યાત ચહેરો બની ચુકી છે. જો કે તે ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પણ જોવા મળે છે, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેની ડિમાંડ આઇટમ નંબર માટે વધારે છે. સનીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણા હીટ આઈટમ નંબર્સ આપ્યા છે જેમાં બેબી ડોલ મેં સોને દી, લૈલા તેરી લે લેગી, પિંક લિપ્સ, દેશી લૂક, લૈલા મેં લૈલા જેવા ગીત શામેલ છે. સનીએ આ આઈટમ સોંગ્સ માટે 3 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે.
મલ્લિકા શેરાવત: મલ્લિકા શેરાવતની ગણતરી બોલિવૂડની હોટ આઈટમ ગર્લ્સમાં પણ થાય છે. જલેબીબાઈથી લઈને મૈયા મૈયા સુધી મલ્લિકા શેરાવતે ઘણા હોટ આઈટમ નંબર કર્યા છે. જો સૂત્રોની વાત માનીએ તો તે એક ગીત માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
બિપાશા બાસુ: બિપાશા બાસુએ તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મો કરી છે. આ સાથે તે આઇટમ સોંગ કરવા માટે પણ જાણીતી છે. બીડી જલાઇ લે, બિલો રાની, ટચ મઈ કેટલાક એવા આઈટમ સોંગ્સ છે જેને લોકો આજે પણ સાંભળવાનું પસંદ કરે છે. બિપાશા તેમના માટે 1 કરોડ રૂપિયાની ફી લે છે.