ભગવાન શ્રી કૃષ્ણને રાધાએ પીવડાવ્યું હતું ચરણામૃત, જાણો તેની પૌરાણીક કથા

ધાર્મિક

રાધા અને શ્રી કૃષ્ણની પ્રેમ કથા સાથે ઘણા કિસ્સા જોડાયેલા છે અને તેમના પ્રેમની કથા દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની પૌરાણિક કથા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ કથા વાંચીને સાચો પ્રેમ કેવો હોય છે તેના વિશે જાણ થશે. દંતકથા અનુસાર એક વખત ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ બિમાર પડી ગયા હતા. ભગવાન શ્રીકૃષ્ણને ઘણી દવાઓ આપવામાં આવી. પરંતુ તે ઠીક થયા નહિં. ઔષધિઓ અને દવાની કોઈ અસર ન થવાથી, દરેકને ચિંતા થવા લાગી કે કેવી રીતે શ્રી કૃષ્ણ બરાબર થશે. જોકે શ્રી કૃષ્ણ સારી રીતે જાણતા હતા કે તેમની બીમારીનો ઇલાજ શું છે અને તે કેવી રીતે બરાબર થશે. પરંતુ તે કોઈને જણાવી રહ્યા ન હતા.

બધા લોકો ચિંતામાં હતા અને દરેક વ્યક્તિ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. થોડા સમય પછી શ્રી કૃષ્ણએ તેમની બીમારીનો ઈલાજ ગોપીઓને જણાવ્યો. જે ઈલાજ શ્રી કૃષ્ણ એ જણાવ્યો તે સાંભળીને દરેક ગોપી આશ્ચર્યચકિત થઈ ગઈ. ખરેખર શ્રી કૃષ્ણે ગોપીઓને કહ્યું કે જો તેઓ તેમનું ચરણામૃત તેમને પીવડાવશે તો બરાબર થઈ જશે. પ્રેમ કરતા કોઈ સારો ઈલાજ નથી. આ ઉપાય સાંભળીને ગોપીઓને ડર લાગવા લાગ્યો કે આવું કરવાથી તેઓ પાપનો ભાગ બની જશે.

ગોપીઓ કૃષ્ણજીની ભક્ત હતી. પરંતુ તેમને કૃષ્ણજીને પોતાનું ચરણામૃત પીવડાવવાનો ઉપાય યોગ્ય લાગ્યો નહિ અને દરેકે આવું કરવાની ના પાડી. આ દરમિયાન રાધાજીને આ વાતની જાણ થઈ. રાધાજીએ પોતાનું ચરણામૃત તેમને પીવડાવવાનું નક્કી કર્યું. ખરેખર રાધાજીથી શ્રી કૃષ્ણજીની હાલત જોઈ શકાતી ન હતી. તેથી રાધાજીએ આ ઉપાય કરવાનો નિર્ણય કર્યો. રાધાજીએ તેમના પગ ધોયા અને ચરણામૃત લીધું અને શ્રી કૃષ્ણને પીવડાવ્યું.

રાધાને ખબર હતી કે આમ કરવાથી તેને નરક મળશે. પરંતુ તે એ પણ જાણતી હતી કે જો તેણીએ આ ઉપાય ન કર્યો તો કૃષ્ણજીની હાલત વધુ ખરાબ થઈ જશે. અને ચરણામૃત પીતાની સાથે શ્રી કૃષ્ણ ધીમે-ધીમે સ્વસ્થ થવા લગ્યા. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની આ પૌરાણિક કથા સાચા પ્રેમનું ઉદાહરણ છે. રાધાના સાચા પ્રેમથી શ્રી કૃષ્ણ સ્વસ્થ બન્યા. આ કથા જણાવે છે કે સાચો પ્રેમ સૌથી મોટો હોય છે.

Leave a Reply

Your email address will not be published.