હનુમાન જયંતિના દિવસે કરો આ 5 ચોપાઈના જાપ, દૂર થઈ જશે જીવનના બધા દુઃખ

ધાર્મિક

હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂનમ તિથિ પર આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. આ વર્ષે 27 એપ્રિલે હનુમાન જયંતિનો તહેવાર આવી રહ્યો છે. હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે અને તેમની સાથે જોડાયેલા પાઠ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે જો હનુમાન ચાલીસાની કેટલીક ચોપાઈના પાઠ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિના જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે. તેથી તમે પણ આ દિવસે નીચે જણાવેલી ચોપાઈ વાંચો. માત્ર આ પાંચ ચોપાઈઓ વાંચવાથી હનુમાનજીનો આશીર્વાદ તમારા પર રહેશે અને હનુમાનજી તમારા દુઃખોને કાયમ માટે દૂર કરશે.

“ભૂત પિશાચ નિકટ નહિં આવે। મહાબીર જબ નામ સુનાવે॥” આ ચોપાઈ વાંચવાથી ડર દૂર થાય છે. આ ચોપાઈનો અર્થ એ છે કે ભગવાન હનુમાનનું માત્ર નામ સાંભળવાથી ભૂત અને પિશાચ ડરી જાય છે અને તે તમારી પાસે આવતા નથી. તેથી જે લોકો તેમની આસપાસ નકારાત્મક ઉર્જા અનુભવે છે તે લોકોએ આ ચોપાઈ જરૂર વાંચવી જોઈએ.

“નાસે રોગ હરે સબ પીરા। જો સુમિરે હનુમંત બલબીરા॥” હનુમાનજીની પૂજા કરવાથી ગંભીરથી ગંભીર રોગો દૂર થઈ શકે છે. જે લોકો કોઈ ગંભીર રોગથી પીડિત છે. તે લોકોએ આ ચોપાઈ જરૂર વાંચવી જોઇએ. આ ચોપાઈમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજીનું નામ લેવાથી ગંભીર બીમારીથી રક્ષા થાય છે અને બીમારી દૂર થઈ જાય છે.

“અષ્ટ-સિદ્ધિ નૌ નિધિ કે દાતા। ઉસ બર દીન જાનકી માતા॥” આ ચોપાઈ વાંચવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. આ ચોપાઈમાં એવું કહેવામાં આવ્યું છે કે હનુમાનજી આઠ સિધ્ધી અને નવ નિધિ આપનારા દેવતા છે.

“વિદ્યાવાન ગુણી અતિ ચતુર। રામકાજ કરીબે કો આતુર ॥” દરેક વ્યક્તિ જ્ઞાન અને સંપત્તિ મેળવવાની ઇચ્છા રાખે છે અને જીવનમાં આ બંને વસ્તુઓ મેળવીને દરેક વ્યક્તિને સુખ મળે છે. જેઓ આ ચોપાઈ વાંચે છે. તેમના જીવનમાં ક્યારેય પૈસા સાથે સંબંધિત સમસ્યા થતી નથી. આ સાથે જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.

“ભીમ રૂપ ધરિ અસુર સંહારે। રામચંદ્રજી કે કાજ સંવારે॥ ” જે લોકોના દુશ્મન વધારે છે તે લોકોએ આ ચોપાઈ વાંચવી જોઈએ. આ ચોપાઈ વાંચવાથી કોઈ તમારું કંઈ પણ બગાડી શકતા નથી. અને હંમેશા તમને વિજય મળે છે.

આ રીતે કરો આ ચોપાઈના જાપ: ઉપર જણાવેલી ચોપાઈના જાપ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ચૌપાયનો જાપ કરવા માટે સાંજનો સમય શ્રેષ્ઠ સમય છે. હનુમાન જયંતી સિવાય તમે દર મંગળવારે આ ચોપાઈના જાપ કરો. તેમનો જાપ કરતા પહેલા તમારી પાસે સરસવનો દીવો પ્રગટાવો. આ દીવાની અંદર કાળા તલ નાખો. ત્યાર પછી હનુમાનજીનું નામ લો અને આ ચોપાઈના જાપ શરૂ કરો. આ ચોપાઈના જાપ ઓછામાં ઓછા 21 વાર કરો.