મેથીના દાણા બદલી શકે છે તમારી લાઈફ, સ્વસ્થ રહેવા માટે આ રીતે કરો સેવન

હેલ્થ

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે અને તેના માટે લોકો યોગ્ય આહારથી લઈને જરૂરી દવાઓનું પણ સેવન કરે છે, પરંતુ છતાં પણ શરીરમાં કોઈને કોઈ સમસ્યા રહે છે. પરંતુ એવું નથી કે સ્વસ્થ રહેવું ખરેખર ખૂબ મૂશ્કેલ છે. જો લોકો આયુર્વેદને અનુસરે તો તે માત્ર સ્વસ્થ જ રહેતા નથી પરંતુ યુવાન પણ દેખાઈ શકે છે. આજની અમારી આ પોસ્ટમાં અમે તમારા માટે આયુર્વેદનો એક એવો જ ઉપાય લઈને આવ્યા છીએ જેની મદદથી તમે સ્વસ્થ રહી શકો છો, અને સાથે તમે ડાયબિટીઝ, હાઈ બ્લડપ્રેશર, હ્રદય રોગ અને સાંધાના દુખાવા જેવી બિમારીઓથી દૂર રહેશો.

જોકે આપણા કિચનમાં એવી ઘણી ચીજો હોય છે જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો આપણે આજીવન સ્વસ્થ રહી શકીએ છીએ. આવો જ એક આરોગ્યપ્રદ ખોરાક છે મેથીના દાણા. મેથીના દાણા તેના ઔષધીય ગુણધર્મોને કારણે આયુર્વેદમાં ખૂબ પ્રચલિત છે. મેથીમાં ઘણા પ્રકારના ફાયદાકારક પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો વૃક્ષમાં જોવા મળતા તત્વો છે જે વૃક્ષને તો રોગ અને ફૂગથી બચાવે છે, સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. મેથીમાં રહેલા ફાયબર અને સેપોનિન તેને આશ્ચર્યજનક ઔષધી બનાવે છે. આ સિવાય મેથીમાં મ્યુસિલેજ નામનું એક ચીકણું તત્વ પણ હોય છે જે મેથીને પાણીમાં પલાળવાથી જેલમાં ફેરવાય છે. આ જેલ શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો મેથીના દાણાનું નિયમિત સેવન કરવામાં આવે તો શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકે છે. ચાલો જાણીએ મેથીના દાણા ખાવાની યોગ્ય રીત.

જોકે અલગ-અલગ બિમારીના ઉપચાર માટે મેથીના દાણાનો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવે છે જેમ કે તમે મેથીના દાણા પલાળીને, તેનું પાણી પી શકો છો અથવા તેને પલાળીને ચાવી શકો છો. સાથે મેથીના દાણાનો ઉપયોગ મેથીના દાણાનું શાક બનાવીને અથવા તેને કઢીમાં નાખીને પણ કરી શકાય છે. જ્યારે કેટલાક લોકો મેથીના લાડુ બનાવીને પણ ખાય છે, પરંતુ મેથીના દાણાનું સેવન કરવાની સૌથી યોગ્ય રીત તેને પલાળીને સવારે ખાલી પેટ પર ચાવી શકાય છે.

વ્યક્તિની જેટલા વર્ષની ઉંમર હોય તેટલા મેથીના દાણા લઈને ધીમે-ધીમે ખૂબ ચાવીને દરરોજ સવારે ખાલી પેટ પર પાણી સાથે ખાવા જોઈએ, જો ચાવવામાં તકલીફ હોય, તો તેને પાણીની મદદથી ગળી પણ શકાય છે. નિયમિતપણે આ કરવાથી, વ્યક્તિ હંમેશા સ્વસ્થ અને ફીટ રહે છે. તેને ડાયાબિટીઝ, સાંધાનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર અને અપચો જેવી સમસ્યાઓ થતી નથી. વળી વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ જેવી કે સાયટિકા, ઘૂંટણ અને સાંધાનો દુખાવો, માંસપેશીઓમાં ખેંચાણ વગેરે સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

મેથીના સેવનથી મહિલાઓને વિશેષ ફાયદો થાય છે મેથીનો નિયમિત ઉપયોગ કરવાથી સ્તન કેન્સરથી બચી શકાય છે. સાથે જ તે મોનોપોઝની સમસ્યા, પિરિયડસની અનિયમિતતા, વધારે રક્તસ્ત્રાવ વગેરે જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. આ ઉપરાંત પ્રેગ્નેંસીનું ઢીલાપણું પણ દૂર કરી શકાય છે. સાથે જ ડિલીવરી પછી મેથીના લાડૂ ખાવાથી નબળાઈ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published.