બોલીવુડમાં જગ્યા બનાવવા માટે આ સ્ટાર્સે બદલી નાખ્યું છે પોતાનું સાચું નામ, જાણો શું છે તેમનું જૂનું નામ

બોલિવુડ

ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ લોકોમાં પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે પોતાના નામ બદલાયા છે. પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જો તમારું નામ સારું નથી. તેથી તમે કલાકાર બની શકતા નથી. આ માન્યતાને કારણે, ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ તે સમયે તેમના નામ બદલ્યાં હતાં અને આજે તેમના ચાહકો તેમને આ નામોથી ઓળખે છે. આજે આ પોસ્ટ દ્વારા તમારા ફેવરિટ અભિનેતા અને અભિનેત્રીઓનાં સાચા નામ શું છે તે જણાવવા જઈ રહ્યા છીએ. આ લિસ્ટમાં સની લિયોનથી કિયારા અડવાણી જેવા સ્ટાર્સ શામેલ છે.

શિલ્પા શેટ્ટીનું સાચું નામ અશ્વિની શેટ્ટી હતું. પરંતુ જ્યારે તે બોલિવૂડની આવી ત્યારે તેને નામ બદલવાની સલાહ આપવામાં આવી. જેના કારણે શિલ્પાએ તેનું નામ બદલ્યું. સની દેઓલનું સાચું નામ અજય સિંહ દેઓલ છે. પરંતુ તેણે પોતાનું નામ પણ બદલ્યું અને નવા નામ સાથે જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. સન્ની દેઓલની જેમ બોબી દેઓલે પણ પોતાનું સાચું નામ બદલ્યું હતું. બાળપણમાં બોબીનું નામ વિજયસિંહ દેઓલ હતું.

જેકી શ્રોફ તેના જમાનાના જાણીતા અભિનેતા હતા. પરંતુ શું તમે જાણો છો કે તેમનું સાચું નામ જયકિશન કાકુભાઇ છે. તબ્બુએ પણ બોલિવૂડમાં ઓળખ બનાવવા માટે પોતાનું નામ બદલ્યું છે. તબ્બુનું સાચું નામ તબસ્સુમ હાશ્મી ખાન હતું. બોલીવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનું સાચું નામ જતિન ખન્ના હતું.

સાઉથના અભિનેતા કમલ હાસનનું નામ પાર્થસાર્થી શ્રીનિવાસન થતું. પ્રભાસ આજે સાઉથની સાથે સાથે દુનિયામાં પણ ખૂબ પ્રખ્યાત થઈ ચુક્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું નામ ‘વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપલપતિ’ છે. તેનું પૂરું નામ ખૂબ લાંબું હતું. તેથી તેણે પોતાનું નામ નાનું કર્યું અને પ્રભાસ રાખ્યું.

જ્હોન અબ્રાહમે પણ તેનું નામ બદલ્યું હતું. તેનું નામ પહેલા ‘ફરહાન અબ્રાહમ’ હતું. શ્રીદેવીએ પણ ફિલ્મમાં કામ કરતા પહેલા પોતાનું સાચું નામ બદલ્યું હતું. બાળપણમાં, તેનું નામ શ્રી અમ્મા યંગર આય્યાપાન હતું. જોની લિવરનું સાચું નામ જોન રાવ પ્રકાશ રાવ જાનુમલા હોતું.

સૈફ અલી ખાનના પિતાએ તેનું નામ સાજિદ અલી ખાન રાખ્યું હતું. પરંતુ તેમને પણ પોતાનું નામ પસંદ ન આવ્યું અને તેમણે પોતાનું નામ બદલ્યું. મલ્લિકા શેરાવતનું સાચું નામ રીમા લાંબા છે. પરંતુ જ્યારે તે બોલિવૂડમાં આવી ત્યારે તેણે સૌથી પહેલા તેનું નામ બદલ્યું. અજય દેવગણનું નામ એક સમયે વિશાલ દેવગણ હતું અને તેમને પણ નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી.

સન્ની લિયોનના માતાપિતાએ તેનું નામ કરણજિત કૌર વ્હોરા રાખ્યું છે. પરંતુ તેણે તેનું નામ બદલ્યું અને તે હવે સની તરીકે જાણીતી છે. મહિમા ચૌધરીનું સાચું નામ ઋતુ ચૌધરી હતું. પરંતુ સુભાષ ઘઇએ તેનું નામ બદલ્યું. કિયારા અડવાણીનું નામ આલિયા અડવાણી હતું. પરંતુ આલિયા ભટ્ટને કારણે તેણે તેનું નામ બદલ્યું અને બોલિવૂડમાં એન્ટ્રી લેતાની સાથે જ તે કિયારા અડવાણી તરીકે પ્રખ્યાત થઈ.