18 માર્ચથી બદલાઈ જશે આ 4 રાશિના લોકોનું નસીબ, કારકિર્દીમાં મળશે જબરદસ્ત લાભ, નહિં થાય પૈસાની અછત

ધાર્મિક

જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો ગ્રહોના પરિવર્તનની તમામ 12 રાશિઓ પર સારી કે ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે કોઈ ગ્રહનું અસ્ત થવું શુભ માનવામાં આવતું નથી, પરંતુ બુધ ગ્રહની વાત કંઈક અલગ જ હોય છે. બુધ ગ્રહ ધન-સંપત્તિ, બુદ્ધિ, તર્ક, વેપારનો કારક હોય છે.

આ વખતે 18 માર્ચ 2022ના રોજ બુધ ગ્રહ અસ્ત થઈ રહ્યો છે. તે અસ્ત થવાને કારણે 4 રાશિઓ પર તેની શુભ અસર જોવા મળશે. એટલે કે બુધનું અસ્ત થવું આ ચાર રાશિના લોકોને ખૂબ લાભ આપશે. તો ચાલો જાણીએ તેમાં કઈ-કઈ રાશિઓ શામેલ છે.

મેષ રાશિ: બુધ અસ્ત થવાથી મેષ રાશિના લોકોની કારકિર્દીમાં લાભ જોવા મળશે. જેમની પાસે નોકરી નથી તેમને રોજગાર મળશે. સાથે જ જે લોકો પહેલાથી નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળશે. જો તમે કોઈ નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે. સાથે જ ધંધાનો વિસ્તાર કરવા અથવા પૈસાનું રોકાણ કરવા માટે પણ સમય શુભ રહેશે. એકંદરે ધન લાભના સંપૂર્ણ યોગ છે.

મિથુન રાશિ: બુધનું અસ્ત થવું મિથુન રાશિના લોકો માટે સારા સમાચાર લાવશે. નોકરીમાં પ્રમોશનના સંપૂર્ણ યોગ બની રહ્યા છે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે જે તમારી કારકિર્દીમાં લાભ આપશે. પૈસાની આવક ઓછી નહીં રહે. પૈસા કમાવવાના નવા માધ્યમો મળશે. સમાજમાં માન-સમ્માન વધશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. લગ્ન જીવન મધુર રહેશે.

મકર રાશિ: બુધ અસ્ત થવાથી મકર રાશિના લોકોના નસીબમાં સકારાત્મક પરિવર્તન આવશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. ધન લાભ મળશે. પૈસા કમાવવાના નવા માધ્યમો ખુલશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો તમે પૈસામાં રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય યોગ્ય રહેશે. કોઈ શુભ કાર્ય માટે મુસાફરી થઈ શકે છે. પ્રેમ સંબંધમાં સફળતા મળવાની સંભાવના છે. લગ્નના યોગ પણ બની રહ્યા છે.

મીન રાશિ: બુધનું અસ્ત થવું મીન રાશિના લોકોની કારકિર્દીમાં તેજી લાવશે. એટલે કે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને નોકરીમાં પ્રમોશન મળશે. સાથે જ ધંધો કરતા લોકોને લાભ મળશે. આ ઉપરાંત અટકેલા પૈસા પરત મળશે. જો કોઈ કામ અટક્યું છે તો તે પણ પૂર્ણ થઈ જશે. બુધ અસ્ત થવાથી તમારું નસીબ પણ ચમકશે. તમે જે પણ કામ તમારા હાથમાં લેશો તે પૂર્ણ થઈ જશે.

જો તમારી રાશિ તેમાં નથી અને તમે બુધ અસ્ત થવાના નુક્સાનથી ભયભીત છો તો ચિંતા ન કરો. બસ દરરોજ ગણેશજીની પૂજા કરવાનું શરૂ કરી દો. સાથે જ બુધવારે ભગવાન ગણપતિના નામનું વ્રત રાખો.