10 વર્ષમાં કંઈક આટલા બદલી ગયા છે ‘એક હજારોં મેં મેરી બહના હૈ’ ના આ 6 કલાકાર, જુવો તેમની હાલની તસવીરો

મનોરંજન

ટીવીની દુનિયામાં આજથી 10 વર્ષ પહેલા એક શો આવતો હતો, આ શોનું નામ હતું ‘એક હજારોં મેં મેરી બહના હૈ’. આ શોએ તાજેતરમાં જ પોતાના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમારો સિરિયલ એક હજારોં મેં મેરી બહના હૈની સ્ટારકાસ્ટ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. સમયની સાથે આ શોની સ્ટાર કાસ્ટમાં પણ જબરદસ્ત પરિવર્તન આવી ચુક્યું છે. આ શોમાં આવતા બધા સ્ટાર્સ પહેલાથી વધુ બોલ્ડ અને અટ્રેક્ટિવ થઈ ચુક્યા છે.

જીવિકા – ક્રિસ્ટલ ડિસૂઝા: અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાએ આ શોમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તે પણ સમયની સાથે સંપૂર્ણ રીતે બદલાઈ ચુકી છે. ક્રિસ્ટલ ડિસૂઝાએ હવે OTT ની સાથે ફિલ્મોમાં પણ હાથ અજમાવવાનું શરૂ કરી દીધું છે. ક્રિસ્ટલ ડિસૂઝા પહેલી વખત અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરેમાં બિગ બી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળી હતી. સમયની સાથે ક્રિસ્ટલ ડિસૂઝા વધુ ગ્લેમરસ બની રહી છે.

વિરેન સિંહ વઢેરા – કરણ ટેકર: ટીવી અભિનેતા કરણ ટેકર આ સિરિયલમાં ક્રિસ્ટલ ડિસૂઝાની સામે જોવા મળ્યા હતા. આ શોમાં કરણ ટેકરના પાત્ર વિરેન સિંહ વઢેરાને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. સમયની સાથે કરણ ટેકર પણ હેન્ડસમ થઈ ચુક્યો છે. કરણ ટેકર હવે બોલિવૂડ તરફ આગળ વધી ચુક્યો છે. કરણ ટેકર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતા એક જાહેરાતમાં જોવા મળ્યો હતો. આ સાથે તે એક વેબ સીરીઝનો પણ ભાગ રહી ચુક્યા છે.

માનવી- નિયા શર્મા: આ શોમાં માનવીની ભૂમિકા નિયા શર્માએ નિભાવી હતી. આજે નિયા ખૂબ મોટું નામ બની ચુકી છે. સમયની સાથે નિયામાં ખૂબ પરિવર્તન આવ્યું છે. આ શો પછી નિયા શર્મા નાગિન 3, જમાઈ રાજા અને ઈશ્ક મેં મર જાવાં જેવા ટીવી શોનો ભાગ બની ચુકી છે. આ સાથે જ અભિનેત્ત્રી OTT પ્લેટફોર્મ પર પણ ધમાકેદાર એન્ટ્રી કરી ચુકી છે. તાજેતરમાં જ નિયા શર્મા જમાઈ રાજા 2.0 અને સ્વિસ્ટેડ જેવા વેબ શોમાં જોવા મળી હતી. નિયા સમયની સાથે ખૂબ જ બોલ્ડ અને હોટ બની ચુકી છે. તે એક ડિમાંડેડ અભિનેત્રી બની ચુકી છે.

વિરાટ સિંહ વઢેરા – કુશલ ટંડન: કુશલ ટંડનમાં કંઈ વધુ પરિવર્તન નથી આવ્યું, અભિનેતા આજે પણ પહેલા જેવા જ હેંડસમ છે. એક્ટિંગની સાથે સાથે કુશલ ટંડન આજે પોતાનો બિઝનેસ પણ સંભાળી રહ્યો છે. કુશલ ટંડન ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરી ચુક્યો છે. કુશાલ ટંડન બેબાકી અને હમ જેવા વેબ શોમાં કામ કરી ચુક્યો છે.

ડો.મનન-અભિનવ શુક્લ: સિરિયલ એક હજારોં મેં મેરી બહના હૈ માં બિગ બોસ ફેમ અભિનવ શુક્લા પણ જોવા મળ્યો હતો. આ શોમાં અભિનવનું પાત્ર ખૂબ નાનું હતું. આ શો પછી આ અભિનેતા બોલિવૂડ તરફ વળ્યા. બસ અહીંથી જ અભિનવ શુક્લાને બિગ બોસ 14 માં આવવાની તક મળી. અભિનવ શુક્લા ખતરોં કે ખિલાડી 11 માં જોવા મળી ચુક્યા છે.

પરિધિ – અનિતા હસનંદાની: અનિતા હસનંદાની ટીવીની દુનિયાનો ખૂબ જૂનો ચહેરો છે. અભિનેત્રી થોડા સમય પહેલા માતા બની છે. એટલા માટે તે એક્ટિંગથી દૂર છે. માતા બન્યા પછી પણ અનિતા હસનંદાની સુંદરતામાં કોઈપણ પ્રકારનો ઘટાડો આવ્યો નથી. છેલ્લા 10 વર્ષમાં અનિતા હસનંદાની વધુ સુંદર બની ચુકી છે.