પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ના દરેક કલાકાર દર્શકોની વચ્ચે સારી ઓળખ ધરાવે છે. શોમાં કલાકારો પોતાની કોમેડીથી દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. સાથે જ તે રિયલ લાઈફમાં પણ ખૂબ ચર્ચામાં રહે છે. શોમાં ‘ચંદુ ચાયવાલા’નું પાત્ર નિભાવનાર ચંદન પ્રભાકર એક ખાસ કારણથી ચર્ચામાં છે.
જણાવી દઈએ કે ચંદન પ્રભાકરના ઘરમાં એક નવા મહેમાનની એન્ટ્રી થઈ છે. ખરેખર તેમણે તાજેતરમાં જ એક ચમકતી કાર ખરીદી છે. ચંદને હવે એક નવી XUV 700 કાર ખરીદી છે. માહિતી મુજબ આ કારની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે. ચંદને પોતાની નવી કાર સાથે તસવીરો પણ ક્લિક કરાવી છે.
ચંદન પ્રભાકરની નવી XUV 700 કાર વાદળી રંગની છે જે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. કોમેડિયનની નવી કારની તસવીરો મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં ચંદન XUV 700 સાથે પોઝ આપી રહ્યા છે. તેમણે નવી કાર ખરીદીને પોતાના તમામ ચાહકોને સરપ્રાઈઝ કરી દીધા છે.
BMW ના માલિક પણ છે ચંદન: જોકે તમને જણાવી દઈએ કે ચંદન પાસે BMW જેવી મોંઘી અને લક્ઝરી કાર પણ છે. તે આ પહેલા નવી ચમકતી BMW કાર ખરીદી ચુક્યા છે. BMW કાર પણ તેમણે થોડા સમય પહેલા જ ખરીધી હતી, જ્યારે હવે તેના કાર કલેક્શનમાં XUV 700 પણ શામેલ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે XUV 700 અને BMWની 3 સીરીઝ 320D જેવી લક્ઝરી કારની સાથે જ ચંદન પાસે અન્ય પણ કાર છે. તે એક લક્ઝરી જીવન જીવે છે. મુંબઈમાં તેમનું સુંદર અને લક્ઝરી ઘર પણ છે જ્યાં તે પોતાના પરિવાર સાથે રહે છે. ચંદન કરોડો રૂપિયાની સંપત્તિના પણ માલિક છે.
જણાવી દઈએ કે લાંબા સમયથી ચંદન પ્રભાકર કપિલ શર્માના શો સાથે જોડાયેલા છે. ભલે તે કપિલના શોમાં થોડા સમય માટે જ જોવા મળે છે, જો કે તે મહેફિલ લૂંટી લે છે. કપિલના શોમાં થોડા સમયમાં જ ચંદન લાખો રૂપિયાની કમાણી કરી લે છે. કપિલના શોમાં ચંદન અવારનવાર ચંદુ ચાયવાલાની ભૂમિકા નિભાવતા જોવા મળે છે. માહિતી મુજબ તેમને એક એપિસોડ માટે 5-7 લાખ રૂપિયા સુધીની સારી ફી મળે છે.
આટલા કરોડોના માલિક છે ચંદન પ્રભાકર: ચંદન પ્રભાકરે સારું નામ કમાવવાની સાથે જ પોતાની કોમેડીથી પણ ખૂબ સારા પૈસા પણ કમાવ્યા છે. લક્ઝરી ઘર અને લક્ઝરી કારના માલિક ચંદન પ્રભાકર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે લગભગ 15 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
ચંદનનું ઘર: ચંદન અવારનવાર પોતાના ઘરની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરતા રહે છે. તેમનું ઘર ખૂબ જ સુંદર છે જે મુંબઈના પોશ વિસ્તારમાં છે.
41 વર્ષના થઈ ચુકેલા ચંદનનો જન્મ વર્ષ 1981માં પંજાબના અમૃતસરમાં થયો હતો. ચંદન પ્રભાકરે વર્ષ 2015માં નંદિની ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ચંદનની પત્ની સુંદરતાની બાબતમાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ચંદન અને નંદિની પ્રભાકર એક પુત્રીના માતા-પિતા પણ છે. અવારનવાર ચંદન પોતાની પુત્રી સાથે તસવીરો પોસ્ટ કરે છે.