ખૂબ જ અમીર છે ‘ધ કપિલ શર્મા’ શોના ‘ચંદૂ ચાયવાલા’, કરોડોનો છે લક્ઝરી બગલો, જુવો તેમની લક્ઝરી લાઈફની તસવીરો

મનોરંજન

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ સફળતાના શિખરોને સ્પર્શી ચુક્યો છે. દેશ-વિદેશના મહેમાનો પણ આ શો જોવા માટે આવે છે. બોલિવૂડના દરેક સેલિબ્રિટી તેમની ફિલ્મોના પ્રમોશન માટે આ શો પસંદ કરે છે. આજે આપણે વાત કરીશું આ શોમાં ચંદૂ ચાયવાલાનું પાત્ર નિભાવનાર ચંદન પ્રભાકર વિશે.

ચંદન પ્રભાકરને લોકો કપિલ શર્માના મિત્ર તરીકે જ ઓળખે છે, પરંતુ તમને જણાવી દઈએ કે ચંદન એક સારા કોમેડિયન પણ છે અને ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન 3ના ફર્સ્ટ રનર-અપ રહી ચૂક્યા છે. જો કે, ચંદનનો સંઘર્ષ અહીં જ સમાપ્ત ન થયો, તેમને પ્રખ્યાત થવા માટે એક લાંબા સમય સુધી રાહ જોવી પડી અને કપિલ શર્માના શોથી ચંદન પ્રભાકરને ઘણી ખ્યાતિ અને ફેન ફોલોઈંગ મળી.

જણાવી દઈએ કે કોમેડિયન કપિલ શર્માના શોમાં ચંદન લાંબા સમયથી કામ કરી રહ્યા છે અને બંને સારા મિત્રો પણ છે. ચંદન પ્રભાકર પોતાની પત્ની નંદિની ખન્ના અને પુત્રી સાથે મુંબઈમાં રહે છે. ઘણા ઈન્ટરવ્યુમાં કપિલ અને ચંદન ખુલાસો કરી ચુક્યા છે કે બંને બાળપણના મિત્રો છે. ચંદન પણ કપિલ શર્માની જેમ ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ અને ‘કોમેડી વિથ કપિલ શર્મા’માં કામ કરી ચુક્યા છે. આ ઉપરાંત તે એક અભિનેતા પણ છે, ચંદન હિન્દી અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

આટલા અમીર છે ચંદન પ્રભાકર: ચંદન પ્રભાકર ઉર્ફ ચંદુ ચાયવાલાની સંપત્તિ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો, વર્ષ 2021ના એક રિપોર્ટની વાત માનીએ તો ચંદન પ્રભાકર પાસે કુલ 15 કરોડની સંપત્તિ છે. ચંદન એક એપિસોડ માટે 5 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

શોમાં ગરીબ ચાવાળાની ભૂમિકા નિભાવનાર ‘ચંદુ’ રિયલ લાઈફમાં ગરીબ નથી. ચંદન પોતાના પરિવાર સાથે એક ખૂબ જ લક્ઝરી ઘરમાં રહે છે અને ખૂબ રોયલ લાઈફ જીવે છે. ચંદનનું ઘર લક્ઝરી ચીજોથી ભરેલું છે જેને તેમણે ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચંદન પ્રભાકરનું આ ઘર મુંબઈના પોશ વિસ્તારમાં આવેલું છે. ઘરની અંદરની તસવીરોમાં જોઈ શકાય છે કે ડ્રોઈંગ એરિયા, બાલ્કની અને અન્ય રૂમ કેટલા સુંદર છે. ચંદનના ઘરની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની લક્ઝરી લાઈફ જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.