નવા વર્ષના સેલિબ્રેશન માટે વિદેશ નિકળી પડ્યા બોલીવુડ સેલિબ્રિટીઝ, જુવો તસવીરો

બોલિવુડ

વર્ષ 2020 તેના અંતિમ દિવસોમાં છે. માત્ર બે દિવસ પછી, 2020 સમાપ્ત થશે અને 2021 શરૂ થશે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ નવા વર્ષના સેલિબ્રેશનની તૈયારી કરી રહ્યા છે. સામાન્ય લોકોની જેમ બોલીવુડના સ્ટાર્સ પણ નવા વર્ષને ધૂમધામથી સેલિબ્રેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. બોલીવુડ સ્ટાર્સ દરેક નવા વર્ષનું સ્વાગત ખૂબ ધૂમધામથી કરે છે. આ ખાસ પ્રસંગે મોટાભાગના સ્ટાર્સ વિદેશ જાય છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે સ્થિતિ સામાન્ય નથી, તેથી વર્ષનું સ્વાગત થોડી અલગ સ્ટાઈલમાં થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ વિદેશ જવાને બદલે ભારતમાં નવું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છે. નવા વર્ષના સેલિબ્રેશન માટે બોલીવુડ સ્ટાર્સ તેમની ફેવરિટ જગ્યાઓ પર પહોંચી ગયા છે. જો કોઈ પર્વતોની વચ્ચે નવું વર્ષ સેલિબ્રેટ કરશે, તો કોઈ સમુદ્ર કિનારે 2021 નું સ્વાગત કરશે. તો ચાલો જાણીએ બોલીવુડ સ્ટાર્સ વિશે જેઓ નવા વર્ષના સેલિબ્રેશન માટે તેમની ફેવરિટ જગ્યાઓ પર પહોંચી ગયા છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર: બોલિવૂડની સૌથી પ્રખ્યાત કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પોતાના પરિવાર સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે ગોવા જઈ રહ્યા છે. આ બંને આજકાલ ગોવાના લક્ઝરી વિલામાં છે. જણાવી દઈએ કે આ વિલા મલાઇકાની બહેન અમૃતા અરોરાનો છે, જે ગોવાના કેન્ડોલિમ બીચ પર સ્થિત છે.

નેહા ધૂપિયા અને અંગદ બેદી: અભિનેત્રી નેહા ધૂપિયા પણ પતિ અંગદ અને પુત્રી સાથે રજાઓ પર ગોવા પહોંચી છે. નેહા અને અંગદ ગોવામાં જ નવું વર્ષ સેલિબ્રેટ કરશે. આ દિવસોમાં નેહા તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર ગોવા વેકેશનની કેટલીક તસવીરો શેર કરી રહી છે.

સુષ્મિતા સેન: સુષ્મિતા સેન પણ આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ રોહમન શૌલ અને બંને પુત્રી સાથે નવા વર્ષના સેલિબ્રેશન માટે દુબઈ પહોંચી છે. જણાવી દઈએ કે દુબઇમાં સુષ્મિતા સેનની માતા રહે છે. એટલે કે, અભિનેત્રી તેના પરિવાર સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરશે.

શિલ્પા શેટ્ટી: અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પોતાના પરિવાર સાથે ગોવા પહોંચી ગઈ છે અને રજાઓ માણી રહી છે. જણાવી દઈએ કે શિલ્પા અને તેના પરિવારે અહીં જ ક્રિસમસ પ્ણ સેલિબ્રેટ કર્યું હતું અને હવે 2021 નું સ્વાગત પણ અહીં જ કરશે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ: બોલિવૂડની સૌથી પ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આ દિવસોમાં રજાઓ પર બહાર છે. મંગળવારે સવારે આલિયા ભટ્ટ આખા કપૂર પરિવાર સાથે જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને ફેમિલી સાથે રણથંભોર ગઈ છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ ન્યૂ યર સેલિબ્રેશન માટે રવાના થયા છે. જો કે, તેઓ ક્યાં જશે તેના વિશે માહિતી હજી મળી નથી. મંગળવારે સવારે બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને ખૂબ જ સ્ટાઇલિશ દેખાઈ રહ્યા હતા.

આમિર ખાન: આમિર ખાન ન્યુ યર સેલિબ્રેશન માટે ગિર નેશનલ પાર્ક ગયા છે. અહીં તે ન્યૂ યર સેલિબ્રેશનની સાથે વેડિંગ એનિવર્સરી પણ સેલબ્રેટ કરશે. જણાવી દઈએ કે ફેમિલી સાથે ઈમરાન ખાન અને ઈમારા ખાન પણ છે.

ટાઇગર શ્રોફ અને દિશા પટની: બોલિવૂડની સૌથી હોટ કપલના લિસ્ટમાં શામેલ ટાઇગર અને દિશા આ દિવસોમાં રજાઓ માણી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર તેમની તસવીરો આ દિવસોમાં આગની જેમ વાયરલ થઈ રહી છે. જો કે આ કપલ કઈ જગ્યા પર છે, તે વાતની હજી સુધી જાણ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published.