કેટરિના કેફની બહેન ઈસાબેલ એ વિક્કી કૌશલ નું કંઈક આ સ્ટાઈલમાં કર્યું સ્વાગત, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફ ગઈકાલે એટલે કે 9 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. વિકી અને કેટના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આ કપલના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. નોંધપાત્ર છે કે વિકીના ભાઈ સની કૌશલે સોશિયલ મીડિયા પર ગયા દિવસે પોસ્ટ શેર કરીને પંજાબી સ્ટાઈલમાં પોતાના પરિવારમાં કેટરીના કેફનું સ્વાગત કર્યું.

સાથે જ આજે કેટરીનાની બહેન ઇસાબેલ કૈફે પોતાની ક્રેજી ફેમિલીમાં વિકીનું સ્વાગત કર્યું છે. જણાવી દઈએ કે ઇસાબેલના સુંદર કેપ્શને દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જણાવી દઈએ કે ઈસાબેલે વિકી અને કેટરિના કૈફના ફેરાની તસવીર ને શેર કરતા પોતાના જિજુ નું સ્વાગત એકદમ અલગ સ્ટાઈલમાં કર્યું છે.

નોંધપાત્ર છે કે કેટરિનાની બહેન ઈસાબેલ કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કપલની તસવીર શેર કરતા લખ્યું કે, “ગઈકાલે મને એક ભાઈ મળ્યો. અમારી ક્રેજી ફેમિલીમાં તમારું સ્વાગત છે. દુનિયામાં આપણાથી વધુ ભાગ્યશાળી કોઈ ન હોઈ શકે, તમને બંનેને દુનિયામાં હંમેશા હંમેશા માટે પ્રેમ અને ખુશીઓ મળે તેવી શુભેચ્છાઓ.” સાથે જ યુઝર્સ પણ આ પોસ્ટ પર ખૂબ પોતાનો પ્રેમ લૂટાવી રહ્યા છે અને એક પછી એક પ્રેમાળ કમેંટ્સ કરી રહ્યા છે. તમે પણ જુવો ઇસાબેલની પોસ્ટ.

સાથે જ છેલ્લે જણાવી દઈએ કે કેટરિના વિકીના લગ્ન થઈ ચુક્યા છે અને લગભગ તમામ મહેમાનો મુંબઈ પરત ફરવા લાગ્યા છે. સાથે જ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વિકી કેટરીના હવે પોતાના હનીમૂન માટે રવાના થશે.