પોતાની બહેન સાથે આ લક્ઝરી ફ્લેટમાં રહે છે કેટરીના કૈફ, જુવો તેના ફ્લેટની અંદરની તસવીરો

બોલિવુડ

કેટરિના કૈફ બ્રિટિશ મૂળની ભારતીય અભિનેત્રી છે. કેટરીના આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેના ચાહકોના લિસ્ટમાં બાળકોથી લઈને વૃદ્ધ પણ શામેલ છે. કેટરીનાએ બોલીવુડમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. કદાચ આ જ કારણ છે કે આજે તેની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નંબર 1 અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. કેટરિનાના નામે નમસ્તે લંડન, પાર્ટનર, એક થા ટાઇગર, ટાઇગર ઝિંદા હૈ, ભારત, બેંગ-બેંગ, જબ તક હૈ જાન, ઝીરો વગેરે જેવી ઘણી સુપરહિટ ફિલ્મો શામેલ છે.

કેટરિના કૈફને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 17 વર્ષ થઈ ચુક્યા છે અને આ વર્ષોમાં તેણે સાબિત કર્યું છે કે તે બોલીવુડની ક્વીન તે જ છે. કેટરિના માત્ર તેની પ્રોફેશનલ લાઈફ જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ હેડલાઈન્સ બનાવે છે. કેટરિના જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં આવી છે ત્યારથી તેનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચુક્યું છે.

કેટરિનાને ઇન્ડસ્ટ્રીમાં લાવનાર સલમાન ખાન હતો, તેથી તેમની સાથે કેટરીનાનું નામ સૌથી વધુ જોડવામાં આવ્યું. જો કે બંનેએ ક્યારેય પણ પબ્લિકલી તેમના રિલેશનની વાતનો સ્વીકાર કર્યો નથી. ત્યાર પછી કેટરિના રણબીર કપૂર સાથે તેના સંબંધોને લઈને હેડલાઇન્સમાં રહી હતી. બંનેએ લગભગ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરી. બંને એટલી હદે પ્રેમમાં ડૂબી ગયા હતા કે સાથે લિવ ઈનમાં પણ રહેવા લાગ્યા હતા. પરંતુ કેટલાક કારણોસર તેમનો પણ સંબંધ તૂટી ગયો.

કેટરિના હાલમાં બોલીવુડની શ્રેષ્ઠ અને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંથી એક છે. તે એક ફિલ્મ માટે કરોડોની ફી લે છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આટલી મોટી અભિનેત્રી હોવા છતાં મુંબઈમાં તેમનું પોતાનું કોઈ ઘર નથી. કદાચ આ જ કારણ હોઈ શકે છે કે તે ભારતની નાગરિક નથી. અને અહીં વર્ક પરમિટ પર કામ કરી રહી છે.

કેટરીના તેની બહેન ઇસાબેલ સાથે મુંબઈના અંધેરી વેસ્ટમાં રહે છે. મૌર્ય હાઉસ નામની બિલ્ડિંગમાં કેટરિનાનું ઘર છે. કેટરીનાએ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડા પર લઈ રાખ્યો છે. કેટરિનાનું આ એપાર્ટમેન્ટ ખૂબ જ લક્ઝરી છે. કેટરીનાનો જન્મ 16 જુલાઈ, 1983 ના રોજ હોંગકોંગમાં થયો હતો. આ ખાસ પ્રસંગ પર અમે તમને તેના ઘરની કેટલીક સુંદર તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

જેમ તમે જોઈ શકો છો કેટરિનાના ઘરના લિવિંગ રૂમમાં વક્ર સીડીઓ છે. પાર્ટી અને ફંકશન માટે તૈયાર થયા પછી તે આ જગ્યા પર તસવીરો ક્લિક કરવાનું પસંદ કરે છે. કેટરીનાએ પોતાનું ઘર બોહો ડિઝાઇનમાં સજાવ્યું છે.

લોકડાઉન દરમિયાન કેટરીનાએ ઘરની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. કેટલીક તસવીરોમાં તે બહેન સાથે મસ્તી કરતા જોવા મળી તો કેટલીક તસવીરમાં તે સફાઈ કરતા જોવા મળી હતી. આ દરમિયાન કેટરીનાએ ઘરના વાસણો પણ સાફ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

કેટરિનાએ તેના લિવિંગ રૂમને ખૂબ જ સુંદર રીતે સજાવ્યો છે. લિવિંગ રૂમમાં ઘણા સોફા છે. કેટરીનાએ તેના આખા ઘરમાં વુડન ફ્લોરિંગ કરાવ્યું છે. કેટરીનાનો લિવિંગ રૂમ ખૂબ મોટો છે, જ્યાં તેણે ઘણા એન્ટીક ડિઝાઇનના ફર્નિચર રાખ્યા છે.

કેટરીના પુસ્તકોની શોખીન છે, જેના કારણે તેણે એક યૂનિક બુક શેલ્ફને ખૂબ સુંદર રીતે સજાવ્યો છે. કેટરિનાએ ઘરને સુંદર બનાવવા માટે બારીઓ અને દરવાજાના લાકડા પર અલગ-અલગ પ્રકારના પેઇન્ટનો ઉપયોગ કર્યો છે. ઘરની દીવાલોની ઈંટી કેટરીના ઘરને યૂરોપિયન ટચ આપે છે. કેટરીનાના ઘરની દિવાલો પર અલગ-અલગ પ્રકારની ફોટો ફ્રેમ્સ જોવા મળશે.

કેટરીનાના બાથરૂમની સજાવટ પણ એન્ટિક છે. તેને બાથરૂમમાં બુક વાંચવી પસંદ છે. કેટરિનાને શાકભાજી ઉગાડવાનો પણ શોખ છે. જ્યારે તેને તક મળે છે, ત્યારે તે ઘરની બાલ્કનીમાં શાકભાજી પણ ઉગાડે છે. ઘરનું ટેરેસ કેટરીનાની ફેવરિટ જગ્યામાંથી એક છે. તે ઘણીવખત અહીં વર્કઆઉટ કરે છે.