સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં આપણને અવારનવાર કોઈને કોઈ નવો વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને દરેક ઈમોશનલ થઈ જાય છે. સાથે જ કેટલાક વીડિયો લોકોનું ખૂબ મનોરંજન કરે છે. આ ઉપરાંત કેટલાક વીડિયો એવા હોય છે જે દરેકનું દિલ જીતી લે છે. જોકે આ દિવસોમાં ઈન્ટરનેટ પર પ્રાણીઓમાં કૂતરાના વીડિયો ઉપરાંત સૌથી વધુ બિલાડીઓના વીડિયો ઓનલાઈન વાયરલ થતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં બિલાડીઓની વિવિધ એક્ટિવિટી ઉપરાંત તે બાળકોની કેયરટેકર પણ બનતા જોવા મળે છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક બિલાડી એક નાનકડા માસૂમ બાળકની બોડીગાર્ડ બની રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલી સમજદારીથી એક પાલતુ બિલાડી બાળકની રક્ષા કરી રહી છે. જો તમે આ વીડિયો જોશો તો તમે પણ આ બિલાડીના ફેન બની જશો.
બાળકની બોડીગાર્ડ બની બિલાડી: આ વીડિયોમાં તમે બધા એક નાના બાળકને ઘરની બાલ્કનીમાં જોઈ શકો છો અને ત્યાં જ તમને એક પાલતુ બિલાડી પણ જોવા મળી રહી છે, જે સતત નાના બાળક પર નજર રાખી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ બાળક કેવી રીતે રેલિંગને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે.
જોકે બિલાડી જોખમનો અંદાજ લગાવીને તેને તેમ કરવાથી વારંવાર રોકી દે છે. આ બધું જોવામાં ખૂબ જ રસપ્રદ લાગે છે. વીડિયો જોઈને તમે પણ આ બિલાડીની સમજદારીના દીવાના થઈ જશો. આ વીડિયોમાં બિલાડી બોડીગાર્ડ તરીકે બાળકની રક્ષા કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
The Bodyguard pic.twitter.com/udB6QaNB0G
— Gabriele Corno (@Gabriele_Corno) October 2, 2022
સોશિયલ મીડિયા પર વીડિયો થયો ખૂબ વાયરલ: આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gabriele_Corno નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર થતાની સાથે જ ટૂંક સમયમાં જ વાયરલ થઈ ગયો. આ વીડિયોને શેર કરવાની સાથે એક કેપ્શન પણ આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે “ધ બોડીગાર્ડ.” આ વીડિયોમાં બિલાડી બોડીગાર્ડ તરીકે બાળકની રક્ષા કરતા જોવા મળે છે.
આ વીડિયોને 13.5 મિલિયનથી વધુ લોકો જોઈ ચુક્યા છે. આટલું જ નહીં પરંતુ આ વીડિયોને 545 હજાર લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયોને લોકો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ શેર કરતા જોવા મળી રહ્યા છે. લોકો વીડિયો જોયા પછી બિલાડીની બુદ્ધિમત્તાની ચર્ચા કરી રહ્યા છે અને તેની પ્રસંશા કરતા થાકી રહ્યા નથી. જોકે આ પહેલા પણ બાળકો અને પ્રાણીઓ સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. તો તમને આ વિડિયો કેવો લાગ્યો? કમેંટ કરીને અમને જણાવો.