વિકી-કેટરીના ના લગ્ન વચ્ચે બધી મહેફિલ લૂટી ગયું મંગલસૂત્ર અને વીંટી, જાણો શું છે તેમાં ખાસ

બોલિવુડ

કેટરિના કૈફ અને વિકી કૌશલ ગઈકાલે 9 ડિસેમ્બરની રાત્રે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. બંનેએ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બરવાડા ના બરવાડા ફોર્ટના સિક્સ સેંસ રિસોર્ટમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા. આ લગ્નમાં માત્ર 120 મહેમાનો શામેલ થયા હતા. લગ્ન માટે ચુસ્ત સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર ખાસ લોકોને જ એન્ટ્રી આપવામાં આવી હતી. કેટ-વિકીના લગ્નને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. તે લગ્નની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા.

મીડિયાની એંટ્રી પર પ્રતિબંધ હતો. જો કે પછી કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરીને દરેકને ચોંકાવી દીધા હતા.

બ્રાઈડલ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે કેટરીના: લગ્નની તસવીરોમાં કપલ વચ્ચેનો પ્રેમ અને ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દરમિયાન કેટરિના કૈફનો બ્રાઈડલ લૂક ખૂબ જ સુંદર હતો. તેમણે રેડ કલરનો ગોલ્ડન વર્કનો લહેંગા પહેર્યો હતો. સાથે જ એક મોટી નથ અને સોનાની જ્વેલરી તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. આ દરમિયાન કેટરિનાના મંગલસૂત્ર અને એન્ગેજમેન્ટ રિંગે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ખૂબ જ ખાસ છે એંગેજમેંટ રિંગ: કેટરિનાની તસવીરોને ઝૂમ કરવા પર તેની ખાસ રિંગે મહેફિલ લૂટી લીધી. વાદળી રંગના સ્ટોનથી જડેલી આ રિંગ વિકી કૌશલે એંગેજમેંટ પર કેટરીનાને પહેરાવી હતી. આ સફાયર ડાયમંડ રિંગ છે. તેની સાઈઝ જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેની કિંમત કેટલી વધારે હશે. જો કે વિકી માટે પૈસાની કોઈ સમસ્યા ન હતી, તેથી તેણે પોતાની જીવનસાથીને બેસ્ટ ચીજ ગિફ્ટ કરી.

હીરા જડેલા મંગલસૂત્રએ ખેંચ્યું ધ્યાન: એક અન્ય તસવીરમાં કેટરિનાનું મંગળસૂત્ર લોકોના દિલને પસંદ આવી રહ્યું છે. અભિનેત્રીએ મોટો રાઈ હાર પહેર્યો હતો, જેની નીચે તેનું લગ્નનું મંગલસૂત્ર જોવા મળી રહ્યું છે. આ મંગલસૂત્રમાં નાના-નાના ગોલ્ડ અને કાળા મોતીઓ વચ્ચે એક પેંડેંટ છે. તેમાં ઉપર એક મોટો જ્યારે નીચે એક નાનો હીરો જડેલો જોવા મળી શકે છે. મંગલસૂત્ર જોવામાં ખૂબ જ આકર્ષક છે. હીરા જડેલા હોવાને કારણે તે ખૂબ મોંઘું પણ હશે.

ત્રણ દિવસ સુધી ચાલી લગ્નની વિધિઓ: વિકી કૌશલ અને કેટરીના કૈફે લગ્નના બંધનમાં બંધાતા પહેલા બે વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. તેમના લગ્નની વિધિ 7 ડિસેમ્બરથી જ શરૂ થઈ ગઈ હતી. 7 તારીખે સંગીત સેરેમની હતી. 8 ડિસેમ્બરે સવારે હલ્દી સેરેમની અને રાત્રે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 9 ડિસેમ્બરના રોજ કપલ રોયલ સ્ટાઈલમાં પતિ-પત્ની બની ગયા. લગ્નમાં કોઈને કેમેરો અથવા મોબાઈલ લઈ જવાની મંજુરી ન હતી. સાથે જ એ પણ સાંભળવામાં આવ્યું છે કે કેટરીના વિક્કી એ પોતાના લગના રાઈટ્સ અમેજોન પ્રાઈમ વીડિયોને 80 કરોડમાં વેચી દીધા છે. એટલે કે તમે ત્યાં કેટ-વિકીના લગ્ન જોઈ શકશો.

મુંબઈમાં આપશે રિસેપ્શન: જો રિપોર્ટ્સનું માનીએ તો રાજસ્થાનથી મુંબઈ પરત આવ્યા પછી કપલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રોયલ રિસેપ્શન પણ આપશે. તેમાં ઘણી બોલિવૂડ હસ્તીઓ ઉપરાંત કપલના ખાસ મિત્રો પણ શામેલ થશે. રિસેપ્શન સમાપ્ત થયા પછી કપલ પોતાના કામ પર પરત ફરશે. કેટલાક પેન્ડિંગ શૂટ પૂર્ણ કરશે અને પછી હનીમૂન માટે માલદીવ જશે.