ટીવીની આ 5 અભિનેત્રીઓ પોતાની બહેનોની છે “કાર્બનકોપી”, તસવીરો જોઈને તમે પણ છેતરાઈ જશો

Uncategorized

આપણા બોલીવુડ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે અને આ અભિનેત્રીઓ ઘણીવાર તેમના પરિવારની તસવીરો પણ શેર કરતી રહે છે અને આજે અમે તમને ટીવીની દુનિયાની કેટલીક સુંદર અભિનેત્રીઓની બહેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લુકમાં બિલકુલ એકબીજા જેવી છે. અને તેમને જોઈને એવું લાગે છે કે આ બહેનો એકબીજાની કાર્બન કોપી છે, તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોણ કોણ શામેલ છે.

ભારતીસિંહ: ટીવી ઇન્ડસ્ટ્રીની લાફ્ટર ક્વીન તરીકે જાણીતી ભારતી સિંહ આજના સમયની સૌથી લોકપ્રિય કોમેડિયન બની ચુકી છે અને ભારતી સિંહે ઘણાં ટીવી શોમાં કામ કર્યું છે અને પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. ભારતી સિંહના પરિવાર વિશે વાત કરીએ તો તેના ઘરમાં તેમની માતા અને મોટી બહેન છે અને તેની બહેનનું નામ પિંકી સિંહ છે, જે ભારતી સિંહ કરતા મોટી છે અને લુકમાં પિંકી બિલકુલ ભારતી સિંહ જેવી લાગે છે. સાથે પિંકી પોતાને લાઈમલાઈટથી ખૂબ દૂર રાખે છે અને ભારતી સિંહ ઘણી વાર તેની બહેન સાથેની તસવીરો શેર કરતી રહે છે, જેમાં પિંકી અને ભારતી સિંહ એકબીજાની કાર્બન કોપી લાગે છે અને તેમની તસવીરો ખૂબ વાયરલ પણ થાય છે.

શક્તિ મોહન: ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી શક્તિ મોહન અને તેની બહેન મુક્તિ મોહન આ બંને એકબીજાની કાર્બન કોપી લાગે છે અને જ્યારે પણ આ બંને બહેનો એક સાથે જોવા મળે છે ત્યારે ચાહકો માટે તેમને ઓળખવી ખૂબ મુશ્કેલ બની જાય છે, કારણ કે આ બંને બહેનો બિલકુલ એકબીજા જેવી લાગે છે. જણાવી દઇએ કે આ બંને બહેનોએ ડાન્સિંગમાં પોતાની કારકિર્દી બનાવી છે અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓ બની ચુકી છે અને ઘણીવાર બંને બહેનો પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

શિવાંગી જોશી: સ્ટાર પ્લસનો પ્રખ્યાત શો યે રિશ્તા ક્યા કેહલતા હૈ ની પ્રખ્યાત અભિનેત્રી શિવાંગી જોશી જે નાયરાના પાત્રથી ઘર ઘરમાં પ્રખ્યાત થઈ ચુકી છે અને તે જ શિવાંગી જોશીની એક બહેન પણ છે જેનું નામ શીતલ જોશી છે. અને લૂકમાં શીતલ બિલકુલ શિવાંગી જોશી જેવી લાગે છે અને આ બંને બહેનો વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે અને ઘણીવાર બંને બહેનો એક સાથે તસવીરો શેર કરે છે જે ખૂબ વાઇરલ થાય છે. અને જો વાત કરીએ શીતલના લૂકની તો શીતલ શિવાંગી જોશીની જુડવા બહેન જેવી લાગે છે અને બંને બહેનો ખૂબ જ સુંદર છે.

દિવ્યાંકા ત્રિપાઠી: ટીવીની દુનિયાની સૌથી સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી હાલના સમયમાં ટીવી જગતની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી બની ગઈ છે અને દિવ્યાંકાની બહેનનું નામ પ્રિયંકા ત્રિપાઠી છે અને પ્રિયંકાની પર્સનાલલિટી બિલકુલ દિવ્યાંકા જેવી જ છે અને તે બંને એકબીજાની કાર્બન કોપી લાગે છે પ્રિયંકા દિવ્યાંકા કરતા મોટી છે અને તે ભોપાલમાં રહે છે.

સ્મૃતિ ખન્ના: ટીવી અભિનેત્રી સ્મૃતિ ખન્નાએ ટીવી પર ઘણાં પ્રખ્યાત શોમાં કામ કર્યું છે અને જો વાત કરીએ તેની બહેનની તો તેની બહેનનું નામ શ્રુતિ ખન્ના છે જે લૂકમાં બિલકુલ પોતાની બહેન સ્મૃતિ જેવી જ છે અને બંને બહેનો એકબીજાની કાર્બન કોપી લાગે છે.

86 thoughts on “ટીવીની આ 5 અભિનેત્રીઓ પોતાની બહેનોની છે “કાર્બનકોપી”, તસવીરો જોઈને તમે પણ છેતરાઈ જશો

Leave a Reply

Your email address will not be published.