ભારતમાં લોકો બે ચીજો પાછળ હદ કરતા વધુ પાગલ રહે છે. પહેલી ક્રિકેટ અને બીજી બોલીવુડ. તેમાં પણ બોલીવુડ અને તેની ચમક ધમકથી દરેક આકર્ષિત થાય છે. આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા સુપરસ્ટાર્સના કરોડોની સંખ્યામાં ચાહકો હોય છે. કેટલાક ચાહકો તો પોતાના ફેવરિટ સ્ટાર્સને એટલા પસંદ કરે છે કે તેમની દરેક સ્ટાઈલને કોપી કરવા લાગે છે. તમે પણ અજ સુધી બોલીવુડ સ્ટાર્સના ઘણા હમશકલને જોયા હશે. સામાન્ય રીતે તે બધા લોકો એક સરખી ઉંમર વાળા જ હોય છે.
પરંતુ આજે અમે તમને 8 વર્ષની એક બાળકીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની જબરદસ્ત ચાહક છે. તે કંગનાના લુક અને સ્ટાઈલની એટલી સારી રીતે કોપી કરે છે કે લોકો તેને છોટી કંગના કહીને પણ બોલાવે છે. આ બાળકીનો કંગના સાથે માત્ર ચેહરો જ મળતો નથી, પરંતુ તેની અંદર કંગનાની જેમ ટેલેંટ પણ કૂટી-કૂટીને ભરેલું છે.
આપણે અહીં જે નાની કંગના વિશે વાત કરી રહ્યા છે તેનું સાચું નામ સુમન પુરી છે. સુમનની ઉંમર માત્ર 8 વર્ષ છે પરંતુ તે કંગનાની મોટી ફેન છે. તે અભિનેત્રીને તેની આઈડલ માને છે અને તેના પગલા પર ચાલવા ઈચ્છે છે. સુમન ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ પ્રખ્યાત છે. દરેક તેને કંગનાની કાર્બન કોપી તરીકે ઓળખે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ચાર હજારથી વધુ લોકો ફોલો કરે છે.
સુમન પુરી સોશિયલ મીડિયા પર કંગનાની દરેક સ્ટાઇલ કોપી કરવાનો પ્રયત્ન કરે છે. તે કંગનાની કોઈ તસવીર અથવા ફિલ્મમો પોઝ ઉઠાવી લે છે અને પછી તેની જેમ ડ્રેસઅપ કરીને પોતાની તસવીર ક્લિક કરે છે. તેને જોઈને લાગે છે કે કંગનાની બાળપણની તસવીર હોય. જ્યારે તે મેકઅપ અને ડ્રેસઅપ કરીને સામે આવે છે તો કંગનાની નાની બહેન અથવા પુત્રી લાગે છે.
સુમનના આ ટેલેંટ અને તસવીરો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે એક નાનકડી છોકરી કંગનાની આટલી હદ સુધી કોપી કરી શકે છે. સુમન કંગના સાથે રિયલ લાઈફમાં મળી પણ ચુકી છે. તેની કંગના સાથે એક તસવીર પણ છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. આ તસવીર જોઈને લાગે છે કે કંગના અને સુમન કોઈ સંબંધી છે.
કંગના રનૌતની સુપરહિટ ફિલ્મ ‘મણિકર્ણિકા’ હોય કે પછી બિન્દાસ ‘ધકડ’, સુમાને કંગનાના દરેક લુકની કોપી કરી છે. તેને જોઇને લાગે છે કે તે ભવિષ્યમાં કંગના જેવી જ એક સુપરસ્ટાર બની જશે. સુમન માત્ર કંગનાની જેમ તસવીરમાં પોઝ જ નથી આપતી પરંતુ તે તેની સ્ટાઈલને કોપી કરીને વીડિયો પણ બનાવે છે. ચાહકોને સુમનના વીડિયોઝ પણ ખુબ પસંદ આવે છે. કંગનાના ચાહકો પણ સુમનના ફેન બની ગયા છે. ખાસ કરીને તેને આ નાની કંગનાની સ્માઈલ સાથે પ્રેમ થઈ ગયો છે.