આ 8 ભૂલને કારણે વ્યક્તિ નથી બની શકતા અમીર, આ ભૂલો કરવાથી નારાજ થાય છે માતા લક્ષ્મી

ધાર્મિક

વાસ્તુ શાસ્ત્રમાં ઘર સંબંધિત કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું પાલન ન કરવાથી પૈસાનું નુક્સાન થવા લાગે છે અને ઘરમાં ગરીબી આવે છે. વાસ્તુ મુજબ જે લોકો આ નિયમોની અવગણના કરે છે. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને લાખો મહેનત કર્યા પછી પણ પૈસામાં વધારો થતો નથી. તેથી તમે આ નિયમોનું પાલન જરૂર કરો.

બેડ રાખો સાફ: તમારો બેડ હંમેશા સાફ રાખો. ક્યારેય પણ બેડને ગંદો ન રાખો. ઘણા લોકો બેડ પર જ કપડાં ફેંકી દે છે અને બેડ હંમેશા ગંદો રાખે છે. જેને વાસ્તુ શાસ્ત્રમાં દોષ માનવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડ ઉપર અથવા નીચે સામાન ન રાખવો જોઈએ. બેડ ગંદો હોવાને કારણે વ્યક્તિના જીવનમાં માત્ર મુશ્કેલીઓ જ આવે છે. તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે અને પૈસાનું નુક્સાન થવા લાગે છે. તેથી હંમેશા બેડને સાફ રાખો. બેડની નીચે તૂટેલી ચીજો ન રાખો.

સાવરણી યોગ્ય રીતે રાખો: શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જે લોકો તેમના ઘરમાં સાવરણી યોગ્ય રીતે નથી રાખતા. માતા લક્ષ્મી તેનાથી નારાજ થઈ જાય છે. અને ઘરમાં ગરીબી આવે છે. વાસ્તુના નિયમો અનુસાર સાવરણી હંમેશા એવી જગ્યા પર રાખવી જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. સાવરણીને ક્યારેય પગથી સ્પર્શ ન કરો અને ન તો તેના પર પગ મુકો.

જ્યાં તમે સૂવો છો ત્યાં સાવરણીણ ન રાખવી જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પાસે સાવરણી રાખવી પણ શુભ માનવામાં આવતુ નથી. સાવરણીને ક્યારેય કચરાપેટીમાં ન નાખો. જો સાવરણી ખરાબ થઈ જાય છે તો તેને ઝાડની નીચે મૂકી આવો. નવી સાવરણી શુભ દિવસે જ લાવો અને એવી જગ્યા પર રાખો જ્યાં કોઈની નજર ન પડે.

તિજોરીની દિશા યોગ્ય રાખો: જો તમે ઘરમાં તિજોરી રાખો છો. તો તેની દિશા હંમેશા ઉત્તર તરફ હોવી જોઈએ. આ દિશામાં રાખેલી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી હોય છે અને ઘરમાં પૈસાની અછત થતી નથી. વાસ્તુ મુજબ દક્ષિણ દિશામાં રાખેલી તિજોરી હંમેશા ખાલી રહે છે. આ દિશા તરફ રાખેલી તિજોરીમાં પૈસા રહેતા નથી. તેથી જ્યારે પણ તમે તિજોરી રાખો છો, ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તેની દિશા ઉત્તર હોવી જોઈએ.

પૈસા ઉધાર આપવા: વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાંજના સમયે કોઈને પૈસા ઉધાર ન આપો. જે લોકો સાંજના સમયે પૈસા ઉધાર આપે છે તેમના પૈસામાં વધારો થતો નથી. પૈસા ઉધાર આપવા માટે સવારનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે અને માતા લક્ષ્મી નારાજ પણ નથી થતા.

ઘરની સફાઇ: જે ઘરમાં સાફસફાઇ ન હોય અને રસોડું હંમેશા ગંદું રહે. ત્યાં પણ માતા લક્ષ્મી વાસ કરતા નથી. માતા લક્ષ્મી માત્ર તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જે લોકો પોતાના રસોડાને ગંદુ રાખે છે અને ઘરમાં સાફ-સફાઈ કરતા નથી. તેના જીવનમાં હંમેશા પૈસાની અછત રહે છે.

યોગ્ય રીતે રાખો મૂર્તિઓ: પૂજા ઘરમાં હંમેશા યોગ્ય રીતે મૂર્તિ રાખો. ખંડિત મૂર્તિ મંદિરમાં રાખવાથી પૂજા સફળ થતી નથી અને દોષ પણ લાગે છે. ઘરના લોકોને સફળતા નથી મળતી અને પૈસાનું નુક્સાન થવા લાગે છે.

બાથરૂમ ન રાખો ભીનું: તમારા બાથરૂમને હંમેશા સાફ રાખો. હંમેશાં બાથરૂમ ભીનું રહેવું વાસ્તુ શાસ્ત્રમાં શુભ માનવામાં આવતું નથી અને ઘરમાં પૈસાની અછત રહે છે. સ્નાન કર્યા પછી જ્યારે પણ બાથરૂમથી બહાર નીકળો ત્યારે બાથરૂમને સાફ રાખો. ખરેખર બાથરૂમ ભીનું રહેવાથી વરૂણ દેવતા નારાજ થાય છે.