નેહા કક્કર ટૂંક સમયમાં જ બનવા જઈ રહી છે આ સિંગરની દુલ્હન, ઓક્ટોબરના અંત સુધીમાં કરી શકે છે લગ્ન

બોલિવુડ

સિંગર નેહા કક્કર હંમેશાં તેના ગીતોને લઈને સોશ્યલ મીડિયા પર તેની વાયરલ પોસ્ટને કારણે હેડલાઇન્સમાં રહે છે. તમને જણાવી દઇએ કે નેહા કક્કર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા બધા ફોલોવર્સ છે. નેહા ઇન્સ્ટાગ્રામ પર માત્ર તેની તસવીરો જ શેર કરતી નથી પરંતુ તેના ગીતો પર ડાન્સ કરીને વીડિયો પણ શેર કરે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે નેહા કક્કર લગ્ન કરવા જઇ રહી છે. અહેવાલો અનુસાર નેહા કક્કર પંજાબી સિંગર અને એક્ટર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. સમાચાર છે કે નેહા કક્કર આ મહિનાના અંત સુધીમાં દિલ્હીમાં રોહનપ્રીત સાથે લગ્ન કરશે.

શહનાઝ ગિલના શો ‘મુઝસે શાદી કરોગે’ માં જોવા મળ્યા છે રોહનપ્રીત: નેહા કક્કરના સપનાના રાજકુમાર તરીકે ઓળખાતા રોહનપ્રીત, મ્યુઝિક રિયાલિટી શો ઈન્ડિયાઝ રાઇઝિંગ સ્ટારની બીજી સીઝનના ફર્સ્ટ રનર અપ રહ્યા હતા. જો કે, શહનાઝ ગિલના શો ‘મુઝસે શાદી કરોગે’ માં જોવા મળ્યા પછી રોહનપ્રીતે હેડલાઇન્સ બનાવી હતી. આ શોમાં રોહનપ્રીતની એક અનોખી અને રોમેન્ટિક સ્ટાઇલ જોવા મળી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. રોહનપ્રીત નેહા કક્કરનો એક જુનો મિત્ર હોવાનું કહેવાય છે. નેહા રોહનપ્રીત સાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના સમાચાર પણ ચર્ચામાં છે. સમાચાર તો એવા પણ છે કે બંને 24 ઓક્ટોબરના રોજ લગ્ન કરી રહ્યા છે.

રોહનપ્રીતે શેર કર્યો છે નેહા સાથેનો વિડિઓ: નેહા કક્કર સાથે રોહનપ્રીતે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ્સ શેર કરી છે, જેમાં બંને એક સાથે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. એક પોસ્ટને કેપ્શન આપતા તેણે લખ્યું – ‘થેંક્યુ મેરે રબ્બા.’ તો બીજી પોસ્ટમાં એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રોહનપ્રીત સાથે નેહા પણ છે અને બેકગ્રાઉન્ડમાં નેહાનું સુપરહિટ ગીત ‘છલ્લા ડાયમંડ કા’ ચાલી રહ્યું છે. વીડિયોમાં રોહનપ્રીત એક વીંટી નેહાની આંગળીમાં પહેરાવે છે. આ વીડિયોને નેહાના ચાહકો દ્વારા ઘણા રિએક્શન પણ મળ્યા છે. આ વીડિયો પછી એવું માનવામાં આવી રહ્યું છે કે બંને જલ્દીથી લગ્ન કરશે. નેહાએ પણ ઇન્સ્ટાગ્રામ પર રોહનપ્રીતની દરેક પોસ્ટને લાઈક કરી છે.

પહેલા આ અભિનેતાને ડેટ કરી ચૂકી છે નેહા કક્કર: નેહા કક્કર અભિનેતા હિમાંશ કોહલી સાથે રિલેશનશિપમાં હતી. એવું કહેવામાં આવે છે કે બંનેની મુલાકાત ફિલ્મ ‘યારિયાં’ દરમિયાન થઈ હતી. નેહાએ હિમાંશની આ ફિલ્મમાં ધમાકેદાર ગીત ગાયું હતું. ત્યારથી આ બંનેની મિત્રતા શરૂ થઈ. એક ટીવી રિયાલિટી શો દરમિયાન નેહા કક્કરે તેના સંબંધો વિશે વાત કરી હતી. ત્યાર પછી નેહા ઇન્સ્ટાગ્રામ પર પણ હિમાંશ સાથે પોસ્ટ્સ શેર કરવા લાગી હતી. બંનેએ સાથે મળીને એક મ્યુઝિક વીડિયો પણ બનાવ્યો હતો. પછી જ્યારે નેહા અને હિમાંશના બ્રેકઅપના સમાચાર આવ્યા ત્યારે ચાહકો ચોંકી ગયા હતા. બ્રેકઅપ પછી નેહા ખૂબ નિરાશ થઈ ગઈ, જેના કારણે નેહા સોશ્યલ મીડિયા પર દુઃખી પોસ્ટ શેર કરવા લાગી હતી.

Leave a Reply

Your email address will not be published.