પતિના ગાલ પર લગાવી કેક, સસરાએ પણ મોં કરાવ્યું મીઠું, કંઈક આવી રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો સુગંધાનો બર્થડે

બોલિવુડ

સિંગર અને કોમેડિયન સુગંધા મિશ્રા છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. સુગંધા મિશ્રાએ થોડા દિવસો પહેલા કોમેડિયન સંકેત ભોંસલે સાથે લગ્ન કર્યા છે. હાલમાં તે તેના જન્મદિવસના સેલિબ્રેશનને લઈને ચર્ચામાં છે. તેમના જન્મદિવસના સેલિબ્રેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે 23 મે 1988 ના રોજ સુગંધાનો જન્મ પંજાબના જાલંધરમાં થયો હતો. તે 33 વર્ષની થઈ ચુકી છે. તાજેતરમાં જ તેણે સંકેત ભોંસલે સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેનો આ પહેલો જન્મદિવસ હતો. જેને તેણે પોતાના પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો છે. સુગંધાએ સાસરિયામાં પતિ, સાસુ અને સસરા સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.

સોશિયલ મીડિયા પર તમે જોઈ શકો છો કે સુગંધાના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે તેના પરિવાર સાથે જોવા મળી રહી છે. સુગંધા તેના જન્મદિવસ પર ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેના પતિ સંકેત ભોંસલેએ તેની સુંદરતા અને ખુશીઓ વધારવાનું કામ કર્યું હતું.

સુગંધાએ પોતાના જન્મદિવસના સેલિબ્રેશનની કેટલીક તસવીરો પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉંટ પરથી શેર કરી છે. જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તસવીરોમાં તે પતિ સંકેત, સાસુ અને સસરા સાથે જોવા મળી રહી છે. કેટલીકવાર તેના સાસરા તેને કેક ખવડાવતા જોવા મળે છે તો કેટલીક વાર તે પતિ સાથે મળીને પોતાની સાસુને કેક ખવડાવતા જોવા મળી રહી છે.

તસવીરોમાં સુગંધા તેના પરિવાર સાથે કેક કાપી રહી છે, જ્યારે સંકેત અને સુગંધા પણ એક બીજાને કેક લગાવતા જોવા મળ્યા હતા. તસવીરોના બેકગ્રાઉંડમાં તમે જોશો તો ઘરને જન્મદિવસના સેલિબ્રેશનના કારણે ખૂબ જ સારા ફુગ્ગાથી સજાવવામાં આવ્યું છે અને બેકગ્રાઉંડમાં ફ્રિલ્સ અને હેપ્પી બર્થ ડે નો ટેગ લગાવેલો છે.

સુગંધા મિશ્રાએ ઘણી તસવીરો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરતા તેના પરિવાર માટે એક ખાસ કેપ્શન પણ આપ્યું. તેમણે કેપ્શનમાં લખ્યું કે, “માત્ર આજે જ નહીં પરંતુ દરેક દિવસે મને આટલું ખાસ ફીલ કરાવવા માટે ખૂબ આભાર.” પોસ્ટમાં તેણે પતિ સંકેતને પણ ટેગ કર્યો છે.

સંકેતે વિશેષ સ્ટાઈલમાં આપી હતી જન્મદિવસની શુભેચ્છા: સંકેત ભોંસલેએ પત્નીને વિશેષ તસવીર શેર કરીને ઈંસ્ટાગ્રામ દ્વારા જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સંકેતે સોશિયલ મીડિયા પર કસરત કરતા બે તસવીરો શેર કરી હતી. સુગંધા પતિની પીઠ પર બેઠેલી હતી. કેપ્શનમાં સંકેતે લખ્યું હતું કે, જન્મદિવસની શુભેચ્છાઓ મારા જીવનની ડાયરેક્ટર. મારી પત્ની.