આજના આધુનિક યુગમાં દરેક જણ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જો કોઈને કોઈ પ્રશ્નનો જવાબ ખબર નથી, તો સીધા ગૂગલ પર જઇને સર્ચ કરે છે. તમે સમજી શકો છો કે આજના સમયમાં ગૂગલ એ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. જો વ્યક્તિને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય છે, તો તે તેની સમસ્યાનું સમાધાન ગૂગલને પૂછવા લાગે છે. જોકે ગૂગલ આપણને ઘણી માહિતી આપી શકે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ગૂગલ પર વિશ્વાસ કરે છે. જો કોઈ વ્યક્તિ રસ્તો ભટકી જાય છે, તો તે ગૂગલ પર માહિતી મેળવે છે. જો કોઈ વ્યક્તિને સ્વાદિષ્ટ વાનગી બનાવવી છે, તો તે ગૂગલ પ સર્ચ કરીને તેની રેસીપી જોવા લાગે છે. ગૂગલ એક એવું સર્ચ એન્જિન છે જે આપણા બધા પ્રશ્નોના જવાબ આપે છે.
જ્યારે આપણે ગૂગલ પર કંઈપણ સર્ચ કરીએ છીએ, ત્યારે આપણે જાણતા નથી કે ગૂગલ તેનો જવાબ યોગ્ય આપી રહ્યું છે કે નહીં? માત્ર આપણે તો જવાબથી મતલબ હોય છે, પરંતુ ભાગ્યે જ તમે જાણતા હશો કે ગૂગલ પર કેટલીક ચીજો સર્ચ કરવી આપણા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે અમે તમને આવી જ કેટલીક બાબતો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને તમે ગૂગલ પર ભૂલથી પણ સર્ચ ન કરો, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગૂગલ પર બોમ્બ બનાવવાની પદ્ધતિને સર્ચ ન કરો: ગૂગલ પર તમે ભૂલથી પણ બોમ્બ બનાવવાની પદ્ધતિને સર્ચ ન કરો, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ભલે તમારે આ બધી બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. ભલે તમે માત્ર માહિતી માટે જ સર્ચ કરી રહ્યા છો, પરંતુ આને કારણે તમે પોલીસની નજરમાં આવી શકો છો. આવી વેબસાઈટ અંગે પોલીસ હંમેશા જાગૃત રહે છે કારણ કે તેઓ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક સમયે આવી વેબસાઈટો પર નજર રાખે છે. જો તમે આવી ભૂલ કરો છો, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.
તમારી ઓળખ સર્ચ ન કરો: તમે ભૂલથી પણ ગુગલ પર તમારી ઓળખ સર્ચ ન કરો. ગૂગલ પાસે તમારા સર્ચ એન્જિનનો સંપૂર્ણ ડેટા બેઝ રેકોર્ડ રહે છે. જો તમે આમાંથી તમે કોઈ પણ પ્રકારની ચીજ સર્ચ કરો છો, તો તેનાથી તમારી વેબસાઇટ, જીમેલ અથવા તમારા અન્ય કોઈ પણ પ્રકારના પ્રાઈવેટ એકાઉન્ટ હેક થઈ શકે છે, તેથી આ બાબતોને ધ્યાનમાં રાખો.
કસ્ટમર કેર નંબર: તમે ગૂગલ પર કસ્ટમર કેર નંબર સર્ચ ન કરો, કારણ કે બની શકે છે કે જે નંબર તમે શોધી રહ્યા છો તે યોગ્ય કસ્ટમર કેર નંબર ન હોય. જણાવી દઈએ કે સૌથી વધુ ઓનલાઈન ફ્રડ ગૂગલમાંથી નંબર લઈને કસ્ટમર કેરને કરેલા ફોન દ્વારા જ થાય છે.
એપ માટે સર્ચ: ઘણા લોકોની ટેવ હોય છે કે જો કોઈ એપ ગૂગલ પ્લે સ્ટોર અથવા આઇફોન એપ સ્ટોર પર ઉપલબ્ધ ન હોય તો તે ગૂગલમાં સર્ચ કરવા લાગે છે, પરંતુ તમે આવી ભૂલ ન કરો. બની શકે છે કે તમે ખોટી એપ ડાઉનલોડ કરી લો, જેના કારણે તમને ઘણા પ્રકારના નુક્સાન થઈ શકે છે.
દવાઓ વિશે સર્ચ: જો તમને કોઈ પ્રકારની બિમારી છે, તો પછી ડોક્ટર પાસે સારવાર કરાવો, પરંતુ ગૂગલ પર દવા સર્ચ ન કરો, કારણ કે ગૂગલ પર ઘણી બધી માહિતી ઉપલબ્ધ હોય છે. બની શકે છે કે ગૂગલ પર સર્ચ કરીને દવા ખાવાથી તમારી બીમારી વધી જાય.
이용이유가생기는곳 먹튀검증 안전노리터 go